SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી અંજના ૧૨૩ કાંઈ ન કહેવાય ! જો આવી પુત્રીને હું સધરીશ તે પ્રજા પણ ખરાબ ચાલે ચાલશે. પછી એને હું શી રીતે અટકાવી શકીશ ? માટે એવી પુત્રીનુ માઢું પણ મારાથી ન જોવાય. કેટલાંકે ટેકા આપ્યા, ત્યારે એક પ્રધાન બેન્ચેા: દીકરીને જયારે સાસુ તરથી દુઃખ પડે ત્યારે પિતાને ઘેર જ આવે. કદી તેની સાસુએ ક્રોધમાં આવી તેને કાઢી મૂકી, તેા શુ આપણાથી પણ કાઢી મૂકાય ? માટે જ્યાં સુધી આ નિર્દોષ છે કે ગુન્હેગાર છે એવું ન જણાય ત્યાંસુધી તેને રાખીને તેનું પાલન કરી. આ સાંભળી રાજા કહે, સાસુમા એવી હાય પણ કાંઈ વહુએ આવી જોઇ ? ગમે તેમ ઢાય પણ આ પુત્રીને આપણાથી નજ રખાય. આમ વિચાર કરી તેને ગમે ત્યાં ચાલ્યા જવાવી આજ્ઞા કરી. દ્વારપાળે રાજાના હુક્મ બજાવ્યા. માને ખબર પડી. પણ રાજાના હુકમની ઉપરવટ શે જવાય ! ભાઈઓ પણ કાંઇ ન મલ્યા. ભૂખથી પીડાએલી, થાકથી લોથપોથ થઈ ગએલી ને સહુએ તળેલી અંજના નગરમાંથી બહાર નીકળીને ચાલવા લાગી, અંજનાના પગે હવે લાહીની ધારા થાય છે. શરીર લથડી ખાય છે. છતાં તેણે કહ્યું વસંતમાળા ! હવે તેા કાઇ દૂર જંગલમાં ચાલેા. આ નિર્દય માણસાનાં માઢાં જોવાં ગમતા નથી. ત્યાં ફળ ફુલ ખાઇને ગુજારા કરીશુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy