SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું લેવામાં આવ્યું. એક જ ધોરી માર્ગ સુંદર, ખાડા ટેકરા વગરનો તૈયાર કરવા તે કામનો અમલદાર બનતી ઝડપ કરી રહ્યો હતો. નાના નાના આડા અવળા માર્ગ અને રસ્તાઓ, મોટાં મોટાં વૃક્ષો તેડી, તે વડે બંધ કરી દેવાનું કામ સપાટાબંધ ચાલી રહ્યું હતું (મી રિયાસત પા. ૨૪૬ ). ઠક ઠેકાણે અચુક અંતરે ચેકીઓનો ચોક્કસ બંદોબસ્ત કરી ચુકી માટે કાચી ઓરડીઓ પણ તૈયાર કરવામાં આવી હતી. જાળાં અને ઝાડી ઝાંખરાંમાં ગુપ્ત ચોકીઓની ગોઠવણ થઈ ગઈ હતી. કિલ્લાની તળેટીથી આસરે બે ફગ દૂર (પા. ૧૬૯. પ્રતાપ દ્વ યુદ, History of the Maratha people Vol. I. P. 160 ) મુલાકાત મંડપનું કામ તડામાર ચાલી રહ્યું હતું. મુલાકાત મંડપની જગ્યા ખાન તરફથી તેમના સરદારોએ આવીને, પસંદ કર્યા પછી મંડપનું કામ શરૂ થયું હતું (પ્રતાપ દિકરી ત્તિ ). મુલાકાત મંડપ તે તે જમાનાને એક અફલાતુન નમૂનો બન જોઈએ એ હુકમ મહારાજે જવાબદાર અમલદારને આપ્યા હતા. આ મંડપ અંદરની બાજુથી ભારે મખમલ અને કીમતી કિનખાબથી શણગારવાનો હતો. મંડપનો ભપકો કંઈ ઓર હતો. અંદર જરી અને કિનખાબની બેઠકે ગોઠવવાનું નકકી થયું હતું. ખાનસાહેબના માનમાં બાદશાહી મિજલસની ગોઠવણ ચાલી રહી હતી. મિજલસની તૈયારીઓ જવાબદાર અમલદારો કરી રહ્યા હતા. મિજલસને માટે પ્રખ્યાત શહેરમાંથી પ્રખ્યાત ચીજો મંગાવવામાં આવી હતી. મિજલસ માટેના સ્થાનને પણ સુશોભિત કરવા માટે જે જે વસ્તુઓ જોઈએ તે બધી મંગાવવામાં આવી હતી. મહેમાનની છાવણીની સુખાકારી જાળવવા માટે જે જે વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ. તે બધી વ્યવસ્થા થઈ ગઈ. પાણીનાં સાધનો તથા બીજી બધી વ્યવસ્થા પણ કરવામાં આવી. વકીલ ૫તાજી પંતના પત્રો તથા તે સંબંધીની સૂચનાઓ મળી, પણ મહારાજ બીજી ઘણી બાબતે પંત પાસેથી જાણવા આતુર હતા અને તેથી પંતની વાટ ચાતક માફક જોઈ રહ્યા હતા. પંત વાઈથી નીકળી બનતી ત્વરાએ પ્રતાપગઢ આવી પહોંચ્યા અને આવીને મહારાજને મળ્યા. પંતને જોઈ મહારાજને આનંદ થયો અને મહારાજાએ પંતને ખાનગીમાં લઈ જઈ અથથી ઇતિ સુધી જે જે બન્યું તે સર્વ કહેવા કહ્યું. પંતાજી પંતે જે જે બન્યું તે બધું માંડીને કહ્યું. પછી શિવાજી મહારાજે પતાજી પંતને આણ આપી અને ખાનના સંબંધી બધું જણાવવા કહ્યું. “ ખાનના મનમાં શું છે? તમે શું ક૯પી શક્યા ? બીજી બધી તપાસ તમે શી રીતે કરી ? છાવણીની વાતે, મંત્રીમંડળ સાથેના વાર્તાલાપ અને અનેક રસ્તેથી મળેલી ખબર ઉપરથી તમને શું લાગ્યું. તે સર્વ જણાવે.” પંતાજી પંતે મહારાજને ખાતરી આપી કે જે જે બન્યું તે બધું અક્ષરશઃ મહારાજ આગળ કહી દીધું છે. છાવણીની વાતે, ખાનની સાથે થયેલી વાતચીત, ખાનગી બાતમીએ, મંત્રીમંડળ સાથેની વાતચીત વગેરે ઉપરથી હું જે માહિતી મેળવી શકો તે બધી ધ્યાનમાં લેતાં મારી તો ખાતરી થઈ ગઈ છે કે ખાનના મનમાં કપટ છે. એ પોતાની દષ્ટ બુદ્ધિને ઉપયોગ કરવા ઈચ્છે છે. ખાન મહારાજને મુલાકાત માટે બોલાવી, મુલાકાત વખતે વિશ્વાસઘાત કરશે એવી મને તે ખાતરી છે. દગો ચેકસ થશે. ખાનને હું હરયુક્તિથી જાવળી તે લઈ આવું છું. આપ હિંમત પકડીને મુલાકાત એકાંતમાં લેવાની ગોઠવણ કરીને એકલા જ એને પૂરો કરો અને એના લશ્કરનો નાશ કરો એટલે થયું (શિવછત્રપતિ ચરિત્ર ૫. ૧૫). મેં તે ખૂબ વિચાર કર્યો અને દીર્ધદષ્ટિ દેડાવી ત્યારે આ એક જ ઉપાય આ સંજોગોમાં મને સૂઝે છે. મારો વિચાર જે છે તે મહારાજને ચરણે મેં સાદર કર્યો છે. હવે તે મહારાજને જ રચે તે ખરું.” પંતાજી પંતની વાત મહારાજ સાંભળતા હતા અને ઉંડે વિચાર પણ કરી રહ્યા હતા. મહારાજને ગળે પંતાજી પંતની વાત ઊતરી. પંતાજી પંતના કામથી મહારાજ સંતોષ તે પામ્યા. પંતાજી પંત બહુ ભારે જોખમ વેઠીને બાતમી લાવ્યા હતા. મહારાજ પિતાનાં માણસોની કદર કરવામાં કેઈથી ઊતરે એવા ન હતા. તાજી પંતનાં કામ અને સેવાથી ખુશ થઈ, મહારાજે પંતને ૫૦૦૦ હનની બક્ષિસ આપી (શિવ રણતિ જ પા. ૧૫). મહારાજે પંતાજી પંતને ખાનને ત્યાં પાછા મોકલવાનો વિચાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy