SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ પ્રકરણ ૧ લું! છે. શિવાજી ચરિત્ર પાને લખાણ છે-“અફઝલખાને તુળજાપુરમાં મુકામ કર્યો અને શિવાજીની કુળદેવી શ્રી. ભવાનીના મંદિર ઉપર છાપે મારી ભવાનીની મૂર્તિ ભાંગી નાખી. એ ભંગ થયેલા ભાગના કકડા કરી તેને ઘંટીમાં વાલી, દેવીની મૂર્તિને દળીને લેટ કર્યો” (. જદુનાથ સરકાર કૃત Shivaji and his times. 2nd edition Page 66.) તુળજાપુરના ભવાની મંદિર ઉપર ગુજારેલા અત્યાચાર સંબંધી તપાસતાં ઇતિહાસકારોમાં અત્યાચારની રીત વર્ણવવામાં મતભેદ છે. કેટલાકનું માનવું છે કે શ્રી. ભવાનીની મૂર્તિ હાંગી તેને ધટીમાં ઘાલીને દળી નાખી અને કેટલાકનું માનવું છે કે મૂર્તિ ન જડી એટલે ચિડાઈને અફઝલખાને મંદિરમાં ગાય કપાવી તેનું લોહી આખા મંદિરમાં છંટાળ્યું. આ બંને બીનાઓ ઉપર વિચાર કરતાં અમને તે બંને બીનાએ સાચી લાગે છે. હિંદ દેવમંદિરોની પદ્ધતિ વગેરેને વિચાર કરતાં બંને વાત સાચી હોવી જોઈએ એ નિર્ણય ઉપર અમે આવ્યા છીએ. તે જમાનામાં મુસલમાન સરદાર ચડી આવે ત્યારે મંદિરે તૂટવાના અને મૂર્તિઓ ભાંગવાના બનાવે સામાન્ય થઈ પડ્યા હતા. અફઝલખાન પોતાના લાવલશ્કર સાથે શિવાજી ઉપર ચડાઈ કરવા નીકળ્યો છે અને તુળજાપુરમાં મુકામ નાખે છે. તુળજાપુરની શ્રી. ભવાની દેવી ભોંસલે ઘરાણાની કુળદેવી છે અને શિવાજી ત્યાં વારંવાર દર્શન માટે જાય છે. આ દેવીની કૃપાથી શિવાજી પોતાના કામમાં ફતેહ પામે છે. આ દેવી શિવાજીના મનેય પૂરા કરે છે. આવી વાતો દક્ષિણમાં તે વખતે ઘેર ઘેર ચર્ચાતી અને બોલાતી હતી. અફઝલખાન જેવા મુસલમાન સરદારને મુકામ લશ્કર સહિત ત્યાં પડ્યો એટલે મંદિરના વહીવટદારના મનમાં મૂર્તિભંગનો ભય ઊભો થાય એ સ્વાભાવિક હતું. અફઝલ મંદિર તોડી, મૂર્તિ ભાંગવાને છે એ વાત છૂપી રીતે મંદિરના વહીવટદારે અથવા પૂજારીઓને કોઈએ કહ્યાનો પુરાવો નથી. છતાં તે વખતના સંજોગો અને મુસલમાન રાજાઓ અને શકિતવાળા મુસલમાન સરદારોનું હિંદુ મંદિરો પ્રત્યેનું વલણ અને વર્તન જોતાં, મંદિરના વહીવટદારો અથવા પૂજારીઓને અફઝલખાનના દુષ્ટ હેતુની બાતમી કઈ કહી જાય એ સંભવિત નથી. ગમે તે રસ્તે મંદિરવાળાઓને મૂર્તિ ભાંગવાના અફઝલખાનના નિશ્ચયની ખબર પડી હોય અને તેથી મંદિરની મુખ્ય પ્રતિમા ભોપાએ એ મંદિરમાંથી ખસેડી સંતાડી હેય. હિંદુ મંદિરમાં મુખ્ય પ્રતિમા ઉપરાંત બીજી ઘણી મૂર્તિઓ પૂજન માટે રાખવામાં આવે છે, એટલે મુખ્ય પ્રતિમા સંતાડી દેવામાં આવી હોય તે પણ બીજી મૂર્તિઓ સંતાડ્યા સિવાયની મંદિરમાં રહી હોય. મુખ્ય મૂર્તિ માંગવા માટે નહિ મળવાથી અફઝલખાન ગુસ્સે થાય એ પણ નવાઈ જેવું નથી અને ચિડાઈને મંદિરમાં ગાય કતલ કરાવી હોય એ બનવા જોગ છે અને જે મૂર્તિઓ એને મંદિરમાં જડી આવી તેને ભાંગીને ભૂકે કરી, ઘંટીમાં ઘાલી દળાવી પણ હેય એટલે બંને વાત સાચી હેવાને સંભવ છે. તુળજાપુરની શ્રી. ભવાનીના મંદિરની આવી દુર્દશા કરી, છતાં અફઝલખાનના અંતઃકરણને સંતોષ થયો ન હતો. મૂર્તિભંજક તરીકે કીર્તિ મેળવવાની એની ઈચ્છા હતી. તે જમાનામાં મુસલમાન પ્રજામાં માન અને કીર્તિ મેળવવાનો આ મુખ્ય રસ્તા હતા. અફઝલખાનના અત્યાચારની વાત સાંભળી શિવાજી રાયગઢથી ઉતરી જાવળી આવ્યા અને જાવળીમાં મુકામ રાખી આવતા સંકટને શી રીતે પહોંચી વળવું તે માટે પિતાના વિશ્વાસુ ગોઠીઆ, નિમકહલાલ અમલદારો અને વફાદાર સરદારો સાથે સલાહ મસલત કરવાના કામમાં રોકાયા. શિવાજી રાયગઢથી ઊતરીને જાવળી મુકામે આવી રહ્યા છે એવા સમાચાર અફઝલખાનને મળ્યો. અફઝલખાને ભીમાં એળગી પઢરપુરમાં મુકામ નાખ્યો. ભવાનીની મૂર્તિ ભાંગીને જ જે અફઝલખાન અટક હેત તે એના વખાણનારાઓ એમ પણ એને બચાવ કરી શકત અથવા અફઝલખાનનાં કૃત્યોને બચાવ કરનાર ઈતિહાસકાર અફઝલખાનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy