SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૮ કું ગાઠિયા સેવા કરી રહ્યા છે તેમને અથવા તેમના વંશજોને કદી પણ ભૂલતા નહિ. પ્રજી તને યશ આપી વૈભવની ટાંચે ચડાવે ત્યારે પણ ઊંચી સ્થિતિમાં ઊભા રહીને પગ તર૬ નજર રાખજે. ચડતી આવતાં પણ પડતીને ન ભૂલવી એ ભાંસલે કુટુંબનું ભૂષણ છે. ” એ શબ્દો ઉચ્ચારી સિંહાજીના આ વફાદાર બ્રાહ્મણ કારભારી, શરૂઆતમાં મલણુના કુળકરણી, શિવાજીને તાલીમ આપી તેને તૈયાર કરનાર તેનેા ગુરુ, મહારાજના જીવનને ઘડનારાઓમાં અમગણ્ય, મુન્નુમદાર સુખા જીન્નર, સુબેદાર નામજાદ કિલ્લે ક્રાન્ડાણા, મહાલ નિહાય, ભોંસલે કુટુંબના આ નિમકહલાલ સેવક દાદાજી ક્રાન્ડદેવ ઈ. સ. ૧૬૪૭ ના ઑકટોબર માસમાં પોતાની પાછળ કૃષ્ણાપત નામના એક છેકરા મૂકી આ ફ્રાની દુનિયા છેાડી દેવના દરબારમાં ચાલ્યા ગયા. દાદાજીના મરણુથી શિવાજી મહારાજ બહુ દુખી થયા. એમને ભારે શેક થયા. જીજાખાઈ તે પણ આ વાદાર સેવકના મરણુથી બહુ દુખ થયું. દાદાજી ાન્ડદેવના મરણુ પથારી ઉપરથી કરેલા ઉપદેશની અને તેમના આખરના શબ્દોની હાજર રહેલા ઉપર ધણી ઊંડી અસર થઈ. શિવાજી મહારાજ પ્રત્યે જીવને જોખમે પણ વફાદાર રહેવાના હાજર રહેલાએ એ નિશ્ચય કર્યાં. પાતાના માલીક શિવાજી મહારાજને વફાદાર રહેવામાં હિંદુ ધર્મની પણ ભારે સેવા રહેલી છે એવું હાજર રહેલા સર્વાને લાગ્યું. હાજર રહેલાઓમાં ચાકણના કીરંગાજી નરસાળા અને સપાના શંભાજી માહીતે ( સિંહાની ખીજી બૈરી તુકાબાઈ ના ભાઈ ) ન હતા. ૪. દાદાજીના મરણ પછીતેા મામલેા. ધર, કુટુંબ કે વંશના કર્તા હર્તા માણસનું મૃત્યુ એ એની પાછળ રહેલા જવાબદાર માણુસના જીવન પરિવર્તનની ઘડી હોય છે. આવે વખતે જ માણસા ભૂલથાપ ખાય છે. આ ચાડિયામાં જે માણુસ પેાતાનું સમતાલપણું જાળવી રાખે છે, મગજને સ્થિર રાખી શકે છે, ગભરાયા વગર દીર્ધદષ્ટિ પહાંચાડી પેાતાના જીવનના માર્ગ આંકે છે તે પોતાનું જીવન પેાતાની શક્તિના પ્રમાણમાં સફળ કરે છે. મુસલમાની સત્તા પ્રજાને ભારે દુખ દર્દ રહેલી છે, જીલમાને વરસાદ હિંદુ પ્રજા ઉપર વરસી રહ્યો છે, હિંદુત્વની જડ કાઢી નાખવા માટે મુસલમાન સત્તા અનેક રસ્તા લઈ રહી છે, એવા સંજોગામાં મુસલમાની સત્તાને ઝાઝા દિવસ ટકવા દેવી એ હિંદુત્વના નાશ કરનારાઓને મદદ કરવા જેવું છે, એવું શિવાજી મહારાજને લાગ્યાં જ કરતુ હતુ. એટલે મુસલમાની સત્તા જુલમી હાવાથી તેને તેાડી પ્રજાને સુખ આપે એવી નવી સત્તા સ્થાપવાના શિવાજીએ અને એના ગાઠિયાઓએ તે નિશ્ચય જ કર્યાં હતા. ખડેખાંડે મુસલમાનની સામે મેદાને પડતાં પહેલાં પોતાના મુલકને મજબૂત અને સુવ્યવસ્થિત કરવાનું કામ તેા મહારાજે ક્યારનુંયે હાથ ધર્યું હતુ. દાદાજીના મરણ પછી શિવાજી મહારાજ પેાતાની જાગીરની વ્યવસ્થા પેાતાના મન મુજબ કરવા માટે તદ્દન સ્વતંત્ર બન્યા. શિવાજી મહારાજ પોતાના વન અને વિવેકથી પ્રજામાં અતિ પ્રિય થઈ પડ્યા હતા. મહારાજે જાગીરના કારભારની લગામ હવે સ્વતંત્ર રીતે પૂરેપુરી પેાતાના હાથમાં લીધી. શિવાજી મહારાજ પોતાના મુલકના સ્વતંત્ર રીતે કારભાર ચલાવે છે, એ વાત મહારાષ્ટ્રમાં ફેલાઈ અને તેથી લાકા પોતાની મેળેજ રાજીખુશીથી આવીને પેાતાની સેવા મહારાજને ચરણે અર્પણ કરવા લાગ્યા. મહારાજ આવેલી તક જ્વાદે એવા નહતા એટલે જેટલા આવ્યા તેમની સેવા સ્વીકારી. દરેકની લાયકાત જોઈ, લાયકી મુજ્બ કામ ઉપર દરેકની નીમણૂક કરી. પૂના તરફની પેાતાના બાપની આખી જાગીરનું સ્વતંત્રપણે કારભાર કરવાનું નક્કી કર્યું. દાદાજીના મરણ પછી જાગીરની પૂરેપુરી જવાબદારી હાથમાં લઈ ને નમુનેદાર વ્યવસ્થા કરવાના પ્રયત્ના શિવાજીએ શરૂ કર્યાં. નવી સત્તા સ્થાપવાના મહારાજના નિશ્ચય હવે તે વધારે દૃઢ થઈ ગયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy