SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું ] છે. શિવાજી ચરિત્ર મહારાજનો વિચાર હતા. એટલે જાતે જાવળી જઈ ચંદ્રરાવને મળવાનું મહારાજે નક્કી કર્યું. શિવાજી મહારાજનો વિચાર મેરેએ જા. મહારાજનાં માણસોએ મેરે સાથે જે દલીલ કરી હતી તેની મેરે ઉપર જરા પણ અસર થઈ નહિ. હિંદુત્વરક્ષણની વાત મેરેના હૃદયને પીગળાવી ન શકી. મહારાજના જાવળી આવવાના સમાચાર મેરેએ જાણ્યા હતા. શિવાજી મહારાજ મેરેને મનાવવાની આશાથી આશાભેર જાવળી જઈ પહોંચ્યા. ચંદ્રરાવ મેરે સાથે મહારાજને ખૂબ વાત થઈ. વિવેચન અને ચર્ચામાં મહારાજે બાકી ન રાખી. હિંદુત્વના રક્ષણ માટે અને દેશને મુસલમાનોના ત્રાસમાંથી, યવનના જુલમમાંથી, મ્લેચ્છના અત્યાચારમાંથી છોડાવવા માટે, ગાય અને હિંદુ સ્ત્રીઓની ઈજ્જત રાખવા માટે રાજા ચંદ્રરાવ મેરેને પિતાના પક્ષમાં આવવા શિવાજી મહારાજે વિનંતિ કરી. મુસલમાનોની સત્તા સર્વોપરી થવાથી હિંદુ ધર્મ ઉપર મુસલમાનોએ કેવા કેવા અત્યાચાર ગુજાર્યા છે અને હજુ પણ ત્રાસ અને જુલમ વર્તાવી રહ્યા છે તેને ચિતાર ચંદ્રરાવ મેરેની આંખો આગળ ખડો કરવામાં મહારાજે જરાપણ મણું રાખી નહિ. હિંદુ સ્ત્રીઓને ઘરમાંથી ખેંચી જઈ હિંદુઓના ઘરસંસારને મુસલમાને કેવી રીતે ધૂળમાં મેળવી દે છે તેનું ચિત્ર શિવાજી મહારાજે ચંદ્રરાવ મેરે આગળ રજુ કર્યું. મેરેને મનાવવાના મહારાજના બધા પ્રયત્ન ફેગટ ગયા. મેરેનું મન જરાએ કુમળું ન બન્યું. હિંદુધર્મ અને દેવમંદિરે મુસલમાની સત્તામાં ભારે ભયમાં છે અને તેમની રક્ષા માટે, ધર્મ ખાતર, વડિલને વહાલી એવી ઈજ્જતને ખાતર અને દેશને ખાતર પિતાના પક્ષમાં જોડાવા શિવાજી મહારાજે વિનંતિ કરી તોપણ આ ચંદ્રરાવ મોરેનું જક્કીપણું જરાપણ ન ઘટયું. મને મનાવવાના કાર્યમાં મહારાજ પૂરેપુરા હારી ગયા. મહારાજનું કહેવું તે અરણ્યરુદન જેવું થઈ પડયું. ચંદ્રરાવ મોરેએ મહારાજનું જરાએ માન્યું નહિ અને મહારાજને ખાત્રી થઈ ગઈ કે મારે હવે કેટી ઉપાયે પણ માનવાને નથી. મુસલમાન બાદશાહને ખૂશ કરી, પિતાનું ઘર ભરવા માટે બાધોરપડેએ સિંહાજીને કેદ કરી, બિજાપુર મોકલ્યો તેવી રીતનો પિતા ચંદ્રરાવ મેરેએ રચ્યા હતા. મહારાજને જાવળીમાં ગિરફતાર કરી બાદશાહના કેદી તરીકે તેમને બિજાપુર મોકલી, બાદશાહ તરફથી બહુ ભારે માન પામવાની ગોઠવણ મોરેએ કરી હતી. શિવાજી મહારાજ કંઈ જેવા તેવા સાધારણ પંક્તિના મુત્સદ્દી ન હતા. ચંદ્રરાવ મેરેના પંજામાં કે એની જાળમાં સહેલાઈથી સપડાય એવા પણ ન હતા. મહારાજે તે રાજદ્વારી ક્ષેત્રમાં ચં? જેવા કેટલા માણસોને રમાડ્યા હશે. શિવાજી મહારાજ તો ચંદ્રરાવ મેરે જેવા છ મેરેને ખિસ્સામાં ઘાલીને ફરે એવા અને મેરે જેવા સાત મેરેના ભેગા કાવાદાવા જાણનાર હતા. મહારાજ તે દુશ્મનને પગલા ઉપરથી પારખી લેતા હતા. દુશ્મનના ઘરમાં જતાં પહેલાં જે જે સાવચેતી લેવી જોઈએ તે બધીજ મહારાજે લીધી હતી. દુશ્મનના ઘરમાં અને વિરોધીની હદમાં જતી વખતે જે જે તૈયારીઓ રાજદ્વારી મુત્સદ્દીઓને તે જમાનામાં રાખવાની જરૂર જણાતી તે બધી તૈયારીઓ શિવાજી મહારાજે રાખી હતી. મોરેનાં કાવત્રાંની ગંધ શિવાજી મહારાજને આવી ગઈ હતી. મહારાજ ભેદ પામી ગયા હતા. મોરેની વાતચીત ઉપરથી અને જાવળીના વાતાવરણ ઉપરથી મહારાજ દગો વર્તી ગયા હતા દુશ્મન દળ દેશે એમ સમજીને પહેલેથીજ આત્મરક્ષણની બધી તૈયારીઓ કરી રાખી હતી. મેરેએ બહુ યુક્તિપૂર્વક બાજી ગોઠવી હશે પણ મોરેએ યુક્તિથી ગોઠવેલાં માણસને હાથતાળી દઈ શિવાજી મહારાજ ચાલ્યા ગયા. મેરેના મનની મુરાદ મનમાં જ રહી ગઈ. મોરે કટુંબ સાથે ઘરોબો મીઠા રાખવાની દાનતથી મહારાજે ભગીરથ પ્રયત્નો કર્યા પણ મહારાજને યશ ન મળ્યો. ચંદ્રરાવ મારેને મનાવવામાં મહારાજ તદ્દન નિષ્ફળ નીવડ્યા. હવે તે હિંદુત્વના રક્ષણ ખાતર મેરે કુટુંબ સાથે બગામા સિવાય મહારાજને બીજો રસ્તો હતાજ નહિ. મહારાજને બહુ ગ્લાનિ થઈ. જેણે હિંદુ ધર્મના ઉદ્ધારના કામની ખાતર પિતાના પૂજ્ય પિતાનાં સંકટોને પણ વધારે મહત્વ ન આપ્યું તે શિવાજી મહારાજ મેરે સાથે સંબંધ મીઠે રાખવા ખાતર જરાપણ ઢીલું પડવા દે એવા ન હતા. હિંદુ ધર્મના મારના કામની આડે આવે તેને દૂર કરવાની એ પિતાની પવિત્ર ફરજ સમજતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy