SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિધુ. ( ૨૦ ) સુધા-બિંદુ ૧ લુ. મગજ ચાલ્યું ગયું. આ ખસ્યું તે એવું ખસ્યું કે કલેકટરને પણ ઉધડા લઇ નાંખ્યા. એકદમ જગતમાં કેટલાક રમણભાઇએ છે. તેમની આગળ દેવગુરુની વાત કરે એટલે ગાંડા થઈ જાય છે, ધન, મિલ્કત, વેપાર, વૈભવ, કુટુંબ, કબીલા વિષે વાર્તા કરી તેા કઇ નહી. જેએ આવા મહુ કી હાય એટલે કે ૪માં ખુખ ઉંડે સુધી ડુબેલા હાય, અને દુનિયાદારીની વાતેામાં ડાહ્યા રહે પણ દેવગુરુધર્મની વાતામાં રમણભાઈ ખનતા હાય, તેમની આગળ ચૂપકીદી પકડવાનુ શાસ્ત્રકાર કહે છે. જ્યાં બીજો માણસ હુએ તે જગ્યા પર્ ચૂપકીદી પકડવીજ ચેાગ્ય છે, ડુમતાને તારવા શી રીતે? તારનારે એવી રીતે હાથ ફેરવવા જોઇએ કે જેથી આપણા હાથના ધક્કાએ એ તરે નહીં તેા ભલે, પણ ડુખે તેા નહીં...જ. આપણે તારવા માંગીએ છીએ ને તારી શકીએ તે! તે એથી રૂડું ખીજું શું? પણ એ યત્ન એવા થવા જોઈએ કે જેથી બીન ચૂક તે બચવા પામે, ભલે તરતાં ન આવડે, પણ આપણુા હાથનાજ ધકકાને લીધે ડુબી ન જાય એ આપણને સંભાળવાનું, રમણભાઇ જેવા આપણા હાથના રમકડાં અને એ કરવાનું આપણને ન પાલવે. તેવા પ્રસંગે મધ્યસ્થપણું જાળવવું જોઇએ. આના અર્થ એમ નથી લેવાના કે અનિષ્ટ થવા દેવું. અનિષ્ટ હુમલા થવા દેવા ને જોયા કરવું એવા આના અથ નથી, ધિથ્યોની ફરજ છે કે હલ્લા તે રાકવાજ, પણ તે બીજાને તારવાની બુદ્ધિથી, બીજો ડુબવા ન પામે એ સાચવવાનુ હોય ત્યારે મધ્યસ્થ ભાવના રાખવાની અને કરવામાં એ તરફ ઉદાસિનતા કેળવવી ન પડે. એમ માલમ પડે કે આપણા પ્રયત્નથી બીજો વધારે ડુબશે તે તે પ્રયત્ન શુદ્ધ હેાવા છતાં છેડી દેવા એ માધ્યસ્થ ભાવના. જે તરી શકે એમ હોય તો તે કરવા ચાગ્ય છે, પણ તેમ ન થાય તે મૈત્રી અને કારૂણ્ય ભાવનાપર પાણી ફરી વળે છે. તપેલી પાંચશેરી પર પાણી નાખ્યાથી શું વળે ? વધારે ગરમી કાઢે. પાણીને મૂળ સ્વભાવ અગ્નીને ખસેડવાના. ગરમ પાણી પણ દેવતાને એલવે છે, એકલુ ઠંડુ પાણીજ એલવે છે એમ નથી, અગ્ની જેવા અગ્ની પાણી પડતાંજ કરી જાય છે. એ પ્રમાણે શાસ્ત્રના કઠાર તીવ્ર એવાં પુણ્ય વચને મિથ્યાત્વ અને અવિરતિના અગ્નીને ઓલવી નાંખે છે ત્યાં નાખવાની પૂરજ છે, પણ તપેલી પાંચશેરી પર પાણી નાંખવું જેમ નિરર્થક છે, પાણીના નકામા વ્યય થાય છે, તેમ દુર્ભાવ્ય, અભવ્ય, અને મિથ્યાત્વી જીવાને શાસ્ત્રના વચનેા ન ખપે, એવો વચને ન ખપે, એટલુજ નહિ પણ એવાં વચને તેઓ ન ઝીલી શકે, દુરાગ્રહથી ઘેરાયલાને શાસ્ત્રના વચનેા ફાયદા ન કરે તેવે વખતે મૈ!ન પકડવુંજ ચેાગ્ય છે. આ સમજાય તે પ્રભુ મહાવીરનું કાર્ય અપકૃત્ય હતુ એમ નહી લાગે. પ્રભુમહાવીરે શું કર્યુ હતુ? ગાશાળા મહાવીરને તિરસ્કાર કરવા આવે છે ત્યારે તેએ સાધુઓને શું કહેવડાવે છે ? તેઓશ્રી કહેવડાવે છે કે તેની સાથે ઉત્તર પ્રત્યુત્તર ન કરશે. આ ઉપદેશ ખાટો હતા ? આ વખત પ્રભુ મહાવીરની ફરજ એ હતી કે સાધુઓને ‘બધી શકિત સાથે તૈયાર રહેા’ એમ કહેવું, એવુ કાઇને લાગતું હશે, ગાશાળા સરખા માટે મહાવીરે હથીયાર ઉતરાવ્યાં. પ્રભુ મહાવીર મહારાજાએ એ બધા સાધુઓને શા માટે કયા ? અરે, ગુરૂ કેવળી તી કનુ અપમાન સહન કરવાનુ તીર્થંકરો શીખવે ? પ્રભુ મહાવીર કેવળી છે તેથીજ આમ કહ્યું છે, સત્ય સ્થિતિ શી છે એ તેઓ તરત સમજી શકયા ને તેથીજ આવે! ઉપદેશ કર્યો. આ ઉપદેશથી એમણે સાધુઓને બચાવ્યા ? કેવી રીતે ? સમાગે આવનાર, આવવાના પ્રયત્ન કરનાર કદાચ એમાથી દૂર થશે એવા સભવ લાગ્યા ને તેથી તમામ સાધુઓને રોકી દીધા. આનુ નામ માધ્યસ્થ ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy