SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર ૧૫૩ " શિવાજી મહારાજના પત્રથી મુરાદબક્ષ લલચાયે અને એને લાગ્યું કે જ્યારે તક મળી છે અને શિવાજી જેવા સરદાર માગણી કરે છે ત્યારે, સિદ્ધાજી જેવા શૂરવીર સેનાપતિને અપનાવવામાં જરાયે વિલંબ ન કરવા. આ વખતે જો આનાકાની કરીને અથવા વિલંબ કરીને તક ખાઈશું અથવા ભૂલ કરીશું તા મુત્સદ્દીપણાની ખામી ગણાશે, એમ સમજી મુરાદબક્ષે શિવાજી મહારાજને પત્ર સારી ભલામણુ સાથે મંજુરી માટે બાદશાહ તરફ તાકીદે દિલ્હી મેાક્લ્યા. શાહજહાન બાદશાહને પણ લાગ્યું કે આ તક જવા દેવી નહિ તેથી “ સિંહાજી રાજા ભાંસલેને કાઈપણ પ્રકારની શિક્ષા કર્યાં વગર ાડી દેવા. ” એવે ખરીતે દિલ્હીપતિએ બિજાપુરના બાદશાહ તરફ માકલ્યા. એ ખરીતાને આધારે ભિન્નપુર બાદશાહે સિંહાજીને જામીન ઉપર છૂટા કર્યા. સિ’હાજીને જામીન ઉપર છૂટા કર્યા, પણ બિજાપુર શહેરની બહાર જવાની એમને સખત મનાઈ કરવામાં આવી હતી. સિંહાજી રાજાના છુટકારાના સંબંધમાં તથા મેગલ બાદશાહની મહેરબાની બતાવતા એ પત્રા સુબેદાર મુરાદબક્ષ તરફથી સિ’હાજીને તથા શિવાજી મહારાજને મળ્યા હતા. ( જીએકિ કેડ પારસનીસ કૃત ‘હીસ્ટરી એક્ ધી મરાઠા પીપલ' પાનું ૧૪૯. ) ૫. શિવાજીને પકડવા માજી શ્યામરાજ, આમ શિવાજી મહારાજની ચડતી એ બિજાપુર બાદશાહના હૃદયને બહુ દુખ દેનારી થઈ પડી હતી. શિવાજી મહારાજના ઉત્કર્ષની બાતમી બાદશાહના અંતઃકરણને વીછીના ડંખતી વેદના આપી રહી હતી. શિવાજી મહારાજને હરપ્રયત્ને દાબી દેવાની બાદશાહમાં ઊભી થયેલી ઊર્મિ લેશ માત્ર નરમ પડી ન હતી. બાદશાહુ સલામતને મહારાજ ઉપર એટલા બધા ગુસ્સા આવી ગયા હતા કે એમનેા નાશ શી રીતે કરવા એ વિચારમાં એ નિમગ્ન થઈ ગયા હતા. પેાતાના દરબારના સરદારનું છે!કરુ` બાદશાહી સત્તા સામે માથું ઊંચુ કરી ખંડ પાકારે, બાદશાહની જામેલી સત્તાની જરા પણ પરવા ન કરતાં બાદશાહી ખાને રસ્તામાં લૂ 2, બાદશાહના પ્રતિનિધિઓને હાંકી કાઢી, બાદશાહી કિલ્લાઓના કબજો લઈ લે, મનગમતા મુલકા પોતાની જાગીરમાં જોડી દે અને બાદશાહની હકુમત નીચેનાં શહેશ લૂટે, આ બધા અપરાધો નજર સામે હાવા છતાં, એને સમજાવીને મનાવવાના પ્રયત્ન થાય છતાં માને નહિ અને મગજમાં રાઈ રાખે એ બાદશાહ સહન શી રીતે કરી શકે ? શિવાજી ઉપર દબાણુ ચલાવવા માટે જ સિહાજીની ગિરફ્તારી કરી હતી. બાદશાહના હૈયામાં શિવાજી માટે જબરી હેાળી સળગી રહી હતી, એટલામાં આદિલશાહી લશ્કરને શિવાજીના લશ્કરે શિરવળ તથા પુરંદરની લડાઈમાં હરાવ્યું તથા બાદશાહના વફાદાર સરદાર ખાળાજી હૈખતરાવ તથા સરદાર મુસેખાનને સમરાંગણમાં કતલ કર્યાંના સમાચારથી બળતી હેાળીમાં તેલ હામ્યા જેવું થયું. બાદશાહ અને મહારાજને સબંધ પણ બહુ કઢંગા થઈ ગયેા હતા. એક ખીજાને છેડવા સિવાય થોડા વખત સુધી તા અને મૂગા બેઠા પણ બાદશાહથી ઝાઝા દિવસ સુધી એ સ્થિતિમાં રહેવાયું નહિ. શિવાજી મહારાજને ગમે તે રસ્તે પરહેજ કરી લાવવા માટે બાદશાહે બહુ છૂપી તજવીજો કરવા માંડી. શિવાજી મહારજની બધી હિલચાલાની પૂરેપુરી ખાતમીએ મેળવવા માટે મહમદ આદિલશાહે મહારાજની પાછળ પેાતાના બહુ હેાશિયાર હેર મૂક્યા હતા અને ખની શકે તેટલી ઝીણામાં ઝીણી ખાતની ખાદશાહના હેર બિજાપુર મેાકલતા. હેરની ખખરા ઉપરથી બાદશાહે જાણ્યું હતું કે શિવાજી રત્નાગિરિ જિલ્લાના મહાડ ગામમાં વારંવાર આવે છે અને અવાર નવાર ત્યાં વાસા પણ કરે છે. મહમદ આદિલશાહને હવેલાગ્યું કે શિવાજીને જીવતા પકડી શકાય તે જીવતા પકડવા અને એમ ન અને તે તેના નાશ કરવા. શિવાજીને લાંબે વખત હવે છૂટા રહેવા દેવામાં બિજાપુર બાદશાહતને ભારે જોખમ હતું, એવી ખાદશાહની ખાત્રી થઈ ગઈ હતી. વાત આટલે સુધી વધી ગઈ એટલે ગમે તે જોખમે પણ શિવાજીને ફૈસલા કરી નાખવાના બાદશાહે નિર્ધાર કર્યાં બિજાપુર સરકારના નિમકહલાલ સરદારાએ પોતાના માલીકની આ ઈચ્છા જાણી. માલીકને રાજી કરવા માટે સર 20 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy