SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોક્તિઓથી પણ એ વાકેફ હતો. માઉન્ટ મૅકિન્વેના શિખર પર પહોંચ્યા પછી સતત એને એમ લાગતું કે ઍવરેસ્ટનું શિખર એને સાદ પાડે છે. એના સાહસને લલકાર આપે છે. એણે વિચાર કર્યો કે ઍવરેસ્ટની આફતો જાણ્યા પછી એમને એમ ઝુકાવવું નથી, બધે એમાં આવનારા અવરોધો વિશે વાસ્તવિક વિચાર કરવો છે અને એ રીતે આ અંધ માનવીએ ઍવરેસ્ટની ઊંચાઈ સર કરવાનું એક સ્વપ્ન સાકાર કરવા માટે મૃત્યુનો ભય ત્યજીને સંઘર્ષ કરવાની તૈયારી સાથે આયોજન શરૂ કર્યું. એ સમયે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે કોઈ અંધ વ્યક્તિ ઍવરેસ્ટ પર આરોહણ કરે, ઍરિ કે વિચાર્યું કે આ પડકાર ઝીલીને એ સાબિત કરશે કે અંધજનો વિશેના દુનિયાના ખ્યાલો કેટલા ગલત છે ! વિશ્વને અંધજનોની અગાધ શક્તિને સમજવાની નવી દિશા મળશે. આ સમયે ઍરિકની પુત્રી ઇમા આઠ મહિનાની થઈ હતી. એને ખબર પણ નહોતી કે એના પિતા કોઈ લાંબા સંઘર્ષમય આરોહણ માટે જઈ રહ્યા છે અને અંરિ કે ઍવરેસ્ટ પર આરોહણ શરૂ કર્યું. આ આરોહણનો ઍરિ કને વિરલ અનુભવ થયો. એ જેમ બહાર આરોહણ કરતો હતો, એ રીતે એના ભીતરમાં પણ નવીન અનુભવ થતો હતો. ક્યારેક ભયાવહ તોફાનોને કારણે થોડી પીછેહઠ કરવી પડતી હતી. વારંવાર બીમારી ઘેરી વળતી હતી અને એક પછી એક ડગલું સાવધ બનીને આગળ ભરવું પડતું હતું. મનમાં ક્યારેય કૂદકાનો વિચાર આવે, તો તે મોતની ખીણમાંનો કૂદકો જ બની રહે ! આ સમયગાળામાં એણે ઘણા ખિતાબો પણ મેળવ્યા હતા. ૧૯૯૬માં ઑલિમ્પિક મશાલ ધારણ કરવાનું એને સન્માન મળ્યું હતું, તો ‘નૅશનલ રેસલિંગ હૉલ ઑફ ફેઇમ'માં એક સમર્થ કુસ્તીબાજ તરીકે એને સ્થાન મળ્યું અને એને સાહસ માટેનો સર્વપ્રથમ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. પરંતુ આ સિદ્ધિઓ એની સાહસની ઇચ્છાને રોકતી લમણરેખા બની શકી નહોતી અને આખરે ઍરિક વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ ઍવરેસ્ટને આંબનારો પહેલો અને એકમાત્ર અંધ માનવી બન્યો. ૨૦૦૧ની પચીસમી મેનો એ દિવસ હતો. આ દિવસે એક મહાન સાહસિક રમતવીર તરીકે આખી દુનિયા ઍરિકની અદમ્ય તાકાત સામે ઝૂકી ૨૦૦૭પ ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ ઍવરેસ્ટના લોબુચે શિખર પર ગઈ. આધુનિક શોધોએ અંરિકને સહાય કરી. ‘બ્રેઇન પોર્ટ' નામની ટૅકનોલૉજીની એને અનોખી સહાય મળી. સનગ્લાસ સાથે જોડેલો આ કૅમેરી એ માથા પર પહેરે છે અને એની જીભ પર એ કોઈ પણ છબી કે ચિત્રનો અનુભવ કરી શકે છે. એના દ્વારા એ ચીજવસ્તુઓને જોઈ શકે છે. ઍરિક આને અંધ વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ લાવનારી વિજ્ઞાનની એક મહાન સિદ્ધિ ગણાવે ઍરિ કની જિંદગી ઍવરેસ્ટના આરોહણથી બદલાઈ ગઈ. એણે આકાશમાંથી કૂદકો લગાવનાર તરીકે, લાંબા અંતર સુધી સાઇકલ ચલાવનાર તરીકે, મેરેથોન દોડવીર તરીકે, પર્વતારોહક તરીકે, બરફ અને ખડક પર ચડનારા સાહસિક તરીકે ખ્યાતિ મેળવી. એણે અંધજનો માટે હસ્તધૂનનની એક આગવી પદ્ધતિ શોધી, જે પદ્ધતિ દ્વારા હસ્તધૂનન કરીને એ મહિલાનાં સૌંદર્ય અને દેખાવનું વર્ણન કરી શકતો હતો. એનો એક સાથી તો તરાપામાં બેસીને નાઇલ નદીના પ્રવાહમાં ચારસો માઈલ સુધી સફર ખેડી નાઇલ અને સાગરના સંગમ સુધી પહોંચ્યો. ઍવરેસ્ટના પ્રથમ આરોહણ પછી એની ટુકડી દસ દસ વખત આરોહણ કરવા ગઈ. આ ટુકડીમાં ઍરિકની સાથે લશ્કરમાં ઘવાયેલા સાહસ પાડે સાદ • 73 72 • તન અપંગ, મન અડીખમ
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy