SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ થનારા અંરિકે પહેલો વિચાર કર્યો તાકિસ્તાનના પામિલ પર્વતોનું ટ્રેકિંગ કરવાનો. આમાં એણે સફળતા હાંસલ કર્યા પછી ૧૯૯૩માં ઉત્તર પાકિસ્તાનના કોરાકોરમ પર્વતમાળામાં આવેલા બટુરા ગ્લેશિયરને પસાર કરવાનું નક્કી કર્યું. આ સમયે માધ્યમિક શાળાના શિક્ષણ માટે એણે એમ.એ.ની પદવી પણ મેળવી અને ફિનિક્સ કાઉન્ટી ડે સ્કૂલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકેની નોકરી પણ મેળવી. એનું સાહસ એને પોકાર કરતું હતું. એવામાં ‘અમેરિકન ફાઉન્ડેશન ફૉર ધ બ્લાઇન્ડ' એની મદદે આવ્યું. એણે ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા માઉન્ટ મૅકિન્વેના શિખર ડેનાલી પર આરોહણ કરવાનો નિર્ધાર કર્યો. ઑરિક પાસે મુસીબતભર્યા અનુભવોનો ભંડાર હતો. એ પહેલી વાર મોટા પર્વત પર આરોહણ કરવા ગયો, ત્યારે માર્ગદર્શક કૂતરાઓ સાથે દોડ્યો હતો. એની તાલીમનો આ પહેલો પાઠ હતો. એ સમયે સાંકડા રસ્તામાંથી પસાર થતાં ઍરિક કાંટાળી જગ્યામાં પડ્યો હતો અને એને તાત્કાલિક સારવાર આપવી પડી હતી. આમ ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા” થઈ હોવા છતાં ઍરિક એમ માનતો હતો કે આ આફતો અને મુસીબતો જ એને માટે ઊંચા પર્વતોનો પડકાર ઝીલવાની પ્રેરણા બનશે. એણે એરિઝોનાના દરિયાના સપાટીથી વીસ હજાર ફૂટ ઊંચે આવેલા હિમ નદીઓથી આચ્છાદિત માઉન્ટ મેકિન્વેના ગગનચુંબી શિખર ડેનાલી પર આરોહણ કરવાનો નિર્ધાર કર્યો, ત્યારે એના મનમાં કોઈ ભય કે ડર નહોતો. દિમાગમાં માત્ર એટલું જ હતું કે આવી સિદ્ધિ હાંસલ કરનારા માટે સર્વપ્રથમ પ્રજ્ઞાચક્ષુ બનીને જગતને જણાવવું છે કે બહારની નજર કરતાં અંદરની દૃષ્ટિ વધુ કામયાબ છે. આને માટે ઍરિ કે ‘રોકી'ના પર્વતોનું આરોહણ કરવાનું નક્કી કર્યું. માઉન્ટ મૅકિન્વેની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ‘રોકી'ના પર્વતો એને માટે પ્રવેશ પરીક્ષા સમાન હતા. ‘રોકી'ના પર્વત પર આરોહણ કરીને માઉન્ટ મૅકિન્વેના પર્વતારોહણ માટે તૈયાર થઈ ગયો. ઊંચા પર્વતો આંબવાનો એનો આ પહેલો પ્રયાસ હતો. બરફથી છવાયેલી એની ટેકરી પર આરોહણ કરતી વખતે ઘણી વાર લપસી પડ્યો, ઊથલી પડ્યો અંરિક વેહેનમેયેર નો પરિવાર અને હવાના કાતિલ ઝંઝાવાતોનો એણે સામનો કર્યો. આરોહણના ઓગણીસમા દિવસે એણે સિદ્ધિ મેળવી. ૨૭ જૂન, ૧૯૯૫નો એ દિવસ હતો. અંરિકનાં પ્રેરણામૂર્તિ હેલન કેલરનો પણ એ જન્મદિવસ અને આ દિવસે અથાગ શારીરિક અને માનસિક સંઘર્ષ ખેડીને એણે ૨૦,૩૨૦ ફૂટની ઊંચાઈ પર આવેલા માઉન્ટ મૅકિન્વેના ડેનાલી શિખર પર પગ મૂક્યો હતો. અગાઉ ઍરિકને ટેકરીઓ પર પહોંચવાના પ્રયત્નોમાં વારંવાર નિષ્ફળતા મળી હતી, પરિણામે એ ક્યારેય શિખર પર પહોંચી શક્યો નહોતો. માઉન્ટ મેકિન્વેની સફળતાએ એની અગાઉની નિષ્ફળતાઓ ભૂંસી નાખી અને જગતમાં કિંચિત્ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાના એના મનોરથને વેગ અને ઉત્સાહ મળ્યો. એના મનમાં એવો વિચાર જાગ્યો કે જગતના સૌથી ઊંચા શિખર માઉન્ટ ઍવરેસ્ટને સર કરીને દુનિયામાં કશુંક કરી બતાવવું છે. એની પાસે ઍવરેસ્ટ આરોહણમાં નિષ્ફળ જનારાઓ અને જાન ગુમાવનારાઓનો દીર્ધ ઇતિહાસ હતો. એની ઊંચાઈ અને આરોહણની ડરામણી વાતો એણે સાંભળી હતી. એને વિશેની દંતકથાઓ અને 70 • તેને અપંગ, મન અડીખમ સાહસ પાડે સાદ • 71
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy