SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું સિંહજી રણમેદાનમાં ઘૂમવા લાગ્યા. રણમેદાન ઉપર રાજા દસોજી, ગાજી ભાડકર, સંતાછ ગુંજાવટકર, મેધાજી ઠાકર, સરદાર ત્રીબકરાજ અને દત્તરાજ તથા એવા બીજા સરદાર સિંહાજી રાજાનું રક્ષણ કરવા લાગ્યા. જબરી ઝપાઝપી થઈ અને આખરે સિહાજી રાજા લડતા લડતા મૂછ ખાઈને પડ્યા. એ સ્થિતિમાં જ બાધોરપડેએ એમને કેદ કર્યા. સિહાજી રાજાને કેદ કર્યા પછી એમની છાવણીની ધૂળધાણી કરવામાં આવી. તેનું વર્ણન શિવ ભારતમાં આ પ્રમાણે કર્યું છે – न पल्याणं न तुरगो न करी न क्रमेलकः । ना युद्धं ना युधीयश्च न वाद्यं न च वादकः ॥ ११६ ॥ न मंचको न चोल्लो चो न पताका न च ध्वजः । न विक्रेयं न बिक्रेता नेधने न च कीलकः ॥ ११७ ॥ न कांडपटकस्तत्र न चासीत्पटमंडपः । तथा भवत् क्षणार्धेन शाहस्य शिबिरं तदा ॥ ११८ ॥ ઘોડાઓનો સામાન નથી, ઘડો નથી, હાથી નથી, ઊંટ નથી, આયુધ નથી, યોદ્ધા પણું નથી, શસ્ત્ર નથી, શસ્ત્રધારીઓ નથી, વાઘ નથી, વાદ્ય વગાડનાર પણ નથી, પલંગ નથી, છત્ર નથી, પતાકા નથી, વજ નથી, વેચવાની વરતું નથી, વેચનારાઓ પણ નથી, મેખ નથી, કંતાન નથી, તંબુ નથી, એવી સ્થિતિ સિંહાજી રાજાની છાવણીની અધ ક્ષણમાં થઈ ગઈ. સિંહાજીની ગિરફતારીના સંબંધમાં જુદા જુદા ગ્રંથકારોએ જુદી જુદી હકીકત લખી છે, પણ તે વખતની સ્થિતિ અને સંજોગે તપાસતાં સિતાજીને બિજાપુર બાદશાહના છૂપા હુકમના આધારે પકડવામાં આવ્યા હતા, એ વાતમાં વધારે વજુદ છે, એમ વાંચકોને જણાશે. સિંહાજીને કેદ કરનાર બાઝાર પડે હતે એ વાત પણ સિંહાજી મહારાજ સંબંધી લખનાર લગભગ બધા ગ્રંથકર્તાઓએ જણાવી છે. પ્રકરણ ૧૩ મું ૧. સંતાને સાથે સંચામ-શિરવળ અને પુર- | ૫. શિવાજીને પકડવા બાળશ્યામરાજ, દરની લડાઈએ. ૧ સિંહાજીની પૂર્ણ મુક્તિ. ૨ સિંહાજી સંકટમાં. ૭. પાટવી પુત્ર સંભાજીનું મરણ ૩. મહામુંઝવણમાં મહારાજ. ૮. બળદ-એલસરની લડાઈ અને રાષ્ટ્રીય ૪. મુગલ સાથે મેળાપ. ઝંડાને બચાવ, ૧. સંતાને સાથે સંગ્રામ, શિરવળ અને પુરંદરની લડાઈ ના વખતમાં એ પદ્ધતિ હતી કે કઈ મુખ્ય અને બલાત્ર સરદારને તાબે કરે હોય અથવા - નમાવવો હોય ત્યારે તેને કેદ કર્યા પછી એને માટે સામનો કરનાર તથા એને છોડાવવા માટે Sલડાઈ કરનાર એનાં સગાં તથા એના સ્નેહી જે હોય તેમના ઉપર ચડાઈ કરી તેમને પણ ઢીલા કરવા. આ કરવાનું કારણ એટલું જ કે એ સરદારની પાંખે તેડવી એટલે એ બહુ બળ ન કરી શકે અને એને જે કામ માટે અથવા જે હેતુથી પકડવામાં આવ્યું હોય તે કામ અને હેતુ સધાય. સિહાજીને પકડ્યો તે વખતે તેને મોટો દીકરો સંભાજી બેંગલરમાં હતા અને નાને શિવાજી પુરંદર કિલ્લામાં હતું. સિંહાજના કેદના સમાચાર સાંભળીને એનાં સંતાને તોફાન ન કરે તેથી નવાબ મુસ્તફાખાને સંભાજી ઉપર સરદાર ફરહાદખાનને અને શિવાજી ઉપર સરદાર ફતેહખાનને ચડાઈ કરવા લશ્કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy