SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું ૨. મહારાજ અને મારે વચ્ચે અણબનાવ. જાવળીના ચંદ્રરાવ મોરેની સાથે નહિ બગાડવા મહારાજે ઘણા પ્રયત્ન કર્યા પણ ભાવી મિયા કેણ કરી શકે? મહારાજ અને મારે વચ્ચે અણબનાવ વધતે જ ગયો અને આખરે મહારાજને હિંદુત્વના રક્ષણનું પવિત્ર કાર્ય આગળ ધપાવવામાં નડતર કરતી ખીલીને વચ્ચેથી કાઢી નાંખવાની ફરજ પડી. મોરે સાથે મહારાજને અણબનાવ થયો તેનાં કારણે નીચે આપ્યાં છે તે ઉપરથી વાંચકે જેની શકશે કે ચંદ્રરાવને વાળવે એ અશક્ય જ હતું. ૧. ઈ. સ. ૧૬૪૯ ની સાલમાં જાવળીને દેલતરાવ રાજા ચંદ્રરાવ મેરે સંતાન વગર મરશું પામ્યો ત્યારે તેની વિધવાએ શિવતખોરાના મેરે કુટુંબનો દીકરો દત્તક લીધે. વળીના વાસા માટે મોરે કુટુંબમાં કલહ જા. વિધવાએ દત્તક લીધેલ પુત્ર શિવાજી મહારાજને શરણે ગયો. મહારાજે બધી બીના બારીકાઈથી તપાસી જોઈ અને એ દત્તક પુત્રનો હક્ક સારો લાગવાથી પિતાને ટકે એ છોકરાને આપ્યો. શિવાજી મહારાજની હૂંફ, કુમક અને એથથી આ છોકરો જાવળીને રાજા ચંદ્રરાવ મારે થયો. જાવળીની ગાદી ઉપર બરાબર જામી ગયા પછી આ ચંદ્રરાવ મોરેએ મહારાજ સાથેના વતનમાં ફેરફાર કરવા માંડ્યો. શિવાજી મહારાજ ઉપર બિજાપુર બાદશાહની ઈતરાજી વધતી ગઈ. ચંદ્રરાવ મેરેએ જોયું કે શિવાજી મહારાજના પક્ષમાં રહેવાથી બિજાપુર બાદશાહની મીઠી નજરને લાભ મળતો અટકશે એટલે ધીમે ધીમે મહારાજની સાથે વિરોધી વર્તન શરુ કર્યું. બાદશાહની મહેરબાની મેળવવા માટે શિવાજી મહારાજના વિરોધી થવામાં મેરેએ જરા પણ આંચકે ન ખાધે. જેમ જેમ બાદશાહને ગુસ્સે મહારાજ ઉપર વધતા ગયા તેમ તેમ ચંદ્રરાવનો મહારાજ સાથે વિરોધ પણ વધતા ગયો અને આખરે ચંદ્રરાવ મેરે મહારાજને કો વિરોધી બન્યો. ૨. ગુજણ માવળની દેશમુખીના સવાલે ગંભીર રૂપ પકડયું. ચંદ્રરાવ મોરે પણ એ દેશમુખી ઉપર પિતાને હક્ક કરવા લાગ્યો. નબળા અને મદદ વગરનો હોવાથી કેઈનો સાચો હક્ક માર્યો જતે હોય અથવા સત્તાને જેરથી સત્તાવાળા નિર્બળને કચડવા પ્રયત્ન કરતો હોય તે નિર્બળને મદદ કરવા મહારાજ હમેશાં તૈયાર રહેતા. બળવાનની સામે નિર્બળને બચાવ કરે છે તે મહારાજની નીતિ હતી. ગુંજણ માવળની દેશમુખી બાબતમાં તપાસ કરતાં મહારાજને લાગ્યું કે કુમકને અભાવે સિલીમકરને હક માર્યો જાય છે અને બીજાઓ બળવાન હોવાથી સિલીમકરને ફાવવા દેતા નથી એટલે મહારાજે તદ્દન અનાથ એવા સિલીમકરનો પક્ષ લીધે. મહારાજના આ વર્તનથી મેરેને માઠું લાગ્યું અને મહારાજ અને મેરેની વચ્ચે વિરોધ હતા તેમાં વધારો થયો. ૩. મુસેમેરામાં રંગો ત્રીમળ નામને એક બદમાશ માણસ રહેતો હતો. એની બદમાશીથી લોકોને ઘણો ત્રાસ પહોંચતે. આ બદમાશે એક બાઈ ઉપર અત્યાચાર કર્યો. આ ગુનાની મહારાજને ખબર પડી. આ વ્યભિચારીને પકડી તેના ગુના માટે તેને સજા કરવાની હતી. મહારાજના માણસે એને પકડવા માટે ગયા. રંગે ત્રીમળને ખબર પડી કે મહારાજના હાથમાં જે એ સપડાશે તે તેને બહુ ભારે શિક્ષા થશે. પ્રજાને ધડ બેસાડવા માટે આવા ગુનાઓની સજા બહુ ભારે કરવામાં આવતી. રંગોત્રીમળ નાસીને મેરને શરણે ગયો. ચંદ્રરાવ મરેએ એને આશરો આપ્યો. વ્યભિચારનો ગુના કરી નાસી ગયેલા મહારાજના ગુનેગારને ચંદ્રરાવે આશ્રય આપે તેથી બંનેના વિરોધમાં વધારો થયો. ૪. બિરવાડીના પાટીલ (પટેલ) ઉપર ચંદ્રરાવ મેરે નારાજ હતા. મોરેની ચડતી હતી અને દિનપ્રતિદિન એ વધારે ને વધારે બળવાન બનતે જતો હતો. બિરવાડીને પાટીલ બિચારે એની સામે શા હિસાબમાં? તે શિવાજી મહારાજ પાસે ગયો અને જણાવ્યું કે મારે બહુ બળવાન છે. હું ગરીબ છું. મારે ને મેરેને સારાસારી નથી. તે મને નાહકનું નુકસાન કરે છે અને દબાવે છે. મારી પટલાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy