SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૧૭) સુષાબિંદુ ૧ લું. સંસારની મદશા. જે માણસ ધર્મનું આરાધન કરવામાં કે ત્યાગને પંથ સ્વીકારવામાં અનુકૂળ સમયની રાહ જોતે ઉભું રહે છે, તે ધીમે ધીમે સંસારની માયાવી જાળમાં વધુને વધુ ફસાતો જાય છે. અને એના સંગે પણ અનુકૂળને બદલે પ્રતિકૂળતાનું રૂપ ધારણ કરતા જાય છે, એક રાજાનજિ વંશની વાત કરો ! એક નાનો રાજકુમાર જેટલી રહેલાઈથી દીક્ષા લઈ શકે એટલી હેલાઈથી રાજકાર્યમાં ગુંથાયેલે પાટવી રાજકુમાર ન લઈ શકે ! અને જેટલી આસાનીથી એ પાટવી લઈ શકે એટલી સરળતાથી રાજયનો વહીવટ કરતે રાજા ન લઈ શકે! એ જ્યાં સંસારત્યાગની વાત કરે, કે એને સ્વજન પ્રજા, મંત્રી, પ્રધાન વિગેરે અનેક બલાઓ વળગવાની ! અરે, દુમન પણ દુશ્મનાવટ યાદ કરીને રસ્તામાં કાંટા પાથરવાને ! દંડક રષિ સંસારનો ત્યાગ કરીને સાધુ થયા. છતાં કોરો પિતાનું પહેલાનું વેર ન ભૂલી શકયા, અને એ વેર વાળવાવા ગાંડા આવેશમાં એમના ઉપર I વરસાદ વરસાવે ! ભલા જે સંસારત્યાગીને પણ આમ હેરાન કરવામાં પાછી પાની ન કરે એ, એક માણસને પિતાની અણીશુચીની ટેળીમાંથી સગીઓની ટેળીમાં જતે કેમ જોઈ શકે? એતો એમજ ચાહે કે આખુંય જગત અમારા જેવું પાપ કાર્યમાં રાચું માગ્યું રહે, અમારી જ માફક ભવભ્રમણના ફેરામાં સડયા કરે અને અમારીજ માફક કર્મનો કાદવ આત્મા ઉપર લાદ્યા જ કરે ! આ સંસારની મનેદશા છે. પણ એ સાચી તે નથી જ !!! પંડિત મરણ મહાનુભાવ! પશુઓમાં પણ કેટલાક પશુઓ એટલા બધા ચાલાક, સમજુ અને બુદ્ધિશાળી હોય છે કે જેઓ એક પારકા ખેતરમાં ચરતા હોય અને પકડાઈને ડબ્બામાં પુરાવાના ભય જેવું કંઈ પણ લાગે તે એકદમ વાડ કુદીને પણ બહાર નીકળી જાય છે. જ્યારે તમારામાંના કેટલા એ પશુ કરતાં પણ બુદ્ધિમાં ઉતરતા હોય છે કે જેઓ ડબામાં પુરાવાને ભય તે શું પણ સામેથી સાક્ષાત્ ખેતરના માલીકને આવતે જુએ છતાં ખાવાનો સ્વાદ ન છેડી શકે! અને પરિણામે એ માલીકના હાથનો માર ખાય અને વધારામાં ડબ્બામાં પુરાય! શ્વાસોચ્છવાસ પૂર્ણ થવા આવ્યા હોય, આયુષ્યની ઘડીઓ ગણાતી હેય, મરણ પથારીએ પડયે હોય અને છેલી અવસ્થા આવી પહોંચી હોય છતાં પણ બધું સરાવી દેવાનું સૂઝે છે? સમઝે છે કે હવે ઘડી બે ઘડીમાં મારું આ જીવન હતું ન હતું થઈ જવાનું છે, આ મારી આસપાસમાંનું કંઈ પણ મારી સાથે નથી આવવાનું છતાં એને ત્યાગ કરવાની ભાવના જાગે છે? આવાને તે પેલી ગાય જેવજ ગણ જોઈએ કે જે ગળામાં લાકડું પડવા છતાં ઠેકાણે ન આવે! મરવાને વખત સાવ પાસે આવી પહં છતાં ધર્મનું સ્મરણ નથી આવતું, ચઉસરણ અંગીકાર કરવાનું નથી સૂઝતું! અરે ત્યારે પણ માતપિતા અને વહુ બેટા-બેટીમાં જ મન રમે છે! એ ભગવાન ! કેવી કઠોર મનોદશા? એવાઓનું શું થવાનું? અહિં નહિ ચેતનારને પરભવમાં માર સહન કરવો પડવાનો ! અને ત્યારે આંખ ઉઘડી જવાની ! નરકના પરમાધામિએ કે નિમેદની અનંત વેદનાઓએ આ ભવમાં સવેળા નહિ ચેતનારા માટે સજારૂપ છે ! માણસ ચેતે યા ન ચેતે છતાં પરિણામ તે આવ્યા વગર રહેતું જ નથી. માત્ર ફરક એટલે છે કે ચેતનાર પરિણામના માઠા ફળમાંથી બચવાનો માર્ગ શોધી શકે છે અને નકામા મારમાંથી બચી જાય છે, સમજે કે શહેરના વ્યવસ્થાપક અધિકારીઓએ જાહેર કર્યું કે આવતી કાલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy