SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. ( ૨૧ ) સુધાબિંદુ ૧લું, આ વસ્તુ બરાબર સમજાય ને અંતરમાં ઠસે ત્યારેજ માધ્યસ્થ ભાવનાનું તત્વ ધ્યાનમાં આવશે. ભાવનાને ઉપગ કેમ કરે. આ માધ્યસ્થ ભાવનાને અર્થ પણ વિવેકથી કર વાને વિરોધી ગમે એમ બેલે તે પણ આપણે ન બોલવું એ એને અર્થ લેવાને નથી. તમારાથી રોકાય, બચાવાય, તમારા સધર્મીઓનું, તેમના સમ્યકત્વનું રક્ષણ થાય તે માટે તમારે પ્રયત્ન કરવાની જરૂર છે. તમે કહેશો આ તે તમે બેઉ બાજુ ધકકા મારે છે. એક પાસથી ચુપ રહેવાનું કહે છે અને બીજી પાસેથી તનતોડ મહેનત કરવાનું કહે છે. એ કેમ બને ? બેઉ વાત કેવી રીતે સિદ્ધ થઈ શકે ? થાય, બેઉ બાબત કહું છું તે પૂર્ણ વિચારથી જ કહું છું. કારણકે તમારે એમ કરવું જોઈએ. સમીઓના બચાવને માટે, વિરતિના બચાવ માટે તમે તનમનધનથી કટીબદ્ધ થાઓ એ પ્રમદ ભાવનાને માટે કહું છું. એ વધારે ડુબી ન જાય એ માટે માધ્યસ્થ ભાવનાને કહે છે. પણ રક્ષક રાજનીતિ રાખવાને તમને હક છે, જ્યાં સુધી એમાં મલિનતા-સ્વાર્થ ન પ્રવેશે ત્યાં સુધી. પીજાને તેડવા માટે જગાત ઉભી કરે તે વખતે રાજ્યના પગલાને ન્યાયી ન ગણાય. જેમ દેશના ઉદય માટે રક્ષક જગાત ઉભી કરવી પડે, તેવી રીતે પ્રમોદ ભાવના પણ ઉપયેગી નીવડે છે. આ સમજશે એટલે ઉદ્યમ કરવાનું કહ્યું તે તે ઉદ્યમ કયાં કરે ને કેમ કર, અને ન કરવાનું કહ્યું તે તે કયાં ન કરે ને કેમ ન કર, એ ઝટ સમજાશે. આ ચાર ભાવનાઓ તે સમ્યકત્વની ભાવનાઓ. વૈરાગ્ય ભાવ, વૈરાગ્ય ભાવમાં કહે છે કે અશરણ ભાવનામાં ધર્મ એ શરણના છે. ધર્મ એકજ એવી વસ્તુ છે કે જેનું મનુષ્યને જગમાં સાચું શરણ છે. આમાં પણ શંકા ઉપસ્થિત કરનાર છે. કહેશે કે ધર્મને ઢગલે કરે તે તેનું શરણ મળતું નથી, કારણકે તીર્થકર ગણધર સિવાય ધર્મને ઢગલે બીજે કયાં મળવાને હતે? પણ એવાને થે મતની આગળ કયું શરણ મળ્યું ? મેતના જડબામાંથી તે તેઓ પણ નીકળી શક્યા નહીં આવા ધર્મ ધુરંધર મૃત્યુની દાઢમાં દબાઈ જાય તે ધર્મ શરણ છે એ કેમ માની શકાય ? અનેક તીર્થકર, ગણધર, કેવળી એ જમની દાઢમાં જકડાઈ ગયા, છતાં હજીયે ધર્મ શરણ છે એમ તે શું જોઈને બેલે છે? સ્ત્રીથી માર ખાતે જાય ને “લે લેતી જા' બેલતે જાય, તેમ ધર્મ શરણ બેત્રી જાઓ છે, બીજું શું? પણ જરા વધુ ઉંડે વિચાર થાય તે કેવું સારું. એક દાખલ લઈએ. લીલા કુંજાર છોડવાઓને અગ્નીએ બાળી નાંખ્યા, એના પર પાણી નાખ્યાથી શું વળે ? અગ્નીએ બાળી નાંખેલા એ કુમળા છોડવાઓ ફરીવાર નવપલ્લવિત થવાના નથી જ એ સૈ કઈ જાણે છે. પરંતુ તેમ છતાં અગ્નીથી બળતા છેડવાઓને અટકાવવા હોય તો પાણીનું શરણ છે એમ કેણ નહીં બોલે? આમ શા માટે? કારણ કે જેટલું બન્યું એટલું તે બન્યું પણ પાણી મળે તે બીજું નવું ન બળે, એ લાભ કંઈ છે ન કહેવાય. અને પાણી મળે ને નવું બળતું અટકે તે પાણીનું શરણ મળ્યું એમ કહેવાય. આ પ્રમાણે આયુષ્યના ગે એક વખત મોત થયું, પણ એ મત અટકાવનાર જે કઈ હોય તે તે ધર્મ જ છે. નવા મતને ધર્મ દૂર કરે છે. નિયમિત થયેલા મૃત્યુને ધર્મરકી શકતા નથી કારણ કે એ નિર્માણ છે, પણ નવા મૃત્યુને ધર્મ રોકી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy