SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૮મું છે. રાજવાડેને અભિપ્રાય નીચેની મતલબને છે. “કિલ્લે કંઈ ઝટપટ બંધાતા નથી, તેથી રાજગઢની શરૂઆત તેરણ કબજે કરતાં પહેલાં થયેલી હોવી જોઈએ. રાજગઢ બાંધ્યા પછી તરણ સહજ હાથમાં આવી ગયે.” મુરબાડ અથવા દુર્ગાદેવીના ડુંગરની માગણી શિવાજી મહારાજે બાદશાહ પાસે કરી હોત તો સિંહાજીની દરમિયાનગીરીથી અને ભલામણથી મહારાજ એ ડુંગર બહુ સહેલાઈથી મેળવી શકત. પણ શિવાજીએ એ રસ્તો ન લીધો અને બાદશાહને જણાવ્યા સિવાય ડુંગર કબજે કરી, કિલ્લે દુરસ્ત કરી, નવી માંચીઓ બાંધવાનું સાહસ ખેડયું. શિવાજીએ લીધેલ રસ્તે દાદાજી કેન્ડદેવને ન ગ. કડવાશ પેદા કર્યા સિવાય કળે કળે જેટલું કામ સધાય તેટલું સાધવું એ વૃદ્ધ દાદાજીને રસ્તે હ. શિવાજી મહારાજે આરંભેલી આ હીલચાલ કેટલીક બાબતમાં દાદાજીને અંતઃકરણથી ગમતી અને દાદાજી તેને હરેક રીતે ઉત્તેજન પણ આપતા. શિવાજી મહારાજની મુસલમાની સત્તા તોડી પાડવાની નવી યોજનાના સંબંધમાં દાદાજી તદ્દન મક્કમ નહોતા રહી શક્યા. આ બાબતમાં વૃદ્ધ દાદાજીને વિચાર હીંચકા ખાતા હતા. દાદાજી કેનદેવની એવી પણ ઈચ્છા ખરી કે શિવાજીએ બિજાપુરના દરબારમાં રહી નામના મેળવવી, કીર્તિ સંપાદન કરવી અને પોતાની હિંમત હોશિયારીથી ઊંચી પદવી પામી ધારેલી મતલબ ધીમે ધીમે હાંસલ કરવી. દુર્ગાદેવીના ડુંગર ઉપરના રાજગઢને સમરાવી ત્યાં નવી માંચીએ બંધાવી એ કૃત્ય દાદાજીને ન ગમ્યું. મહારાજના આ કૃત્યથી દાદાજી નારાજ થયા હતા. આ કૃત્ય માટે દાદાજીએ મહારાજને ઠપકે ૫ણુ આયો હતે. શિવાજી મહારાજને દાદાજી માટે ભારે માન હતું એટલે એ એમના ઠપકાથી ઉશ્કેરાઈ દાદાજીનું અપમાન કરે એવા અવિચારી ન હતા. પાણી બહુ તીખું હતું. કાઈનું જરા પણ સાંખે એમ ન હતું, છતાં જેને વડિલ માન્યા તેમને તેલ એ બરોબર રાખી શકતા હતા. વડિલ માનીને દાદાજીને શિવાજી મહારાજ પૂરેપુરું માન આપતા. એમની સામે બોલતા નહિ. એમનું અપમાન કરતા નહિ, અને એ જ્યારે ઠપકે ત્યારે સહનશીલ બનીને સાંખતા. દાદાજીએ આપેલ ઠપકે શાંતિથી શિવાજી મહારાજે સાંભળી લીધે, પણ તેથી એ પોતાના નિશ્રયથી જરાપણ ડગ્યા નહિ. મહારાજ બચપણથી જ બહુ મક્કમ સ્વભાવના હતા. રાજદ્વારી દષ્ટિથી પૂરેપુરો વિચાર કરી એમણે આ સાહસ ખેડયું હતું અને વિચારપૂર્વક એક વખત કરેલ નિશ્ચય કેઈની ઈતરાઓને કારણે કે કોઈ ઠપ દે તેથી ફેરવે એવા સ્વભાવના એ ન હતા. દાદાજીનો ઠપકે, મહેણાં, ઈતરાજી, મહારાજે મૂગે મેઢે સહન કર્યો, પણ પિતાના વિચારમાં એ તદ્દન મક્કમ રહ્યા. રાજગઢની બાબતમાં મહારાજને તેમની માતા જીજાબાઈને પૂરેપુરે ટકે હતા. દાદાજીનું દિલ મહારાજે જાણી લીધું હતું. આ બાબતમાં એમની ઈતરાજીની પણ મહારાજને પૂરેપુરી ખબર હતી પણ દાદાજીની બહાલ મરજી મેળવવા કરતાં કિલ્લો તૈયાર કરવાની જરૂરિયાત એમને વધારે મહત્ત્વની લાગી, તેથી દાદાજી પ્રત્યે માન અને પ્રેમ હોવા છતાં, તેમના ગુસ્સાની દરકાર ન રાખતાં શિવાજી મહારાજે કિલ્લાનું કામ તાકીદે પૂરું કરવા માટે મેરોપંત પિંગળને ખાસ ખબર આપી. દાદાજી કેડદેવે આ વાત જાણી અને આ કૃત્યનું પરિણામ મા આવશે અને પરિણામે માલીકની જાગીરને નુકસાન થશે, એમ સમજી આ નિમકહલાલ વૃદ્ધ દાદાજીએ શિવાજી મહારાજને મનાવવાના પ્રયત્ન શરૂ કર્યા. જાગીરના વજનદાર માણસને દાદાજીએ ભેગા કર્યા અને મહારાજને તેમની મારફતે સમજાવવાનું શરૂ કર્યું. મહારાજ પોતાના વિચારમાં મક્કમ હતા અને દાદાજીના આ બધા પ્રયત્ન ફોગટનાં ફાંફાં હતાં. દાદાજી પ્રત્યે શિવાજીને માન હતું, પણ તે કરતાં વધારે લાગણી એમને હિંદુત્વને માટે હતી અને એ લાગણી એવી જાજવલ્યમાન અને ઊંડી હતી કે હિંદુત્વના રક્ષણના નિશ્ચયમાં એ જરાએ ફરતા નહિ. દાદાજીને ઘણું માઠું લાગ્યું પણ શું કરે? શિવાજી મહારાજનાં આ કો સંબંધી એક વીગતવાર પત્ર દાદાજીએ સિંહાજી તરફ રવાના કર્યો હતો. આ પત્ર પહોંચ્યા પછી પણ સિંહાએ શિવાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy