SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ હું તે સેનાપતિએ પોતાની નજરે નિહાળ્યો. સેનાપતિને પેાતાના પડાવની સુવ્યવસ્થા અને વ્યવસ્થિત ગાઢણુ જોઈ ને ભારે હ થયા ” ( શિવમારતા પા. ૧૭૩-૭૪ ). " આવી રીતે પડાવ નાખતા નાખતા સેનાપતિ અફઝલખાન મજલ દંડમજલ કૂચ કરતા સૈન્ય સાથે કૃષ્ણા નદીને સામે પાર ગયા. શિવાજી આ વખતે પૂના તરફ હતા એટલે અફઝલખાન ખરું જોતાં તા પૂના તરફ જ ગયા હત પરંતુ તેમ નહિ કરતાં તે વાઈ તરફ વળ્યા. અફઝલખાન પૂના તરફ નિહ જતાં વાઈ તરફ ક્રમ વળ્યે, તેનું કારણ નીચે પ્રમાણે કહેવાય છે:-ચંદ્રરાવ મારે, તેના પુત્ર તથા પ્રધાન વગેરેનેા નાશ કરી શિવાજીએ જાવળા છતી, તે પછી ચંદ્રરાવ મારેના ભાઈ પ્રતાપરાવ મારે જે બચી ગયા હતા તે નાસીને બિજાપુર ગયા હતા. ત્યાં તે બાદશાહને શરણે એ ત્રણ વર્ષથી રહેતા હતા. એની દાનત બાદશાહને ખુશ કરી તેની મહેરબાની મેળવી, શિવાજી પાસેથી બાદશાહની મદદથી જાવળી પાછી જીતી લેવી અને “ ચંદ્રરાવ ” એ ઈલ્કાબ બાદશાહ પાસેથી પેાતાને માટે મેળવી, ચદ્રરાવ મેરેની ગાદી જાવળીમાં ચાલુ કરવી એ હતી. પ્રતાપરાવ મારેએ પોતાની બાહોશીથી બિજાપુરના બાદશાહને ખુશ કર્યાં. “ જાવળીની પ્રસિદ્ધ ઝાડીમાં આવેલું ચંદ્રરાવ મારેનું રાજ્ય શિવાજી પાસેથી જીતીને હું તને આપીશ ’ એવું વચન બિજાપુરના ખાદશાહે પ્રતાપરાવ મેરૅને આપ્યું હતું. (શિવમારત પાનું ૧૭૬ ). પ્રતાપરાવ મારે સવારીમાં સાથે હતા. એને લાગ્યું કે બાદશાહે આપેલું વચન વસુલ કરી લેવાને આ મેકા છે અને આ વખતે ધારેલી મતલબ હાંસલ થાય એમ છે. તેથી પ્રતાપરાવે ઝલખાનને જાવળી તરફ વળવા આગ્રહ કર્યાં. અફઝલખાને પ્રતાપરાવ માર્ચનું માન્યું અને વાઈ તરફ વલ્યે! (શ્રી શિવમારત પાનું ૧૬૪). બિજાપુરથી રસ્તામાં પંઢરપુર, તુળજાપુર, માણુકેશ્વર, કરકમ– ભાંગે, શંભુ મહાદેવ, મલવડી, હિંમતપૂર થઈ તે અફઝલખાન વાઈ આવ્યા ( માડી રિયાલત પાનું ૨૪૩ ). અફઝલખાનના લશ્કરે વાઈ પહેાંચતા સુધીમાં રસ્તામાં ખૂબ અત્યાચાર કર્યાં. અફઝલખાનનું લશ્કર રસ્તામાં મુકામ કરતું કરતું તુળજાપુર આવી પહોંચ્યું. તુળજાપુર મુકામે સેનાપતિએ પેાતાની સેના સાથે મુકામ કર્યાં. તુળજાપુર એ શિવાજીના કુટુંબ અને ભાંસલે ધરાણાનું બહુ માનીતું પવિત્ર ધામ હતું. સિંહાજી ભોંસલેના કુટુંબપર શ્રી ભવાનીની કૃપા હતી, એ વાત ઇતિહાસપ્રસિદ્ધ છે. ભોંસલે ધરાણાની કુળદેવી શ્રી. ભવાનીનું મંદિર તુળજાપુરમાં હતું. તુળજાપુરની ભવાનીદેવી શિવાજીની કૂળદેવી છે અને શિવાજીના કુટુંબને આ સ્થાન બહુ પૂજ્ય છે તથા શિવાજી અને તેના કુટુંબનાં માણુસા ઘણીવાર શ્રી. ભવાનીનાં દર્શન માટે તુળજાપુર આવે છે એ વાતની અફઝલખાનને પૂરેપુરી ખબર હોવી જોઈ એ. તુળજાપુરમાં મુકામ નાખી, અફઝલખાને શ્રી. ભવાનીનું મદિર તોડી, અંદરની ભવાનીની મૂર્તિ ભાંગી નાખવાના વિચાર કર્યાં. મૂર્તિભજક તરીકેની કીર્તિ મેળવવા અક્ઝલખાન બહુ આતુર થઈ ગયા હતા. મંદિર ઉપર છાપે મારવાના નિશ્ચય કરી, અફઝલખાન તે કૃત્ય માટેની તૈયારી કરવા મંડી પડ્યો, તુળજાપુરના હિંદુઓને અક્ઝલખાનના આ દુષ્ટ હેતુની ખબર પડી ગઈ હતી. શ્રી. ભવાનીના મંદિરના પૂજારીઓ પણ ચેતી ગયા હતા. મંદિરના ચાલકા ચેતી જવાથી ભાષાએ દેવીની પ્રતિમા ત્યાંથી ખસેડી દીધી, અને સંતાડી ( શ્રી. ચિટણીસકૃત શ્રી શિવ છત્રપતિ મહૃાાન પાનું ૧૨૨ ). અક્ઝલખાને પેતાના દુષ્ટ સંકેત મુજબ મદિર ઉપર છાપા માર્યાં પણ દેવીની પ્રતિમા ત્યાં જડી નહિં તેથી બહુ જ ગુસ્સે થયા, આખરે અટ્ઝલખાને એક ગાય મંગાવી અને મંદિરમાં કપાવી. તેનું લેહી આખા મદિરમાં છંટાવ્યું ( મી. કિં±ડ કૃત History of the Maratha People Page 158, અફઝલખાનને પાવાડા ). કૃષ્ણાજી અનંત સભાસદ જેમણે રાજારામ મહારાજના હુકમથી શિવાજીના મૃત્યુ પછી આશરે વીસ વર્ષોંની અંદર શિવાજી મહારાજનું જીવનચરિત્ર, તે વખતે તેમને જે દફતર, કાગળ, પત્રા, લેખી પુરાવા વગેરે મળી શક્યા તેને આધારે લખ્યું છે તેમાં તુળજાપુરના મંદિર ઉપર અફઝલખાને કરેલા અત્યાચાર સંબંધી નીચે પ્રમાણેની મતલબનું એ પુસ્તકની ચેથી આવૃત્તિમાં નવમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy