SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ હતો, ત્યાં એકાએક સાવ તળેટીમાં આવી ગઈ ! | ડૉક્ટરપિતાએ ૧૯૭૮ની છવ્વીસમી જાન્યુઆરીએ જન્મેલી કોરીનાને કહ્યું કે તારી શારીરિક તપાસ અને બધા ટેસ્ટ કરતાં એવું તારણ નીકળ્યું છે કે તને એક્યુટ પ્રોમિલોન્ટિક લ્યુકેમિયા થયો છે. લ્યુકેમિયા એટલે લોહીના કોષો ઉત્પન્ન કરતી પેશીનું કેન્સર. કોરીનાએ એની જિંદગીમાં ક્યારેય રોગનું આવું અટપટું નામ સાંભળ્યું નહોતું. એને આ પ્રકારનો રોગ લાગુ પડતાં આમાં દર્દીને કેવી કેવી બીમારીઓ ભોગવવી પડે છે, તેની જાણ થઈ. પિતાએ આશ્વાસન આપતાં કહ્યું કે આ રોગમાં પંચોતેરથી એંશી ટકા દર્દી જીવી જાય છે. માત્ર એની સારવાર ઘણા લાંબા સમય સુધી ચાલે છે અને તે અત્યંત વેદનાભરી હોય છે. આ ઘટના પૂર્વે કોરીનાને માત્ર એક જ ફરિયાદ હતી અને તે એ કે અવારનવાર એના નાકમાંથી લોહી પડતું હતું અને શરીર પર એકાએક ચકામાં થઈ જતાં હતાં. એના પિતાને એણે આ વાત કરી. ટેનિસ ખેલવાની સાથોસાથ શારીરિક ટેસ્ટ કરાવવાની હારમાળા ચાલી. પાંચ મહિને રોગનું નિદાન થયું. મામૂલી રોગને બદલે મહારોગ નીકળ્યો ! કોરીનાની દુનિયા રાતોરાત પલટાઈ ગઈ. વીસેક મહિના પૂર્વે તો એ સ્ત્રીઓની ડબલ્સની સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને બિરાજતી હતી. ૨૦૦૧ની ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં એલિસ ફરેરા નામની યુવતી સાથે એણે મહિલાઓની ‘ડબલ્સ'નું ટાઇટલ જીત્યું હતું. કોરીનાની પ્રગતિ વણથંભી ચાલતી હતી અને એના ઉત્સાહથી તરવરતા ચહેરા પર કાયમ હાસ્ય ફરકતું રહેતું. એ હાસ્ય લૂછીને ત્યાં આંસુ મૂકવાનું કામ એના પિતા એલ્બિનને કરવું પડ્યું. અત્યાર સુધી ટેનિસના કોર્ટ પર સૂર્યપ્રકાશમાં ટેનિસ બૉલને ફટકારતી કોરીના માટે હવે એ સૂર્યપ્રકાશ વિલીન થઈ ગયો. ઘરના વાતાવરણમાં અને તે પથારીમાં પડ્યા રહેવાનું અંધારઘેરું દુર્ભાગ્ય આવ્યું. ટેનિસની રમતની બોલબાલા એટલી કે દુનિયાભરમાં કેટલીય ટેનિસ સ્પર્ધાઓ ખેલાય અને એમાંથી ખેલાડીને મબલખ કમાણી મળતી હતી. ઉત્કૃષ્ટ ખેલાડી તો બધે પહોંચી વળવા માટે પોતીકું જેટ વિમાન રાખે અને ઘરના આંગણામાં એ તૈયાર જ હોય, કોરીનાના જીવનનો મોટાભાગનો સમય આ રીતે દેશ-વિદેશમાં સ્પર્ધાઓ ખુશખુશાલ કોરીના મોરારી; ખેલવામાં ગયો હતો. ઘેર રહેવાનું બહુ ઓછું બનતું. આવે સમયે કોરીનાને એકાએક ઘરની ચાર દીવાલોમાં રહેવાનું ફરજિયાત બન્યું. જીવનના આ આશ્ચર્યજનક પરિવર્તન તરફ જોતી કોરીનાના દેહ પર પણ પરિવર્તનના પડછાયા પડવા લાગ્યા. એના ભૂખરા ટૂંકા વાળ ધીરે ધીરે ખરવા લાગ્યા, હસમુખો ચહેરો અને ટૂંકા ભૂખરા વાળથી જાણીતી કોરીના સાવ બદલાઈ ગઈ. કંમોથેરાપી લેવા જાય ત્યારે પ્રત્યેક સમયે એની કેટલીય આડઅસરો અનુભવવા લાગી. કેન્સરની વેદના એના શરીરને યાતનાનાં આંસુ સાથે મચડી નાખતી હતી અને ટેનિસ ખેલાડી તરીકે મજબૂત મસલ્સ ધરાવતી કોરીનાના મસલ્સ ગળવા લાગ્યા. આ સમયે કોરીના મનોમન વિચારતી કે શું હું હવે ફરી ક્યારેય સ્વસ્થ નહીં બની શકું ? ટેનિસની વાત તો દૂર રહી, કિંતુ દસ મિનિટ ચાલવું હોય તોપણ કોરીનાને પારાવાર પીડા થતી અને વારંવાર નબળાઈને કારણે વચ્ચે 28 • તન અપંગ, મન અડીખમ વિજેતા ભુલાઈ ગયા • 29.
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy