SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ ૧૩ મું ] ૭. શિવાજી ચરિત્ર ૧૯૧ મલીકબર જ્યારે અહમદનગરના બાળરાજાના રક્ષક અથવા વાલી (Regent) હતા ત્યારે એ રાજ્યના ઈરાની અખાતમાંના વેપારના બચાવને માટે મજબૂત નૌકાની કેટલી જરુર છે અને એ નૌકા હાય તા રાજ્યને કેટલા લાભ થઈ શકે તેને એને અનુભવ થયા હતા. એણે કાંકણુ કિનારે એક ખડક વાળા બેટ ( જંજીરા ) ઉપર નૌકાસ્થાન નક્કી કર્યું. કેટલાક મછવા અને મનવારે બનાવડાવી એ બધી પેાતાના એક્સિસનિયનાના કબજામાં મૂકી, આ એબિસિનિયને પેાતાને સૈયદ કહેવડાવવાનેા પ્રયત્ન કરતા હતા અને મહમદ પેગંબરના વશ જ પોતે છે એવા દાવા કરતા હતા. સૈયદ એ શબ્દના મરાઠા લોકાએ અપભ્રશ કર્યાં અને સૈયદને બદલે મરાઠાએ આ લેાકાને “ સીદી ” કહેવા લાગ્યા. જંજીરા બિજાપુરના કબજામાં આવ્યા પછી પણ બિજાપુર સરકારે એબિસિનિયન ખલાસીએ પેાતાની તાકરીમાં રાખ્યા હતા, પણ તેમને માથે પેાતાના અમલદારાને નીમ્યા હતા અને એવા અમલદારાના અમલ નીચે કેટલાક કિલ્લાઓ પણુ વ્યવસ્થા માટે મૂકવામાં આવ્યા હતા. શિવાજીના ઉદયકાળ વખતે જંજીરા એ બિજાપુરના ગવર્નર ક્રૂત્તેખાન સીદીના અમલ નીચે હતું. શિવાજીએ જ્યારે બિજાપુર ઉપર ચડાઈ કરી ત્યારે આ ગવર્નરના તાબાને સાલાધેાસાલા અને બીજો એક કિલ્લા એમ મળી એ કિલ્લા લીધા હતા. શિવાજી મહારાજની આ જીત ત્તેખાનને સાલી રહી હતી. ત્તખાન મહારાજની હિલચાલ બહુ બારીકાઈથી તપાસી રહ્યો હતા. ફત્તેખાને શિવાજી મહારાજને કાÖક્રમ અને એમની હિલચાલ જાણવા માટે બહુ બાહાશ બાતમીદારાને રામ્યા હતા. ફત્તેખાને શિવાજીની તૈયારીએ જાણી હતી. જંજીરા ઉપર મહારાજની આંખ છે અને એમણે એ કિલ્લા દાઢમાં ઘાલ્યેા છે એટલે એ માટે ભારે તૈયારીઓ ફત્તખાન કરી બેઠા હતા. શિવાજી મહારાજ પણ ક્ત્તખાનની તૈયારીથી અજાણ ન હતા. મહારાજને તે જીતની પૂરેપુરી આશા હતી. જીન્નરની છતમાં મહારાજે મળેલા અનુભવ મુજબ પેાતાની લશ્કરી પક્ષદ્રષ્ટ્રમાં ભારે સુધારા વધારા કર્યાં હતા. એમણે પેાતાના લશ્કરમાં આસરે ૮૦૦ પઠાણાને રાખ્યા હતા એ તો આપણે પાછલા પ્રકરણમાં વાંચી ગયા. આ વખતે મહારાજના હ્રયળ લશ્કરના સરદાર પ્રસિદ્ધ નેતાજી પાલકર હતા. આ વખતે મહારાજના દરબારમાં પરરાજ્ય ખાતાના પ્રધાનપદે શ્યામરાજ નીલક’ડ રાંઝેકર હતા. આ શ્યામરાજ રાઝેકરને મહારાજે લશ્કર આપીને ત્તેખાન ઉપર ચડાઈ કરવા માઢ્યા. શ્યામરાજ નીલકંઠની આ કામ માટે પસંદગી કરવામાં મહારાજે ભારે ભૂલ કરી હતી. ફત્તખાનનું બળ આંકવામાં જ મહારાજે ભૂલ કરી હતી. મહારાજે આંક્યા કરતાં કૃર્ત્તખાનનું બળ વધારે હતું. મહારાજે જે આ પહેલેથી જાણ્યું હાત । કૃત્તખાન ઉપર શ્યામરાજ નીલકંઠને માકલત નહિ. તેખાન અને શ્યામરાજ નીલકંઠની વચ્ચે લડાઈ થઈ. ફત્તેખાન આ લડાઈમાં ત્યા અને શ્યામરાજ નીલકંઠ હારી ગયા. એનું લશ્કર વીખરાઈ ગયું. આ હાર બહુ શરમભરેલી હતી. મહારાજને આ હારથી ભારે દુખ થયું અને આ હારથી થયેલું નુકસાન ભરપાઈ કરી લેવા માટે કરી જબરજસ્ત તૈયારી મહારાજે કરવા માંડી. રાધે। અલ્લામ અત્રે નામના ચુનંદા લશ્કરી અમલદારની સરદારી નીચે મહારાજે નવું લશ્કર તુરત જ મોકલ્યું. ફ્તખાન વિજયથી ફુલાયા હતા. એને લાગ્યું કે આ એની જીત એને પચી જશે અને મરાઠાઓ પાછા પડશે પણ રાધા અલ્લામે તરત જ કૃત્તખાનને ભ્રમ ભાંગ્યા. રાધા અલ્લામે નવા લશ્કર સાથે ત્તેખાન ઉપર હુમલા કર્યાં અને એને આગળ વધતા અટકાવ્યા એટલું જ નહિ પણ મારા એવા સખત ચલાવ્યા કે આગળ વધવાનું મૂકી દઈ તે કુખ્તખાનને પોતાના બચાવ માટે તજવીજ કરવી પડી. ઈ. સ. ૧૬૫૯ ના ચેમાસામાં શિવાજી મહારાજ, મેરેપત પિંગળે અને નેતાજી પાલકર કુત્તેખાન ઉપર હલ્લા કરી જંજીરા જીતવા માટે મોટું લશ્કર તૈયાર કરવાના કામમાં મંડી પડ્યા. ચામાસા પછી શિયાળામાં ચડાઈ કરી જંજીરા જીતવાને શિવાજી મહારાજને મનસુખેા હતા. મહારાજે લશ્કરમાં નવી ભરતી કરવા માંડી. લશ્કરને તાલીમ આપવાનું કામ સેનાપતિને સોંપવામાં આવ્યું. લશ્કરનું કામ લશ્કરી અમલદારાને સાંપી પોતે પોતાના ગાઠિયા અને વિશ્વાસુ અમલદારોની સાથે ભવિષ્યના કાર્યક્રમ અને વ્યૂહરચના નક્કી કરવામાં શકાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy