SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું ચાલ્યો જાય અને તેથી શિવાજી દક્ષિણમાં લૂંટફાટ ન કરે તે માટે તમારું લશ્કર તૈયાર રાખજે.” નાસીરખાન, શાહજહાનના લાવ્યાથી તમે તમારી જગા છોડશે નહિ અને તેમ કરી શિવાજીને સ્વતંત્ર બનાવશે નહિ.” “મીરજુમલા, નાસીરખાનના જવાથી એ જિલ્લે ખાલી પડયો છે. ધ્યાન રાખોપેલે કુતરો (Son of a dog ) અનુકૂળ તકની રાહ જોઈ રહ્યો છે.” રાજદ્વારી ક્ષેત્રમાં આવી જાતના છક્કા પંજાની રમત ચાલ્યા જ કરવાની. આવી જાતના પાસા ખેલવા માટે ઔરંગઝેબનો જરાએ દોષ કાઢવાની જરૂર નથી પણ પોતાના વિધી માટે (Son of a dog) કુત્તિકા બચ્ચા', એ નામ પત્રમાં લખવું એ ઔરંગઝેબનું માનસ બતાવે છે. શિવાજી મહારાજની વધતી જતી સત્તા. મહારાજને ઉત્કર્ષ અને મહારાજની ચડતી ઔરંગઝેબને કેટલી ખૂંચતી હતી તે ઔરંગઝેબને મીરજીમલા ઉપરના પત્રથી દેખાઈ આવે છે. ઔરંગઝેબને એમ લાગ્યાં જ કરતું હતું કે શિવાજીને તક મળશે તે એ મુગલ સત્તાને કચડી નાખવામાં જરા પણ વાર કરશે નહિ. શિવાજી મહારાજને પત્ર લખી ઉપર ઉપરથી ઔરંગઝેબે વિવેક બતાવ્યો પણ એના હદયમાં હલાહલ ઝેર ભરેલું હતું. શિવાજી મહારાજ પણ વખત જોઈ ને એની સાથે દાવ ખેલી રહ્યા હતા. ઉપર ઉપરના લખાણથી મહારાજ પણ છેતરાય એવા ન હતા. ગાદીને ગડ લડવા માટે ઔરંગઝેબે દક્ષિણ છોડયું. મુગલ અમલદારને પૂરેપુરી ચેતવણી મળેલી હતી એટલે એ કંઈ શિવાજીને જંપવા દે એમ ન હતા. એમણે પડેગાંવના કિલ્લાને મરામત કરી સમરાવ્યું અને પૂના તોડવાની ગેઠવણમાં પડવા. ઈ. સ. ૧૬૫૮ અને ૧૯૫૯ એ બે વરસ સુધી ઔરંગઝેબ ઉત્તર હિંદુસ્થાનમાં ગાદીની તકરાર અને ભાઈ ઓ સાથેના ઝગડામાં રોકાઈ રહ્યો એટલે મુગલ તરફની શિવાજીને ઘેાડી ઘણી નિરાંત મળી. ૪. જજીસ સાથે ઝગડે. ઉત્તર હિંદુસ્થાનમાં દિલ્હીની ગાદી માટે ઝગડાઓ ઉભા થયા, તેથી ઔરંગઝેબ તે તરફ દો અને તેમ થવાથી બિજાપુરને બાદશાહ ઔરંગઝેબની ફેંસીમાંથી સહીસલામત છૂટી શકો. મુગલોના જડબામાંથી બિજાપુર બાદશાહ છૂધ્યો પણ તેથી એ કંઈ સુખી ન થયો. એના દરબારના માંહોમાંહેના ઝગડાઓ એને બહુ દુખ દઈ રહ્યા હતા. બિજાપુરની સ્થિતિ તરફ આપણે જંજીરા પતાવીને વળીશું. શિવાજીના મુલકમાં વ્યવસ્થા યાને બંદેબસ્ત જોઈએ તેટલા પ્રમાણમાં હતા. જેમાં શિવાજી મહારાજ માટેનો પ્રેમ વધતા જતા હતા. મહારાજ હિંદુધર્મના તારણહાર છે, હિંદુત્વ ટકાવી રાખવા માટે એ ભારે સાહસ ખેડી રહ્યા છે, ગરીબના એ બેલી છે. પ્રજાને પીડનારા સામે જાનને ભોગે પણ બાથ ભીડવા એ તૈયાર હોય છે. એની લોકોને અનેક બનાવથી ખાત્રી થઈ હતી તેથી લેકે એમના ઉપર આફરીન હતા. એમના છત્ર નીચે બહુ ઉત્સાહ અને જુસ્સાથી દુશ્મન સામે લડતા હતા. શિવાજી મહારાજને આ ઉદયકાળ હતો. આ અનુકળ વખતે ઈ. સ. ૧૬૫૯ માં શિવાજી મહારાજે જંજીરા ઉપર ચડાઈ કરવાની તૈયારી કરવા માંડી. જંજીરા સંબંધી ટૂંક માહિતી વાંચકે આગળ રજૂ કરવાની જરૂર જણાયાથી રજૂ કરીએ છીએ. અહમદનગર રાજ્યના જ્યારે ભાગલા પડ્યા ત્યારે એક ખડકવાળા બેટ બિજાપુરના ભાગમાં ગયો. આ બેટને કેઈપણ જાતનું નામ આપવામાં આવ્યું ન હતું પણ એને જઝીરે ( એટલે બેટ ) એ નામથી લેકે ઓળખતા. જઝીર એ અરબી શબ્દ છે અને એનો અર્થ બેટ થાય છે. આ જઝીરા શબ્દને મરાઠા લાએ અપભ્રંશ કર્યો અને એ લોકો એને જંઝીરા કહેવા લાગ્યા અને આજે એ બેટ જંજીરાને ન ઓળખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy