SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૪૭) સુધા–બિંદુ ૧ લું જૈનત્વને અંગે પ્રતિકૂળ છે એમ માલમ પડે તેને તે શ્રીસંઘમાં કદી પણ સામેલ કરી શકાય નહી, જેનામાં શ્રદ્ધા વિવેક અને કયા છે, એ વર્ગ તે શ્રાવક અને શ્રાવિકા. અને શ્રી જીનેશ્વર ભગવાન નના વચનમાં અપવાદ વગરની શ્રધ્ધા રાખે છે અને આગામેએ દર્શાવેલું સાધુ જીવન ગાળે છે, તેજ સાધુ સાવિ આવા શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાવિ એ ચારે મળીને જે જુથ થાય છે તેનું જ નામ જૈન સંઘ. ભગવાનની ભકિતપૂવર્ક શ્રી સિધ્ધગિરિને ભકિતભાવપૂર્વક સંઘ નીકળ હોય અને એ સંઘ જેઓ પીકેટીંગ કરવા તૈયાર થઈ જાય તેવા છકી ગયેલા માણસને પણ તમે જૈન સંઘમાં ગણવા માંગતા હોતે સમજી લે કે તમને સંઘની પવિત્રતાને ખ્યાલ જ નથી જૈન શાસનમાં સદા સર્વદા અનુકુળ રહેનારા, સદા સર્વદા શાસ્ત્રને જ પ્રમાણ માનનારા અને પંચ મહાવ્રતને ધારણ કરેલા એવા સાધુઓને જે પઠાણ કહે છે, જન શા કે જે જગતના સાહિત્યમાં આગમને નામે ઓળખાય છે એ આગમને બંડખોરોના ફતવા કહે, તેને તમે સંઘમાં ગણું શકતા નથી. સંઘની વિસ્તારપૂવર્ક આ રીતે વ્યાખ્યા કરું છું તેનું કારણ એ નથી કે જે સુધારકે સાધુ સંસ્થા પર ટીકા કરે છે તેમની જોડે હું વિરેાધ વધારવા માંગુ છું. મારા કથનને આશય તે એ છે કે હું તમને જૈન સંઘ એટલે શું તેજ માત્ર સમજાવવા માંગુ છું. અલબત્ત કદાચ શાસ્ત્રિય જ્ઞાનની અજ્ઞાનતાને લીધે જૈનત્વના બરાબર આચાર વિચાર પાળી શકાતા ન હોય, તે ભલે; પણ જનત્વના આચાર વિચારોને, પ્રભુકથિત માર્ગને આગમેએ દર્શાવેલા રસ્તાને જે વિરોધ કરે છે તેને તે એ સંઘમાં પિસા ભારનું પણ સ્થાન નથી, શ્રમણ સંઘની ભકિત કરવામાં અશકિતએ કે બીજા કારણે અપુર્ણ રહે, જિનવંદન નિયમિત ન થઈ શકે સામાયિક પ્રતિકમણ પણ નિયમ પ્રમાણે ન થઈ શકે તે બધું ચાલે ખરું, પણ જેઓ જૈન આગમ એટલે જૈન શાસ્ત્રી તેને જ નાશ કરવામાં માંગે છે તેને તમે જન સંઘમાં ઘડીભરમાં પણ ઉમેરાવી શકે નહીં. જે માણસ શાસ્ત્ર કથિત આચાર વિચારેને ત્યાગ કરે છે, તે માણસ જાતેજ સંઘમાંથી રાજીનામું આપી છુટે થાય છે. એટલે તેને બહિષ્કાર કરવાની વાતજ સંભવિત નથી. જેમને સાધુ સંસ્થાને ઉચ્છેદ વળી શાસ્ત્રા બેટા છે અથવા તેમાં વિકાર થયે છે એમ લખવું અને સંઘમાં પણ રહેવું એ કદી બની શકે નહી, જે શ્રદ્ધા વિવેક અને કીયાને રાખે છે તેવાજ વર્ગને શ્રાવક અને શ્રાવિકા ગણેલે છે અને એ શ્રાવક શ્રાવિકા અને સાધુ સાધ્વી મળીને જૈન સંઘ થાય છે. ધર્મ ઉપરની શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહેનારાઓ શાસ્ત્રદષ્ટિએ સંઘમાં ગણાય નહી અને એવા જ પિતાને સંધ તરીકે જાહેર કરે તે તેમને માટે શાસ્ત્રકારોએ સંઘ નથી પણ હાડકાને ઢગલો છે એવું વાક્ય વાપરે તે તે ઉચિત છે. પરલેકના હિતની બુદ્ધિએ ભગવાન શ્રી જીનેશ્વર દેવનું વચન જેઓ સાધુઓ પાસે સાંભળે છે, તેનું નામ પણ શ્રાવક સમ્યકત્વાદિ સહીત ઉંચામાં ઉંચી સમાચારો શ્રવણ કરે તે પણ શ્રાવક છે. આવા શ્રાવકના જુયને કોઈ પણ માણસ હાડકાને ઢગલે કહી શકે નહી આ જુથ તે ખરેખરે જૈન સંઘ છે. જેઓ સમ્યકત્વને નામે શુન્યના અધિકારી છે, વિરતિને ઓળખતા નથી ઓળખવા માંગતા પણ નથી સાધુ પાસે આવવાની ઈચ્છા સરખી પણ નથી. રાજદ્વારી મીટીંગમાં જવાને વખત છે પણ પર્યુષણ જેવા મહાપર્વમાં પણ જેમને ઉપાશ્રયમાં આવવાની ઈચ્છા નથી તેમને કઈ પણ માણસ સંઘમાં ગણી શકે નહીં. એટલું જ નહી પણ તેને સાચે શ્રાવક પણ નજ ગણી શકાય. જે તમારે શ્રાવક થવું હોય તે શ્રાવકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy