SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ હું ] છે. શિવાજી ચરિત્ર ૧૧૩ ગઈ છે. મહારાજનું આમંત્રણ ખાનસાહેબે સ્વીકાર્યું છે. ખાનસાહેબ તેમજ લશ્કરના ક્રાઈ પણ ! માણસને કાઈ પણ પ્રકારની અગવડ નહિ પડે તેની ખાતરી આ સેવકે મહારાજ તરફથી ખાનસાહેબને આપી છે. ” ઉપરની મતલબને પત્ર લખી પતાજી પતે ખાસ ઘેાડેસવારને મારતે ઘેાડે મહારાજ પાસે માકલ્યા. પતાજી પર્યંત બહુ કાર્યદક્ષ અને કામકાજમાં બહુ ચપળ હતે. જે કામ માટે આવ્યા તે કામ પતાવ્યા પછી ખીજાને વિચાર કરવા એમ પતાજી પત માનતા હતા. જે કામ જેની તેજ વખતે પતાવી દેનાર માણસ કામના ઉકલ જલદી કરી શકે છે, જવાબદારીના મેજો એવા માણસા એછે કરી શકે છે અને પુષ્કળ કામ હેાવા છતાં તેને ઉકેલ કરીને પણ ફુરસદ ભોગવી શકે છે. અક્ઝલખાનને જવાબ લીધા પછી શિવાજી મહારાજ તરફ પત્ર લખવાની જરા પણ ઢીલ પતાજી પતે ન કરી અને એ પતાવી દીધાથી તે પછીનું કામ હાથમાં લેવાની બાબતમાં વિચાર કરવાની છુરસદ મળી. જે કામ માટે શિવાજી મહારાજે પંતને ખાન પાસે મોકલ્યા તે કામ તેા પત્યું પણ બીજું વધારે જોખમદારીનું કામ સાથે સાથે અને તેા પતાવતા આવવાનું મહારાજે પતને કહ્યું હતું, તે હવે પતે હાથમાં લીધું. આ વધારે જોખમવાળું કામ કર્યું તે વાંચા સમજી તેા ગયા હશે. વાઈ આવવા નીકળ્યા ત્યારે મહારાજે પતને કહ્યું હતું કે બને તેટલી છાવણીની ખાતમીએ મેળવી લાવજો. આ કામ બહુ અધરું અને જોખમનું હતું, છતાં પતાજી પત કઈ ઢીલા પોચા વકીલ ન હતા. એમણે મહારાજે સાંપેલું આ કામ યથાશક્તિ પાર પાડવાના નિશ્ચય કર્યાં. પતાજી પતે ઝીણવટથી જોયું તે એમને લાગ્યું કે થેલીનું માં પહેાળું રાખ્યા સિવાય આ કામ અને એવું ન હતું એટલે પંતે થેલીના માંની દારી ઢીલી કરી. લાંચ રુશ્વત આપીને પતે બાતમી મેળવવાનું શરૂ કર્યું ( શિવ છત્રપતિને ચરિત્ર પાનું ૧૪ ), વિધવિધ રીતે અને જુદા જુદા રૂપમાં અનેક વ્યક્તિઓને બહુ સફાઈથી લાંચ આપી ગુપ્ત વાતા ભેગી કરવા માંડી. છાવણીમાં ખાનના માનીતા, મુત્સદ્દી, વજીર વગેરે સાથે મળતાવડા સ્વભાવને લીધે મળી જઈ સીફતથી વાતા કઢાવવા માંડી. ખાનગી અને ગુપ્ત બાતમી મેળવવા માટે જે જે પાઠ ભજવવા પડે તે બધા પતાજી પત ભજવે એવા હતા. એમણે અનેક યુક્તિ વાપરી અનેક ચાવીઓ ચડાવી, અનેક તાયા કરી, ધણી વાતા મેળવી લીધી. સેા વાતની એક વાત એ ન્યાયે ટૂંકમાં કહેવાનું હાય તેા બધીએ ખાતમીના ટૂંક સાર એ હતા કે અલ્ઝલખાનને શિવાજી ઉપર વિશ્વાસ ન હતા અને એ કહેતા કે શિવાજી હરામી છે, એની સાથે યુદ્ધ કરવામાં માલ નથી, એને તા યુક્તિથી જ સાંણસામાં પકડવા જોઈ એ અને એ તક તેા મુલાકાત વખતે જ સધાશે. ઉપર પ્રમાણે ખાનના વિચારા પતાજી પતે જાણ્યા. પછી પતાજી પત ખાનને મળવા અને પાછા જવાની રજા માગી. ખાને પતાજી પતને ઘટતું માન આપી વિદાય કર્યાં. ગયા ૬. ખાનના સ્વાગતની તૈયારીઓ. પોતાના વકીલ પતાજી પત તરકથી શિવાજીને ખબર મળી ગઈ હતી કે ખાન પોતાની ફાજ સાથે જાવળી આવશે અને મુલાકાતની ગોઠવણુ પણ જાવળીમાં કરવાની છે. ખાનસાહેબના ઉતારાની, મુલાકાત માટે મંડપની, ફેાજના ઉતારા માટે છાવણી વગેરેની, ગાઢવણુ કરવાની ગર્ભિત સૂચના તે પતાજી પતના પત્રમાં મહારાજને મળી ગઈ હતી. મહારાજે પેાતાના વિશ્વાસુ ગાડિયાઓની સલાહ લીધી અને ખાનના ઉતારાની, છાવણીની, મુલાકાતના મંડપની વ્યવસ્થા સંબંધી કેવી ગાઠવણ કરવી તે બધું નક્કી કર્યું અને દરેક કામ ઉપર જવાબદાર માણસા નીમી દીધા. શિવાજીએ આ સરભરાના કામની બહુ સુંદર વહેંચણી કરી હતી. સત્કારનાં કામેા સર્વાંને વહેંચી આપી દરેક કામ ઉપર એક એક જવાબદાર અમલદારની નિમણૂક કરવામાં આવી હતી. જેને જે કામ સાંપવામાં આવ્યું હતું તેમાં જરા પણ ખામી આવે તા કસર કરનારને સખત નશિયતની તાકીદ આપવામાં આવી હતી. મહારાજના હુકમ પછી કચાશ ક્રાણુ રાખી શકે? જવાબદાર અમલદારા પોતપોતાના કામે મંડી પડ્યા. છાવણી તૈયાર કરવા માટે ઝાડ, ઠૂંઠાં, ઝાડી, વગેરે કાપી મેદાન કરવા માણુસા મંડી પડ્યા. ધાટના રસ્તા સુધારવાનું કામ પણ હાથમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy