SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અનમાળી એવામાં પ્રભુ મહાવીર પધાર્યા. નગર બહાર દૂરના બગીચામાં. ગામમાં વધામણ આવી. પણ કોણ બહાર નીકળે! સહુ મિતની બહીકે અંદર ભરાઈ રહ્યા. બહાર નીકળવાની હિંમત ચાલી નહિ. આ વખતે એક જુવાનને ઉમંગ થયો. ગમે તે ભોગે જગતગુરુના દર્શન કરવા. તે મહાત્મા અહીં પધારે ને આપણે બીકણ ઘરમાં ભરાઈ રહીએ. અરે ! એ તે ડરપિકપણાની હદ! મરણ કેટલી વખત આવવાનું છે? જે મંદવાડ અને અકસ્માતમાં મરવું પડે તે આવા ધન્ય પ્રસંગે જ શાને ન મરવું? જે થવું હોય તે થાય પણ જગ...ભુના દર્શન જરૂર કરવા. આમ વિચાર કરી તે તૈયાર થ. ન લીધી તરવાર કે ન લીધી લાકડી. એ હથિયાર જગતગુરુના દર્શન વખતે નભે. ત્યાં તે વેરવિરોધ ભૂલી પ્રેમ ભાવે જવું જોઈએ. આ જુવાનનું નામ સુદર્શન શેઠ. તેણે માતાપિતાની રજા માગીઃ પૂજ્ય માતાપિતા! નગર બહાર હદયનાથ પ્રભુ મહાવીર પધાર્યા છે. તેમના દર્શને જવાની ઇચ્છા છે. માબાપ આ સાંભળી ગભરાયા. દીકરા! એ તે નગર બહાર છે. ત્યાં કેમ કરીને જઈશ ? હજુ અજુનમાળીએ સાત માણસ માર્યાની ખબર આવી નથી. સુદર્શન કહે, “માતાપિતા ! તે ખબર આવી હોય કે નહિ પણ મારી જવાની ઈચ્છા છે. મને આજ્ઞા આપે.” માબાપને જીવ શું ચાલે ? તેમણે આગ્રહ કરીને કહેવા માંડયુંઃ નગર બહાર જવું એટલે મતના મેંઢામાં જવું. એ કાળમુખે અર્જુન કોઈને મૂકે તેમ નથી. દીકરા વિચાર છેડી દે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy