SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૪૩ હતું એટલે ઘરની પાછળ ઘેર પડેએ માણસની એક ટુકડી સંતાડી રાખી હતી તે આવી પહોંચી અને સિંહાજી ઉપર ધસારો કરી તેમને કેદ કર્યા. સિંહાને તુરતજ બેડી પહેરાવવામાં આવી. પછી તેમને બિજાપુર બાદશાહ તરફ રવાના કરવામાં આવ્યા.” લડાઈ જે વખતે ચાલુ હતી તે વખતે સેનાપતિ નવાબ મુસ્તફા ખાનના હુકમનો અનાદર કરવા માટે સિંહાજી રાજા ભેંસલેને કેદ કરવા પડ્યા એમ મહમદનામામાં ગોળગોળ લખાણ કરવામાં આવ્યું છે. સિંહાને માથે આપ મૂકી નવાબ મુસ્તફા ખાનને નવાજ્યા છે. સિંહાજી રાજાને શી રીતે પકડ્યા એ વર્ણન તે શિવભારતમાં પંડિત પરમાનંદે ઠીક ઠીક વર્ણવ્યું છે. એ વર્ણનને આખો ઉતારે તે એક લાંબું પ્રકરણ થઈ પડશે, પણ તેની ઝાંખી વાંચકોને કરાવ્યા સિવાય રહેવાતું નથી. સિંહાની સત્તા દિવસે દિવસે પુષ્કળ વધવા લાગી. તે એટલે સુધી કે વખત આવે ખુદ બિજાપુર સરકારને પણ એ ભારે થઈ પડે. એની જાણ બિજાપુર બાદશાહને થવાથી અને સિંહાજીની મારફતે શિવાજી ઉપર સખત દબાણ કરાવવાની ઈચ્છાથી એને યુક્તિથી પકડીને બિજાપુર મોકલવા માટે બાદશાહના છૂપા હુકમો નવાબ મુસ્તફા ખાનને મળ્યા પછી નવાબ સાહેબે પિતાના વર્તનમાં ધીમે ધીમે ફેરફાર કરવા માંડ્યો. સિંહાજીની છાવણીએ જ્યાં પડાવ નાખ્યો હોય, તેની નજદીકમાં જ પિતાની છાવણીને પડાવ મુસ્તફાખાન નાખવા લાગ્યા. મુસ્તફાખાનના આવા વર્તનથી સિંહાજી વહેમાય અને મુસ્તફા ખાન માટે સિહાજીના હૃદયમાં શંકાના જંતુ પેદા થયો. સિંહાજી પિતાનો ભેદ પામી જાય છે એની મુસ્તફા ખાનને ખબર પડી એટલે તરત જ એણે પિતાના વર્તનમાં ફેરફાર કર્યો. અનેક કૃત્યોથી તથા સેગન પ્રતિજ્ઞાથી સિંહાજીનું મન મનાવ્યું. કૃત્રિમ વર્તનથી સિંહાના મનમાંની શંકા કાઢી નાખી. સિંહાજી બહુ ધૂર્ત અને ઝીણી નજરવાળે તથા પહોંચેલ હતું. છતાં મુસ્તફા ખાનના છક્કા પંજામાં છેતરાઈ ગયો. આ વખતે એની ઝીણવટ કામ ન લાગી. એ પૂરેપુરી છક્કડ ખાઈ ગયો. સિહાજીએ મુસ્તફા ખાન ઉપર પાછો વિશ્વાસ મુક્યો. એક દિવસે મધ્યરાત્રે મુસ્તફાખાને પોતાની છાવણીમાં પિતાના વિશ્વાસપાત્ર સરદારની એક ખાસ સભા બોલાવી અને પહે ફાટતાં જ સિંહાજીની છાવણીને ઘેરીને સિંહાજીને કેદ પકડવાનું કાવત્રુ રચ્યું. મુસ્તફા ખાનની છાવણમાંની આ વાત હેર મારફતે મોડી રાતે સિંહાને મળી. મુસ્તફા ખાનના વર્તનથી સિંહાજીના હૈયામાં શંકાને જંતુ પેદા થયો હતો. તેને મુસ્તફાખાને વાચાતુર્યથી પૂરેપુરો નાશ કર્યો હતો. ત્યારપછી સિંહાએ નવાબ સાહેબ ઉપર અજબ વિશ્વાસ મૂક્યો હતો એટલે હેરે આપેલી બાતમી બજાર ગપ માની સાવચેતીનાં એકે પગલાં લીધાં નહિ. પરહેજની પ્રાતઃકાલ. વહાણું વાતાં જ દિલાવરખાન, મસૂદખાન, સરજાયાકુતખાન, અબરખાન, કર્યાદખાન, મરાદખાન, આજમખાન, બહિલેલખાન વગેરે મુસલમાન સરદારો તથા અજવણીના રાજા, કર્ણપુરના રાજા, રાઘવ અંબાજી, વેજી ભાસ્કર, હૈબતરાજા બલ્લાળ રાજા, સિધોજ પવાર, મંવાળ પવાર, અંબાજી ભોંસલે વગેરે હિંદુ સરદારે પિતાના લશ્કરની ટુકડીઓ તૈયાર કરીને સિંહાજીની છાવણી નજીક આવ્યા અને છોવણીને ઘેરે ઘા. ઘેરે ઘાલનાર લશ્કરની પાછળનું રક્ષણ સેનાપતિ મુસ્તફા ખાન પિત કરતા હતા. છાવણીને બરાબર ચારે બાજુથી ઘેરી લીધા પછી, સરદાર બારપડે પિતાના અંગ રક્ષક ખંડેછે, અંબાજી, માનાજી તથા લશ્કરી અમલદાર યશવંતરાવ વાડવે, માલજી રાજા પવાર, તુળજી રાજા ભોંસલે તથા લશ્કર સાથે સિંહજીની શિબિરમાં પેઠે. સિંહાજી રાજા ભોંસલે સામને કરવા માટે સજજ થતા હતા એટલામાં તે વીજળીવેગે બારપડે નજદીક જઈ પહોંચે. બાછોરપડેને તદ્દન નજદીક આવી પહોંચેલે જઈ સિંહાજીના શિબિરમાંના વીર ખડોજી પાટીલે સામને કર્યો અને બાજીને આગળ વધતો અટકાવ્યો. ખંડોજી બહુ શૌર્યથી લડ્યો અને આખરે વીરગતિને પામ્યો. ખંડો પડ્યો કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy