SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વિજેતા ભુલાઈ ગયા ! સમય આવે કે જ્યારે તમે જમીન પર પડી જતા હો અને ઊભા થવા માટે સક્ષમ ન હો, આવી ઘડીએ તમે મારા તરફ જોજો. હું ભાંખોડિયાંભેર ચાલતો બાળક હતો ત્યારે મેં સેંકડો વખત સ્થિર ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં મને નિષ્ફળતા મળતી હતી પરંતુ એથી મેં કંઈ મારો પ્રયત્ન છોડ્યો નહીં, બલ્ક દરેક સમયે મને કોઈ વિશેષ તાકાત પ્રાપ્ત થઈ છે. હું મારામાં રહેલી તાકાત અને મારી ટેનિકની સૂઝથી સભાન બન્યો.' | નિકોલસ માને છે કે સૌથી પડકારભરી પરિસ્થિતિમાં પોતાના ઉદ્દેશો પ્રતિ પ્રતિબદ્ધતા કેળવે એ જ સાચો શૂરવીર કહેવાય. એના આ કાર્યથી તો એકાદ વ્યક્તિ પણ પ્રોત્સાહિત થશે તો એ પોતાની જેિ દગીને સાર્થક માને છે. નિકોલસે જીવનની મર્યાદાઓને નવી નવી શક્યતાઓ અને ઊજળી તકોમાં ફેરવી નાખી. એ આવતી મુસીબતોને આત્મવિશ્વાસથી આવકારતો હતો અને અવરોધોની પરવા કર્યા વિના પોતાની સીમિત શક્તિને અસીમમાં ફેરવી દેતો હતો. પ્રબળ પુરુષાર્થ અને ઊંડી ઈશ્વરશ્રદ્ધા ધરાવનાર નિકોલસ એમ માને છે કે જો આપણે આપણી જાતનું પ્રમાણિકતાથી પૃથક્કરણ કરીએ તો ચોક્કસ આપણને ખ્યાલ આવશે કે ઈશ્વરનો કેવો મોટો આશીર્વાદ આપણને મળ્યો છે. એણે ‘લાઇફ વિધાઉટ લિઝ ' નામનું એક પુસ્તક પ્રગટ કર્યું, જેમાં એનો જીવન પ્રત્યેનો વિશિષ્ટ દૃષ્ટિકોણ જોવા મળે છે. પિતાને માટે આનાથી વધુ બીજી કોઈ કપરી ક્ષણ હોઈ શકે ખરી, સામે ચાલીને પુત્રીને પ્રાણઘાતક રોગના સમાચાર આપવાના હોય ? ચોવીસ વર્ષની કોરીનાના જીવનમાં માત્ર બે જ બાબત હતી. એક અભ્યાસ અને બીજી ટેનિસની રમત. આ સિવાય બાહ્ય જગતથી સાવ અજાણ અને તદ્દન અલિપ્ત. આવી કોરીનાને એના ડૉક્ટરપિતા એલ્બિન મોરારીઉને પુત્રીને જઈને કહેવું પડ્યું કે તારી ટેનિસની મહત્ત્વાકાંક્ષાઓ પર હવે તારે પૂર્ણવિરામ મૂકવું પડશે. હવે તારે જીવવા કાજે યાતનાભરી ચિકિત્સા લેવી પડશે. કોરીના માટે મધુરાં શમણાંની રાખ બની જાય એવી સ્થિતિ આવીને ઊભી રહી. હજી જીવનમાં સિદ્ધિના શિખરે પગ મૂક્યો કોરિના મોરારીફ 26 કે તેનું અપંગ, મન અડીખમ
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy