SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૦૭ तुमचा डोगर माथा पठारावर शेंद्री लगता स्वयंभू आहे. त्याणी आम्हास यश दिलेव पुढे तो सर्व मनोरथ हिंदवी स्वराज्य करुन पुरविणार आहे. त्यास बावास हवाल होउ नये. खामखा सांगावा आणि तुम्ही तो कागद घेउन सिताब हुजूर येणे. राजश्री श्री दादा पंताचे विद्यमाने बावाचे व तुमचे व आमचे श्री पासी इमान जाले ते कयम वज्र प्राय आहे, त्यां त अंतर आम्ही व आमचे वंशज लेकराचे लेकरी वतन वगैरे चाल विण्या विसी कमतर करणार नाही. हे राज्य व्हावेहे श्रीचे मनांत फार आहे या प्रमाणे बावचे मनाची खतरी करुन तुम्ही येणे, बहुत काय लिहिणे.' ઉપરના પત્રને ગુજરાતીમાં સાર નીચે મુજબ. શિવાજી રાજા તરફથી રા. દાદાજી નરસપ્રભુ દેશપાંડે તા. રહીરોરે તથા વેલવંડખેરે. મેહેરબાન વછરને હુકમ બિજાપુરથી સિરવલીના અમીનની મારફતે તમારા ઉપર આવ્યું તે તમને મળે તે જાયું. આ હુકમ વાંચીને તમારા પિતા નરસી બાવા દિલગીર થયા છે વગેરે હકીકત તમે લખી તે પણ જાણી. જવાબમાં જણાવવાનું કે શાહની સાથે કોઈપણ જાતની બેઈમાની તમે કે અમે કઈ કરતા નથી. તમારા ખોરાના શ્રી રોહીડેશ્વર સ્વયંભૂ મહાદેવ આપણને અનુકૂળ છે. એણે જ આજ સુધી આપણને યશ આપે અને ભવિષ્યમાં પણ હિંદવી સ્વરાજ્ય સ્થાપન કરાવીને તે આપણને પૂરેપુરે જશ આપશે. તમારા પિતાને નાસીપાસ થવા દેતા નહિ. એમને ધીરજ આપજે અને તમે એ પત્ર સાથે તાકીદે રૂબરૂ આવીને મળશે. રાજે શ્રી દાદાજી પંતની સલાહથી તમે, હું અને તમારા પિતાજી ત્રણે એક બીજાની સાથે વચનોથી બંધાયા છીએ. એ વચને તમારે દઢ કાયમ વજપ્રાય સમજવાં. જે નક્કી થયું છે તેમાં અમે અથવા અમારા વંશજ અથવા તેમના બાળબચ્ચાં, વતન વગેરે ચાલુ રાખવાની બાબતમાં જરાયે ફેરફાર કરીશું નહિ. આપણે ધારીએ છીએ તેવા પ્રકારનું રાજય થવાને ઈશ્વરી સંકેત છે. એવી પ્રભની ઈચ્છા છે એવી રીતની તમે તમારા પિતાના મનની ખાત્રી કરીને તરત આવો. વધારે શું લખું?” ૭. બિજાપુર બાદશાહ મહમદ આદિલશાહ, બાદશાહે શિવાજી મહારાજને મનસૂબો જા. બની શકે તો એમના મદદનીશ માવળા દેશમુખને, બહુ ધાંધલ ધમાલ કર્યા સિવાય દાબી દેવાને ઘટતે પ્રયત્ન બિજાપુર દરબારે કર્યો. શિવાજી મહારાજની તૈયારીઓ અને ગુપ્ત હિલચાલની છૂપી ખબર બાદશાહ, ચાડિયાઓ મારફતે મેળવી લેતે હતિ. ખુદ બાદશાહે અને તેના મળતિયા મુત્સદ્દીઓએ આ નવા ઊભા થયેલા સંકટને શી રીતે સામનો કરવો તેનો વિચાર કર્યો. શિવાજી મહારાજે ચલાવેલી છુપી ચળવળ બાદશાહની ગરદન ઉપર ઘા કરનારી થઈ પડશે એની જાણ બાદશાહને હતી તેથી જ આ હિલચાલ દાબી દેવાનું બાદશાહે નક્કી કર્યું, પણ એ દાબી દેવામાં પણ જોખમ હતું એ બાદશાહ જાણી ગયો હતે. બકરી કાઢતાં ઊંટ ન પેસી જાય તે માટે બાદશાહ બહુ સાવધ હતા. સિંહાની શક્તિથી પણ બાદશાહ પૂરેપુરો વાકેફ હતા. સંજોગો એવા હતા કે શિવાજી મહારાજની સાથે ખુલ્લું વેર બાંધવામાં બાજી બહુ રીતે કથળી જાય એમ હતું. બનતાં સુધી શિવાજી મહારાજની સાથે ખુલ્લું વેર બાંધવાના પ્રસંગે ટાળવાનું જ બાદશાહે એ સંજોગોમાં દુરસ્ત ધાર્યું હતું. શિવાજી મહારાજના મદદનીશ માવળા દેશમુખે ઉપર જે વધારે દબાણ થાય અને એમનાં વતન વગેરે જપ્ત કરવામાં આવે તે શિવાજી મહારાજના પક્ષમાં ઘણુ માણસને ધકેલ્યા જેવું થાય. એ નીતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy