SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૧૫ દાદાજી માંદગીને બિછાને પડ્યા. દાદાજીને પિતાસ્થાને ગણીને શિવાજી મહારાજે એમની આદરપૂર્વક સેવા ચાકરી કરી. મહારાજની ચાકરી અને માવજત જોઈ મરણને બિછાને પડેલા વૃદ્ધ દાદાજીને સંતોષ થયો. જેણે અંતને વખત સાથે તેણે સર્વ જીવન સાધ્યું એમ કહેવાય છે. શિવાજીએ અંતને વખત સાવ્યો હતો. માંદગીને બિછાને પડેલા પિતાની એક કર્તવ્યનિષ્ઠ છોકરો જેટલી કાળજી રાખે અને જે બરદાસ કરે તેટલી કાળજી મહારાજે દાદાજીની રાખી અને બરદાસ કરી. - દાદાજીની માંદગી દિવસે દિવસે વધતી જ ગઈ. દાદાજીને માટે મહારાજે દેશપરદેશથી વૈદે અને ધવંતરિ બોલાવ્યા હતા. સર્વે થાક્યા અને માંદગી વધતી ગઇ. દાદાજીને લાગ્યું કે હવે એમનો અંત સમીપ આવતો જાય છે. પિતાના વહાલા શિવાજીને આખરને આશીર્વાદ અને અંતની શિખામણ આપવાની ઘડી આવી પહોંચી છે એમ દાદાજીને લાગ્યું. દાદાજીએ જાગીરના બધા જવાબદાર અમલદારો, ગેઠિયાઓ, વિશ્વાસુ ચાકર, નિમકહલાલ કરે, મહારાજના મદદગાર, વગેરેને બોલાવ્યા. દાદાજીએ ભેગા મળેલા બધાઓને, શિવાજી મહારાજને જીવને ભોગે પણ વફાદાર રહેવા સમજાવ્યું. પિતાના માલીકે જે કામ આરંળ્યું છે તેમાં તનમન ધનથી મદદ કરવા દાદાજીએ કહ્યું. પછી વૃદ્ધ દાદાજીએ આંખમાં આંસુ સાથે મહારાજના માથા ઉપર હાથ ફેરવી અંતઃકરણથી આશીર્વાદ આપ્યા. હિંદુધર્મના ઉદ્ધારને માટે. હિંદ સ્ત્રીઓની ઈજ્જત બચાવવા માટે, હિંદ દેવમંદિરોના રક્ષણ માટે. ગૌ બ્રાહ્મણનું પ્રતિપાલ કરવાને માટે અને હિંદુઓની ઈજજત લૂંટનારાઓને, હિંદુધર્મનું અપમાન કરનારાઓને, તેમના જુલમી કલ્યો અને અત્યાચારને માટે, તેમને સજા કરવા, જૂની જુલમી સત્તા તેડી નવી સત્તા સ્થાપન કરવા માટે જે કામ શરુ કર્યું છે તે કામમાં આખર સુધી મક્કમ રહેવા મહારાજને દાદાજીએ અસરકારક શબ્દોમાં ઉપદેશ કર્યો. શિવાજી જાલમી સત્તાને તેડનાર, પિડાઈ રહેલી પ્રજાને ઉગારનારો થશે અને એના આ સત્કાર્યમાં સર્વેએ સંપૂર્ણ મદદ કરવી અને મહારાજને નિમકહલાલ રહેવું એવો ફરીથી બધાને દાદાજીએ ઉપદેશ કર્યો. આરંભેલા રાષ્ટ્રહિતના કાર્યમાં શિવાજીને યશ આપવા અને મહારાજને તંદુરસ્તી સાથે લાંબું આયુષ્ય આપવા દાદાજીએ પ્રભુની પ્રાર્થના કરી. શિવાજી હિંદુ ધર્મને તારણહાર બને એવી શક્તિ પ્રભુ શિવાજીમાં મૂકે એવી પરમકૃપાળુ પરમેશ્વર પાસે દીનવદને દાદાજીએ યાચના કરી. અંતની ઘડી આવી પહોંચતાં જ દાદાજીએ શિવાજીના માથા ઉપર અતિપ્રેમથી હાથ ફેરવ્યો. બન્ને આખામાંથી અશ્રુધારા વહી જતી હતી. મોં ઉપર હાથ ફેરવી દાદાજી બોલ્યા “પિડાતી પ્રજાને ઉગારવા માટે, ગૌ બ્રાહ્મણની રક્ષા માટે, હિંદુત્વની રક્ષા માટે તે જે કામ હાથ ધર્યું છે તેમાં પ્રભુ તને યશ આપશે. તારું ઉત્તરોત્તર કલ્યાણ થશે. શિવાજી ! વહાલા શિવબા ! તને મારા અંતરના આખરના આશીર્વાદ છે. ઈશ્વર તારી ઉમેદ બર લાવશે. તારા એકના એકવીશ થશે. દુનિયામાં તારી કીર્તિ ચમકશે અને યાદવ કુળને તથા સિસોદિયા વંશને તારે હાથે ઉદ્ધાર થશે. શિવાજી! મને, આ વૃદ્ધ ડોસાને યાદ કરી દુખી થતા નહિ. મને ભૂલી જજે, પણ મારા શબ્દ નિરંતર યાદ રાખજે. વિજયને વાયુ બહુ વિષારિ હોય છે, તે તું ભૂલતા નહિ. જ્યારે જ્યારે તને વિજય મળે ત્યારે ત્યારે વિજયના આનંદને તું ઉભરાવા દેતે નહિ. તારું ધારેલું કામ જ્યારે પાર પડે, જ્યારે ફળીભૂત થાય ત્યારે વિજયને આનંદને પચાવવાની તે ટેવ પાડજે. ઉમદા ઝાડ ફળે છે ત્યારે જેમ લચે છે, તેમ તું જ્યારે ફળીભૂત થાય ત્યારે લચી જજે. ધર્મનું અભિમાન રાખજે પણ સત્તાને ગર્વ ન રાખો. દુશ્મનથી ડરતે નહિ, આફતથી હિંમત હારતે નહિ. પ્રશંસાનાં ગલગલિયાંને તું ભેગ બનતો નહિ અને ખુશામતિયાની ખુશામતથી તું ફુલાતે નહિ. પ્રજાને અપરાધ થયે તેને સુધારવા માટે કડક શિક્ષા કરજે પણ એમને દુખી કરતો નહિ. પ્રજાની શુભ લાગણી એ રાજ્યના પાયાની મજબૂતી છે. પ્રજાનાં સુખ, સંતોષ અને આબાદી એ જ રાજાનો સાચે વૈભવ છે એ વાત તું કદી પણ ભૂલતા નહિ. કેઈએ અજાણે કરેલાં નાનાંસૂનાં અપમાને ભૂલી જજે, પણ તારે ઉદયકાળ થતાં આજે તારી પડખે રહી કાળના જડબામાં માથું મૂકી તારા જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy