SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું] છે. શિવાજી ચરિત્ર ૧૧૧ ૨. રાજગઢને ઉદય, તેરણાગઢને મહારાજે કબજે લીધે તેથી બેવડે ફાયદો થયો. એક જાગીરના મુલકની પિતાની ધારણા મુજબ મજબૂતી થઈ અને બીજી તરણ કબજે કર્યાથી એ ગાળાના મુસલમાની અમલદારનું ઈ ગયું. શિવાજી મહારાજના આ કત્યની લેકે ઉપર સારી અસર થઈ અને મહારાજની નવી યોજનાને આડકતરી રીતે ઉત્તેજન મળ્યું. શિવાજી મહારાજના આ હિંમતભર્યો કર્યો તે કાળના મહારાષ્ટ્રના યુવકોનું ધ્યાન ખેંચ્યું. તાજા અને ચડતા લોહીના હિંમતવાન નવજુવાનોને લાગ્યું કે મહારાજે શરૂ કરેલા હિંદુત્વ બચાવના કામમાં પિતાનો ફાળો આપવો જોઈએ. મુસલમાન સત્તાધીશોના હિંદુઓ ઉપરના અત્યાચાર, અન્યાય અને જુલમને લીધે જુલમી સત્તા વિરુદ્ધ જુવાનિયાઓનાં લેહી તો ઊકળી રહ્યાં હતાં, પણ એમને દોરનારની ખોટ હતી. શિર સાટે મેડ બાંધવા કેઈ તૈયાર થતું ન હતું. મહારાજ તે કામ માટે તૈયાર થયા એ જોઈ એમના કામમાં મદદરૂપ થઈ પડવાનું જુવાનિયાઓએ નક્કી કર્યું. શિવાજી મહારાજનાં કામમાં સામેલ થવાનો ઘણું જુવાનોએ વિચાર કર્યો. નીચેના યુવકે તો મહારાજની નવી યોજનામાં જોડાયા. આ યુવકેએ ઉચ્ચ ભાવનાથી પિતાની સેવા શિવાજી મહારાજને ચરણે સાદર કરી અને મહારાજના કામમાં આ યુવકે બહુ મદદરૂપ નીવડવ્યા હતા. ભેંસલે કુટુમ્બની જાગીરની વ્યવસ્થા કરનાર સિંહાજી રાજા ભોંસલેના દીવાન, કિલ્લે કડાણુના સુબેદાર રા. દાદાજી કેન્ડદેવે જાગીરની વ્યવસ્થા માટે કેટલાક બહુ કાબેલ અને ચુનંદા મુત્સદ્દીઓને ખાળી લાવીને જગીરની નોકરીમાં રાખી, મુલકની સુંદર આબાદી કરી, નમુનેદાર વ્યવસ્થા કરી હતી. આ ચુનંદા મુત્સદ્દીઓના દીકરાઓ અને બીજા કેટલાક મહારાષ્ટ્રના પાણીદાર યુવાનોને શિવાજી મહારાજની નોકરીમાં જોડાઈ, હિંદુત્વનું રક્ષણ કરનારી નવી સત્તા સ્થાપવાના કામમાં મદદરૂપ બનવાની ઈચ્છાથી મહારાજને ચરણે પિતાની સેવા અર્પણ કરવાને વિચાર થયો. ઘણું બ્રાહ્મણ, પ્રભુ અને માવળા યુવાને જુલમી સત્તાને તેડવાના શુદ્ધ હેતુથી મહારાજની નોકરીમાં દાખલ થયા. તોરણ કબજે કર્યા પછી ઘણુ જુવાનિયાઓ શિવાજી મહારાજની નોકરીમાં જોડાયા તેમાં નીચેના યુવકે એ મહારાજની, મહારાષ્ટ્રની, હિંદુત્વની અને તે દ્વારા આખા ભરતખંડની ભારે સેવા કરી હતી. એ યુવાનનાં મુબારક નામે નીચે પ્રમાણે છે – (૧) મોરે ત્રીબક પીંગળે (૨) અણછ દત્ત (૩) નિરાજી પંડિત (૪) રાવજી સોમનાથ (૫) દત્તાજી ગોપીનાથ (૬) રધુનાથપંત અને ગંગાજી મંગાજી. તરણું કબજે લીધા પછી અને તેની આજુબાજુની જમીન મેળવ્યા પછી મહારાજની નજર તેરણગઢને અગ્નિ ખૂણામાં આસરે ત્રણ માઈલ દૂર આવેલા મુરબાડ અથવા મુદ્રાદેવ અથવા દુર્ગાદેવીના ડુંગર તરફ વળી તે ડુંગર ઉપર એક કિલ્લે હતો. તેને કબજામાં લઈ, મુલકની મજબૂતી વધારવાનું મહારાજને શ્રેયસ્કર લાગ્યું. તે ડુંગરને પિતાના તાબામાં લઈ, કિલ્લાને દુરસ્ત કરવાનું કામ મહારાજે શરૂ કરાવ્યું. કામ બહુ તાકીદે ચાલતું હતું. એ કિલ્લામાં ત્રણ નવી માંચીએ બંધાવી અને તેને સુવેળા. સંજીવની, અને પદ્માવતી નામ આપ્યાં. આ કિલ્લો તાકીદે તૈયાર કરવાનું કામ મહારાજે પિતાના વિશ્વાસ અને કિલ્લાઓના કામના કાબેલ એવા રાજેશ્રી મેરે ત્રીબક પગનેને સોંપ્યું. મહારાજનું ફરમાન માથે ચડાવી, મેરેપતે કિલ્લો તૈયાર કરવાનું કામ ધમધોકાર ચલાવ્યું. આ કિલે રાજગઢ કિલ્લાને નામે ઓળખાય છે. કેટલાક ઈતિહાસકારો લખે છે કે ડુંગર કબજામાં લઈ શિવાજી મહારાજે તેના ઉપર કિલો બંધાવ્યો, પણ કિલ્લે નવો બંધાવવાનું મહારાજે શરૂ કર્યાનું સંભવતું નથી. કિલ્લે ભાગી તૂટી હાલતમાં હયાત હશે. તેને ઉત્તમ રીતે સમારી મજબૂત કર્યો હોય એજ સંભવે છે. રાજગઢ કિલ્લાના સંબંધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy