SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું વાને વિચાર કર્યો અને શિવાજી મહારાજના મદદનીશ એટલે જે દેશમુખ મહારાજની યોજનામાં સામેલ હતા તેમને હર પ્રયત્ન ફોડવાનો કે દાબી દેવાનો અથવા તેમ ન બને તે તેમનો નાશ કરવાને બાદશાહે વિચાર કર્યો. હીરાના દેશમુખ દાદાજી નરસપ્રભુને બિજાપુર બાદશાહતના અધિકારી તરફથી તારીખ ૩૦ મી માર્ચ ઈ. સ. ૧૬૪૫ ને રોજ લખેલે નીચે પ્રમાણેનો પત્ર મળ્યો હતો. ઈજત આસાર દાદાજી નરસપ્રભુ દેશપાંડે, તાલુકા રહીડરે અને વેલવંડખોરે. જણાવવાનું કે શાહજી રાજાને કરજંદ શિવાજી રાજા, શાહ સાથે બેઈમાની કરી રહ્યો છે અને એણે બંડખેર માવળાઓને શાહની સામે ભેગા કર્યા છે. એ બધાએ તારા ગાળાના રહીડેશ્વરના ડુંગરોમાં આશરો લીધા હતા. એ શિવાજી રાજા રાજગઢને જે કિલ્લે બચાવી પડયો છે તે પણ તારા જ ગાળામાં વેલવંડની નજીક આવેલું છે. શિવાજીએ ભેગા કરેલા કામાં તું સામેલ હતા અને તું એ રાજાની કમક કરે છે અને સીરવલીના અમારા અમીનના કબજામાં રહેતું નથી, એની દરકાર કરતા નથી અને ભરણું પણ એને ભરતું નથી. અમારા અમલદારોને તું બહુ મગરૂરીના જવાબ આપે છે એવી અમને ખબર મળી છે. આ કૃત્યે તારી ઈજ્જત આબરુને શોભાવનારાં નથી તે તારે સદર અમીનની રૂબરૂમાં રજૂ થઈ જવું અને ભરણું ભરી દેવું. જે એમ કરવામાં નહિ આવે તે ખુદાવંતશાહ તને બિજાપુર લઈ જઈને ગરદન મારશે અને તારાં ઈનામ અને વતન ખાલસા કરશે. આ બધી વાત ધ્યાનમાં લઈ અમારા અમલદારની રૂબરૂમાં રજૂ થઈ જવું. ઉપર પ્રમાણેને પત્ર દાદાજી નરસપ્રભુને મળ્યો. પત્ર વાંચી ઘરડા નરસપ્રભુને બહુ ખેદ થયા. દુખની કલ્પના કરી વિચાર કર્યા પછી કૃતિ માટે તૈયાર થવું તેના કરતાં સંકટ સામે હિંમતથી બાથ ભીડવા તૈયાર થવું એ ઘણું જ અઘરું છે. આફતની કલ્પના કરી તેની સામે થવા તૈયાર રહેવું અને આફત આવીને ઊભી હેય ત્યારે તેની સામે થવું એમાં બહુ ફેર છે. આફતની કલ્પનાથી તૈયાર થયેલા ઘણા માણસનાં દિલ આફત દેખીને ભાગી જાય છે. સંકટની કલ્પના કરી નરસપ્રભુ શિવાજી મહારાજ સાથે જોડાયા હતા છતાં સંકટ સામે આવીને ખડું થયું ત્યારે નરસપ્રભુના દિલને સહેજ ધક્કો તે લાગે. નરસપ્રભુને લાગ્યું કે દુખની શરૂઆત થઈ ચૂકી. વતનવાડી નાકાતિયા થવાને વખત આવી લાગ્યા. દુખ જ્યારે વિકરાળ રૂપ ધારણ કરીને દરવાજે આવીને ઊભું રહે ત્યારે હિંમત સાચવી રાખવી એ મહામુશ્કેલ કામ છે. એવે વખતે હિંમત ટકાવી રાખે તેની જ કિંમત છે. એ જ પરે હિંમતવાળે ગણાય. ઘરડા નરસપ્રભુનું દિલ જરા દબાયું, પણ જુવાન દાદાજીએ બાપને હિંમત આપી. દાદાજી નરસપ્રભુએ બનેલી બધી હકીકતને વિગતવાર પત્ર બિજાપુરના અધિકારીના હુકમની નકલ સાથે શિવાજી મહારાજ તરફ રવાના કર્યો અને આવા સંજોગોમાં શું કરવું તે માટે સલાહ માગી. શિવાજી મહારાજ તે વૈર્યને હતા. આવાં આવાં સંકટોથી એ જરાયે ગે એવા ન હતા. એમનામાં હિંમત હતી તેની સાથે પહોંચ પણ હતી. મગજ ઉપર કાબુ એ કાઈપણ સંજોગોમાં ખેતા નહિ. દાદાજીના પત્ર ઉપર વિચાર કરી તારીખ ૧૭ મી એપ્રિલ, ૧૬૪૫"ને જ નીચે પ્રમાણે જવાબ મહારાજે કલાવ્યો સિવાણી રાખે. रा. दादाजी नरसप्रभु देशपांडे व कुळ० ता. रोहिरखोरे व वेलवंडखोरे चासी. तुम्हास मेहेरबान वजिराचा विजापुराहून हुकुम आला तो ठागे सिरवलीहून अमिनानी तुम्हा कडे पाठविला. त्याज वरुन तुमचे बाप नरसोबावा हवाल दिल जाले वगैरे कितेक बहुतेक लिहिले. यास शहासी बेमानगिरी तुम्हीव आम्ही कहीत नाही. श्री रोहिरेश्वर तुमचे खोरियातील आदि कुलदेव Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy