SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાની દેવી મારા અલગ હોવાની હકીકતનો સ્વીકાર કરું છું. મારી જિંદગી પડકારભરી હતી, પણ કુટુંબના સાથ અને નિર્ણયશક્તિથી મારી જીવનનૈયા ચલાવી શકું છું. આજે હું જે કાંઈ છું, તે મારા આશાવાદ અને પ્રોત્સાહનને લીધે છું.’ વળી પાછી એના પગને સીધા કરવા અને સ્નાયુઓને લંબાવવા માટે ફરી સર્જરી કરવી પડી. તેર વર્ષ પછી મુસ્કાને તપખીરિયા રંગનાં સેડલ પહેર્યા અને આત્મવિશ્વાસથી ભરેલી મુસ્કાન કહે છે કે, ‘તમારામાં રહેલી અલગ બાબત જ તમને અજોડ બનાવે છે.' આમ મુસ્કાન લેખન અને પત્રકારત્વના માર્ગે ધીરે ધીરે આગળ વધી રહી છે. એને એટલું જ બતાવવું છે કે કોઈ વ્યક્તિ શારીરિક ક્ષમતા ધરાવતી ન હોય, તો તે કોઈ બીજી દુનિયાનું પ્રાણી બની જતી નથી. આજે મુસ્કાનની સાફલ્યગાથા વાંચીએ ત્યારે લાગે કે ભલે વિધાતાએ એને અનેક પડકારો ઝીલવા માટે મજબૂર કરી હોય, પરંતુ પોતાના મનોબળ અને સંકલ્પશક્તિથી એણે એવી સિદ્ધિનાં શિખરો હાંસલ કર્યો છે કે સમર્થ વ્યક્તિ પણ વિસ્મયમાં ડૂબી જાય ! - ન્યૂઝીલેન્ડમાં વસતી પંદર વર્ષની મુસ્કાન એના પિતા, માતા અને ભાઈને માટે તો મુસ્કાન બની રહી છે, પરંતુ જિંદગીમાં શારીરિક મર્યાદાઓને કારણે લાચારી અનુભવતા કે પછી સંજોગોથી ઘેરાઈને શરણાગતિ સ્વીકારતા અથવા તો અફસોસ અને નકારાત્મકતાથી જીવતા લોકોને માટે એ ચેતનવંત નવજીવનની મુસ્કુરાહટ બની ગઈ છે, કારણ કે આ મુસ્કુરાહટની પાછળ એક નાનકડી બાળકીએ અદમ્ય ઉત્સાહ, આત્મવિશ્વાસ અને આનંદભેર ખેડેલા જીવનસંઘર્ષની કથા છે. માનવજાતિની આંધળી શસ્ત્રઘેલછાએ આ દુનિયા પર કેવા કેવા દાનવો ઊભા કર્યા છે ! પોતાની સત્તા જાળવવા ઇચ્છતો માનવી કેવાં વિકરાળ કૃત્યો કરે છે ! એના મનમાં હિંસા ફાટફાટે થાય છે, શરીરથી હિંસા અને હત્યા કર્યું જાય છે, જીવન આખું હિંસાભર્યા વર્તનોથી ખદબદે છે. હિંસાની ટોચ પર દુનિયા માંડ માંડ શ્વાસ લેતી ધ્રુજી રહી છે, પણ હજી એને આ અનિષ્ટનાં ઘોર પરિણામો જોવાના બાકી છે. તાજેતરમાં ઇરાકમાં થયેલા યુદ્ધ દરમિયાન મનુષ્યજાતિએ સર્જેલાં સૌથી ભયાનક શસ્ત્રોનો પ્રયોગ થયો. ઇરાકે કેમિકલ શસ્ત્રોની અજમાયશ કરી, પણ તે અજમાયશને પરિણામે જાગેલા પ્રદૂષણ અને સર્જાયેલી પારાવાર આપત્તિએ એવાં પિશાચી રૂપ લીધાં કે માતાના ગર્ભમાં રહેલાં કે પછી મોઈરા કેલી 52 • તેને અપંગ, મન અડીખમ
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy