SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ હું ટાળવા માટે સંકટનેસામને કરવા તૈયાર થવું એ બહુ ભારે કામ છે. શિવાજીને પકડી લાવવા એ કંઈ નાના છેોકરાના ખેલ ન હતા. શિવાજીનું બળ અને તેના લશ્કરની શક્તિ કંઈ જેવી તેવી ન હતી. પશ્ચિમના ઘાટ, ત્યાંનાં જંગલો, પહાડ અને ટેકરીએ, ડુંગર અને ખીણા વગેરેના વિચાર જ્યારે ભિન્નપુરના સરદારાએ કર્યાં ત્યારે એમની આંખે ઊધડી અને એમને લાગ્યું કે શિવાજીને પકડી લાવવા એ બહુ જોખમનું કામ છે. શિવાજીની યુક્તિએ, તેનું ચાતુર્ય, તેનું શૌય, તેની હિંમત, અને તેનું સાહસ દુશ્મને બરાબર જાણતા હતા. શિવાજીના સપાટાના સ્વાદ ઘણાએએ ચાખ્યા હતા, એટલે એને પકડવા માટે ક્રાણુ જાય છે, એ પ્રશ્ન ઊભા થતાં સર્વે શાંત અને મૂગા થઈ ગયા. શિવાજીને પકડીને બિજાપુર લઈ આવવાના કામ માટે સરદારામાંથી કાઈ આગળ ન આવ્યું. જ્યારે કાઈ ઊભું ન થયું ત્યારે બિજાપુર દરબારના સરદાર અઝલખાને એ કામ માટે બીડું ઝડપ્યું અને “ શિવાજીને તે। આમ જોતજોતામાં પકડી બિજાપુરના ખાદશાહ સલામતની સમક્ષ રજૂ કરીશ, એ ડુંગરના ઉંદર શિવાજીને જીવતા અગર મરેલા ગમે તેવા પણ પકડી લાવીશ ” એવી પ્રતિજ્ઞા લીધી ( શ્રી. સરદેસાઈ કૃત માટી રિયાસત ), ૨. અફઝલખાન. ** કૃષ્ણને હાથે હણાયાથી કંસની મહત્તા કૃષ્ણચરિત્રમાં વધી અને કંસને કૃષ્ણુચરિત્રમાં આગળ પડતું સ્થાન લેખકને આપવું પડયું. લકાને રાજા રાવણુ રાજા રામચંદ્રજીને હાથે મરાયો એટલે રામાયણમાં રાવણુને પણ મહત્ત્વ મળ્યું, તેવી જ રીતે અફઝલખાનના વધ શિવાજી મહારાજને હાથે થયેા એટલે શિવચરિત્રમાં અફઝલખાનને મહત્ત્વ આપ્યા સિવાય છૂટકા જ નથી. આપણા ચરિત્રનાયક શિવાજીનું ભાવિ ઘડવામાં જે વ્યક્તિએ બહુ આગળ પડતા અને ભારે ભાગ ભજવ્યેા છે તેવી વ્યક્તિને વાંચકાને પરિચય કરાવવાની જરુર છે એટલે એની બહુ ટુંકાણુમાં એળખાણ આપીએ છીએ. અફઝલખાન એ રાજમાતા બેગમ બારી સાહેબાના ભાઈ, જે બાદશાહી ભઠિયારખાનાના સુખેદાર હતા તેમના દીકરા થાય. એમનું નામ અબદુલ્લાલટારી અથવા અફઝલખાન હતું ( શ્રી સરદેસાઈ કૃત માટી વિલાયત્ત પૂર્વાર્ધ). “ અઝલખાન એ બિજાપુરના બાદશાહ મહમદ આદિલશાહને દાસી પુત્ર હશે કારણુ સતારા જિલ્લાના વાઈ મુકામેથી જડેલા એક હુકમનામામાં એને મહમદશાહી ” એ વિશેષણ લગાડવામાં આવ્યું છે. એની મા બાદશાહી ભઠિયારખાનામાં રસાયણ હોવી જોઈએ, એવું અલ્ઝલખાનના પાવાડા ઉપરથી માલમ પડે છે. ” બિજાપુર બાદશાહતમાં એ પહેલા વર્ગના ઉમરાવ હતા. એના જુઆ એટલે બાળ બાદશાહના પિતા જ્યારે ગાદી ઉપર હતા ત્યારે અફઝલખાનની સત્તા અને અધિકાર વધ્યાં હતાં. બિજાપુર સરકારના લશ્કરી અમલદારામાં એને દરજ્જો સૌથી ઊંચા હતા એટલું જ નહિ પણુ એ બિજાપુર દરખારના અનુભવી અને ચુનંદા મુત્સદ્દીઓમાંના એક હતા. એ હિલાલખાન અને રણુદુલ્લાખાનના પીર હતા ( પ્રા. જદુનાથ સરકાર કૃત Shivaji & his times). શકે ૧૫૫૯ માં રણુદુલ્લાખાને કર્ણાટક ઉપર ચડાઈ કરી ત્યારે અફઝલખાન તે ચડાઈમાં હતા. રણુદુલ્લાખાનના મરણુ પછી તેમની જગ્યાએ બિજાપુર બાદશાહ મહંમદશાહે અક્ઝલખાનને નીમ્યા હતા. શિવાજીના પિતા સિહાજીની ચાડીએ બિજાપુરના બાદશાહ આગળ અફઝલખાન લઈ જતો. બિજાપુરના બાદશાહે જ્યારે સિંહાને કેદ કરાબ્યા ત્યારે તેને જીજીથી બિજાપુર લઈ જવાનું કામ મહેમુદશાહે અફઝલખાનને સોંપ્યું હતું. ઈ. સ. ૧૬૪૪ માં વાઈ પ્રાન્તને સુખેદાર રણુદુલ્લાખાન મરણ પામ્યા પછી વાઈ પ્રાન્તની સુબેદારી અફઝલખાન પાસે, એને વધ થયા ત્યાં સુધી રહી એવું ઇતિહાસરસિક રાજવાડેની શેાધમાં જડી આવે છે. મુગલાની સાથે બિજાપુરના બાદશાહને વિગ્રહ ચાલ્યા અને અનેક ઝપાઝપી થઈ તેમાં અફઝલખાને બહુ શ્રૃહાદુરી, કૌશલ્ય અને હિંમત બતાવ્યાં હતાં. આ વિગ્રહમાં બજાવેલી કામગીરીને લીધે એની કીર્તિ બિાપુર રાજ્યમાં તેમજ દક્ષિગુતા મુલકમાં વધી હતી. સરદાર સિંહા છની સામે મુસ્તłાખાને ખંડ કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy