SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ સુ સત્તા સ્થાપવાનું શરુ કરેલું કામ રફેતરે થવાનેપૂરેપુરા સંભવ હતા. શિવાજી મહારાજ તરફથી તદ્દન નિરાશાભરેલા જવાબ જાય અને બિજાપુર જવાની પત્રમાં ના પાડવામાં આવે તે ક્રોધમાં બિજાપુર બાદશાહ સિંહાજીની જિંદગીને નુકસાન કરી બેસશે એ પનાથી મહારાજે આશા આપનારા જવાબ આપ્યા હતા. પિતાના જીવને ધક્કો ન લાગે અને એમના ઉપર ગુજરતા જુલમ અને અત્યાચાર અટક તેથી પત્રમાં શિવાજી મહારાજે બિજાપુર જવાની આશા આપી હતી. બિજાપુર ખાદશાહ, શિવાજી મહારાજ બિજાપુર આવવાના છે એ આશાએ સિહાજીને રાહત આપે અને કાઈપણ પ્રકારને જુલમ એમના ઉપર ન ગુજારે, તેથી મહારાજે બિજાપુર જવાની પત્રમાં ‘હા' લખી હતી. કાઈપણ તરકીબથી પિતાના છૂટકારા તાકીદે કરાવવાને રસ્તે મહારાજ ખાળી રહ્યા હતા. મહારાજે ચારે તરફ નજર દેાડાવી પણ કાંઈ રસ્તા સુઝયો નિહ. ચારે તરફથી સંકટા ચડી આવે તે પણ મહારાજ કદી નિરાશ થતા નહિ. મહારાજ પૂરેપુરા આશાવાદી હતા એટલે નાસીપાસ અને નાહિંમત થયા વગર યુક્તિ શોધી કાઢવાનું ચાલુ રાખ્યું. આખરે આવી પડેલા સંકટમાંથી નીકળવાને મા જડી આવ્યા અને મહારાજે તે પૂર્ણ વિચાર કરી સ્વીકાર્યો. હમણાં સુધી મહારાજે જે જે કર્યું, તેથી બિજાપુરના બાદશાહને અને જંજીરાના સીદીને માઠુ લાગે એમ હતુ. મહારાજે આજ સુધી એકપણુ કૃત્ય એવું નહાતુ કર્યું કે જેથી મુગલ બાદશાહ કે દક્ષિણના તેમના સુખેદાર ગરમ થાય અથવા મહારાજથી નારાજ થાય. મહારાજે પૂરેપુરા વિચાર કરીને જ મુગલાને છંછેડ્યા ન હતા. જો એમણે ખીજાએની સાથે મુગલ સત્તાને પણ છંછેડી હાત તે। એમનું એ નૃત્ય મુત્સદ્દીપણાની ખામી જ કહેવાત. જબરા સાથે જંગ માંડવા હોય ત્યારે બધા સાથે સ્પ્રિંગડાં ન માંડવાં અને જેની સાથે જંગ માંથ્યો હાય, તેના વિરાધીને પોતાને જ કરી રાખવા અને તે અને એમ ન હેાય તા તેને દુશ્મન તા ન જ બનાવવા. મહારાજને તા મુસલમાની સત્તા તેાડવી હતી. એમને તે શું બિજાપુર કે શું મુગલ, જે સત્તા હિંદુત્વને છલ કરી રહી હેાય તે સત્તાને નાશ કરવા હતા. હિંદુઓને દુખ દેનારા બધા એમના તા દુશ્મન હતા. એમને મુગલા વહાલા ન હતા. બિજાપુર સત્તા માટે મહારાજની ખેામાંથી અંગારા ઝરતા હતા. ત્યારે મુગલા માટે કઈ મહારાજના અંતઃકરણમાંથી પ્રેમના કુવારા ફૂટતા ન હતા. મુગલા માટે એમના મનમાં જરાયે માન નહતું. પણ મહારાજમાં હિંદુત્વના ગાંડા જુસ્સા ન હતા. એમને તેા કળે કળે કામ કાઢવું હતું. જડ ધાલી ખેડેલી સત્તાને યુક્તિથી ઉખેડવી હતી. એમણે જ્યારે પાતાની હીલચાલ શરૂ કરી ત્યારે જ પૂરેપુરી દીષ્ટ વાપરી હતી. મુગલે બિજાપુરને ગળી જવા તલપી રહ્યા હતા એ વાત મહારાજ જાણતા હતા. બિજાપુરની જામેલી સત્તા સામે મહારાજે માથું ઉઠાવ્યું ત્યારે જ એમણે જાણ્યું હતુ` કે એ સત્તા છંછેડાશે અને ભારે સંકટા વેઢવાં પડશે. એવે વખતે સંકટમાંથી છૂટવા માટે એકાદ ખારી રાખી મૂકવી એ બહુ ડહાપણભરેલું છે એ પૂરા વિચાર કરી મુગલાને મહારાજે જરાપણ નારાજ કર્યાં ન હતા. મુગલ અમલદારા બિજાપુરના નાશ જોવા આતુર હતા એટલે શિવાજી મહારાજનાં મૃત્યાથી મુગલ અધિકારીએ અંદરખાનેથી ખુશી હતા. મહારાજે દીષ્ટિ વાપરીને જ મુગલાને કાઈપણ રીતે છંછેડ્યા ન હતા. આ સંકટ વખતે પોતે વાપરેલા ડહાપણનેા ઉપયાગ કરી પિતાને છેડાવવાના મહારાજે વિચાર કર્યાં અને મુગલપતિ શાહજહાનના દક્ષિણના સુભેદાર મુરાદબક્ષ ઉપર, બિન્નપુર બાહશાહે સિંહાજી ઉપર જે સંકટ નાખ્યું હતુ. તેમાંથી તેમને છેડાવવા માટે અને પાછલું ભૂલી જઈ આ વખતે મદદ કરવા માટે બહુ વિનય અને નમ્રતાભર્યાં પત્ર લખ્યા અને તે સ્વ. દાદાજી કાદેવની તાલીમમાં તૈયાર થયેલા કારકુન મુત્સદ્દી શ્રી, રઘુનાથપત કારડે સાથે માકલાળ્યા. મહારાજ આ દાવ બહુ આબાદ ખેલી ગયા. એમના મુત્સદ્દીપણાની અને કુનેહની આ વખતે પરીક્ષા થઈ ગઈ. મુરાદબક્ષ તથા મુગલ અમલદારાએ સિંહાજી અને શિવાજીના શૌય ની વાતો સાંભળી હતી અને ઘણાએએ સિંહાજીની તલવારના સ્વાદ ચાખ્યા હતા અને અનુભવ પણ મેળવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy