SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૬ છે. વિનંતિ ગુજારવાનું સાહસ ખેડયું છે. પિતાજી આપ તે બાદશાહ સલામતના નોકર રહ્યા, એટલે હિંદુ હોવા છતાં હિંદુત્વનું અપમાન કરનારાં કૃત્ય તરફ આંખ આડા કાન કરવાનું આપને ઠીક લાગે છે. હિંદુઓનું હડહડતું અપમાન કરનારાં આ કૃત્ય બંધ કરવા માટે આપ તથા આ બાદશાહતને બીજા હિંદુઓ પણ બાદશાહ સલામતને નથી વિનવતા. આ જમાનાના મુસલમાની સત્તાના આધાર સ્થંભ તરીકે મનાતા અને ગણુતા હિંદુ મુત્સદીઓ તથા હિંદુ સરદારે તે દીર્ઘસૂત્રીપણાને નમૂને જ બની બેઠા છે. પોતાનાં કૃત્યેની અસર સાચા માણસ ઉપર અચૂક થશે અને તેથી અમુક રીતે અમુક પગલાં લેશે અને એવાં પગલાં લેશે તે આપણને અચુક નુકસાન થશે એવી ગણત્રી ગણવામાં આજના હિંદુ મુત્સદ્દીઓ નિપુણ નીવડ્યા છે. આ જમાનામાં હિંદુઓનાં ફળદ્રુપ ભેજાનો ઉપયોગ આફત અને સંકટનું ભૂત કલ્પનાથી ખડું કરી, તેને નજર સામે રાખવામાં થઈ રહ્યો છે અને હિંદુઓને અનેક કારણોને લીધે સંકટ કલ્પી લઈ ભડકવાની આદત પડી ગઈ છે એવું દેખાય છે. હિંદુઓની ધાર્મિક લાગણીઓ સાચવવા માટે બાદશાહ સલામતને વિનંતિ કરવામાં પણ ભારે સંકટ માથે આવી પડશે એમ માની કોઈ વિનંતિ પણ નથી કરતું. પિતાજી ! આપને નથી લાગતું કે હિંદુઓ આવી વધારે પડતી શંકાશીલ લાગણીની વૃત્તિથી પોતાનું અધઃપતન કરી રહ્યા છે. આવી વિનંતિ કરવાથી બાદશાહ સલામતની નાજુક લાગણી વખતે ઘવાઈ જાય અને એવું થાય તે દુનિયામાં અનર્થ થઈ જાય, એવું હિંદુ સરદારે અને દરબારીએને લાગતું હોવાથી તેઓ આ બાબતમાં પણ મૌન સેવી બેઠા છે, એ હું સારી રીતે સમજું છું. યવનેના અન્નની આ અસર છે. હિંદુઓ જ આવી આવી અસરને અધીન થઈ, પિતાનાં મૂળ કાપી રહ્યા છે. પિતાજી યવનોનાં આ કૃત્યોથી મને તે પગથી માથા સુધી ઝાળ લાગી રહી છે, પણ મારી ઝાળ શા કામની ? હું તે લાચાર છું. મારા મનની આવી સ્થિતિ છે. આવી દશામાં પિતાજી ! હું એટલી જ આપને ચરણે નમ્ર પ્રાર્થના ગુજારું છું કે ભર રસ્તામાં થતે ગોવધ અને ખુલ્લે છગે બજારમાં વેચાતું ગમાંસ જ્યાં સુધી બંધ ન થાય, ત્યાં સુધી પ્રભુની ખાતર, હિંદુ ધર્મની ખાતર, દરબારમાં આવવાનું મને દબાણ ન કરશે. પિતાજી ! મને આ કહેતાં ભારે દુખ થાય છે, પણ હવે તે મને લાગે છે કે જે હિંદુ ધર્મ ઉપર મને સારો પ્રેમ હોય તે આ બાબતના મારા વિચારો આપને ચરણે સાદર કરી દેવા જોઈએ. પિતાજી ! મારી લાગણી હું આપને ચરણે ન પ્રકટ કર્યું તે બીજે ક્યાં કરું ? ખુલે છોગે થતા ગોવધની તથા ગોમાંસ છડેચોક વેચાય છે તેની બંધી ન થાય ત્યાં સુધી હું દરબારમાં નથી આવવાનો એવી મારી પ્રતિજ્ઞા છે. પિતાજી ! આ બાળકને ક્ષમા કરશે. હું જાણું છું કે આપને આ કહેવામાં મેં વિનયભંગ કર્યો છે એમ લાગશે. પણ હું તદન ના ઈલાજ થયો ત્યારે જ આપને આ કહેવાની મેં હિંમત ધરી છે. પિતાજી! આપના ચરણ મને વહાલા છે, એ પવિત્ર ચરણે ઉપર મારું શિર મૂકી હું પાવન થાઉં છું, પણ કોણ જાણે શા કારણથી મને હિંદુ ધર્મ આ જીવનમાં સૌથી વધારે વહાલું લાગે છે. એને માટે, એની સેવામાં, દુખ અને સંકટો આવી પડે તે પણ તે સર્વે વેઠવામાં મને ભારે આનંદ આવશે એવું મારું મન મને અંદરથી કહ્યા જ કરે છે. મારી લાગણીઓને વિચાર કરી પિતાજી મને દરબારમાં ન લઈ જતા. આ બધું કહ્યા છતાં આપ દબાણથી મને દરબારમાં ખેંચી જશે તે આપનું દિલ દુભાવવાની મારી ઈચ્છા નથી પણ આપના આવા દબાણથી મારા અંત:કરણ ઉપર ભારે આઘાત થશે, મારા દિલને જબરો ધક્કો લાગશે. આ યવન રાની માન હાનિ કરી રહી છે. તેની સામે થવાની શક્તિ તે હિંદુઓએ ખાઈ પણ હિંદુઓ પિતાને પડતાં દુખો બેલી નાખવા માટે પણ શક્તિવાળા ન થાય તે મને લાગે છે કે હિંદુઓનું આવી બન્યું છે. પછી સરદારી, માનવૈભવ અને જાગીર એ બધું તેને માટે? પિતાજી! મને તે બહુ દુખ થાય છે.” શિવાજી રાજાનું આ બેલવું સાંભળી સિંહાજી તો સ્તબ્ધ જ થઈ ગયા. હિંદુધર્મ ઉપરના પુત્રને પ્રેમ જોઈ સિંહાજી ચકિત થયા પણ એમને લાગ્યા જ કરતું હતું કે આ છોકરે બહુ ઉતાવળો થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy