SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 20 Jdhã (loth ૦ આ જગતમાં ઋષિઓ, સંતો, રાજકીય પુરુષો, માનસશાસ્ત્રીઓ, સર્જકો, વિજ્ઞાનીઓ સહુ પોતાના વિચારથી પરિવર્તન લાવ્યા છે. જેમ ઉત્કૃષ્ટ વિચાર મનુષ્યજાતિને માટે નવી ચેતના આપનારો બને છે, એ જ રીતે ખરાબ વિચાર માનવીને માટે શાપરૂપ બનતો હોય છે. વિચારથી ચિત્તમાં સ્વર્ગ સર્જી શકાય છે અને એ જ રીતે વિચાર દ્વારા પોતાના ચિત્તમાં નરક પણ ખડું કરી શકાય છે. આથી વિચારો પ્રત્યેની જાગૃતિ જરૂરી છે. સર્વપ્રથમ વેદ ‘ઋગ્વેદ'માં કહ્યું છે, “યા નો મદ્રા તવો યનુ વિશ્વ ।" — “મને ચારેય દિશામાંથી શુભ અને સારા વિચારો સાંપડી .” – સારા વિચારો ચિત્તને સાચી દિશામાં લઈ જાય છે અને વનને કલ્યાણકારી બનાવે છે. વળી વિચારોની અભિવ્યક્તિ પણ મહત્ત્વની છે. કેટલીક વ્યક્તિઓ જેવી વિચાર આવે કે તત્કાળ પ્રતિભાવ આપતી હોય છે. કેટલીક વ્યક્તિ જે તે વિષયનો કોઈ પ્રારંભ કરે ત્યારે અને અધવચ્ચે જ બોલતી અટકાવીને પોતાના વિચારો પ્રગટ કરતી હોય છે. વિચાર પ્રગટ થાય એટલે એના આઘાત-પ્રત્યાઘાત સર્જાતા હોય છે. કોઈ એક વ્યક્તિના વિચાર સાર્વજનિક વિચાર પણ બની જાય છે. દુષ્ટ વિચાર મહાભારત સર્જી શકે છે અને ઉચ્ચ વિચાર રામરાજ્ય ખડું કરી શકે છે. આથી ચિત્તમાં જાગતા વિચારો પ્રત્યે સાવધ રહેવું જોઈએ અને એથીય વિશેષ સાવધાની વિચારોના પ્રગટીકરણ સમયે રાખવી જોઈએ. જીવનના કટોકટીના પ્રસંગે માત્ર આવેગથી જીવનના નિર્ણયો લેવામાં આવે, ત્યારે વ્યક્તિને એનાં માર્યા પરિણામો ભોગવવાં પડે છે. વનની કપરી પરિસ્થિતિમાં માનસિક સમતુલાની આવશ્યકતા હોય છે અને જો એ ચિત્તની સ્વસ્થતા જાળવી શકે નહીં. તો એ પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જાય છે. આવી જ રીતે જીવનની પરમ સિદ્ધિની પૂર્ણ પણ માનવીની જાગૃતિની અગ્નિપરીક્ષા થતી હોય છે. શ્રીમદ્ રાજચંદ્રે ૧૮૮૭ની ૨૨મી જાન્યુઆરીએ મુંબઈમાં ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યુટમાં શતાવધાનના પ્રયોગો કર્યાં હતા. વીસ વર્ષની નાની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્ર શતાવધાનથી પણ અધિક અવધાન-પ્રયોગો કરી બતાવવાનું સામર્થ્ય અને લોપશમ ધરાવતા હતા. આ અવધાનમાં ત્રણ જણ સાથે ચોપાટ રમવી, ગંજીપો રમવું; મનમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાં; નવી કાવ્ય-સમસ્યાઓ પૂર્ણ કરવી અને નવા વિષર્યા માર્ગેલા કાવ્યત્તમાં રચવા; ગ્રીક, અરબી, લૅટિન, સંસ્કૃત, અંગ્રેજી, |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy