SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ લીલામાં નાચતું હોય તો તે ન ચાલે. પાંચમા પ્રકારની ઉપાસના માટે પરમ તત્ત્વની પહેલી શરત છે કે કશું અધૂરું, અધકચરું કે અળગા મને કરવું નહીં, જે કંઈ કરવું તે અન્ય સઘળું વિસ્મરીને પૂર્ણ સમર્પણથી કરવું. આવા પૂર્ણ સમર્પણ માટે દૃઢ શ્રદ્ધાની આવશ્યકતા રહે છે. આવી દઢ ઈશ્વરશ્રદ્ધા પામવી મુશ્કેલ છે, પરંતુ જો પૂર્ણ એવા ઈશ્વરને પામવો હોય તો પૂર્ણ શ્રદ્ધા વિના ચાલવાનું નથી. “ગીતાંજલિ'માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનું સ્મરણ કરીએ : ‘મારું માથું ચરણરજમાં તવ નીચું નમાવજે રે. મારો ગર્વ બધો આંસુમાં નાથ, ડુબાવજે રે ! મુજ જીવનમાં તુજ ઇચ્છાને પૂર્ણ બનાવજે રે !' અહીં ઈશ્વર પ્રતિ પૂર્ણ સમર્પણ છે અને એ સમર્પણ જ હૃદયને ભક્તિપૂર્ણ બનાવે છે. ધર્મતત્ત્વ તરફથી આવી શ્રદ્ધા આસાનીથી સાંપડતી નથી. દઢ શ્રદ્ધા પામવા માટે સાધકે એકસાથે બે પડકારો ઝીલવાના હોય છે. એક સંસારના પ્રબળ આકર્ષણનો અને બીજો પોતાની શ્રદ્ધાનો ઉપહાસ કરનારાઓનો. સૌપ્રથમ તો સંસારનું તીવ્ર આકર્ષણ અને સંસારમાં વધુ ને વધુ લીન રાખે છે અને પરિણામે એ વ્યક્તિ એમાં ઊંડે ને ઊંડે ખૂંપતી જાય છે. આ આકર્ષણની ગમતી અને મજબૂત દીવાલ ભેદીને બહાર નીકળવા માટે ભીતરી સાહસ દાખવવું પડે. આવા આધ્યાત્મિક સાહસની છલાંગ મારનાર જ પરમની પાસે પહોંચી શકે છે, આથી જ જૈન ધર્મના સર્વપ્રથમ આગમગ્રંથ, “શ્રીઆચારાંગ સૂત્રમાં કહ્યું છે : ‘સદા વિષયવાસનામાં રચ્યા-પચ્યો રહેનાર મનુષ્ય ધર્મના તત્ત્વને ઓળખતો નથી.” અને એ જ રીતે ‘પ્રશ્નવ્યાકરણ” નામના આગમમાં કહ્યું છે કે ‘વિષયાસક્ત જીવ આ લોકમાં વિનાશ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પણ.’ આવાં ઇન્દ્રિય-વિષયોનાં સાંસારિક આકર્ષણોનો સાધકો, ભક્તો અને મહાત્માઓએ કઈ રીતે ત્યાગ કર્યો એ અભ્યાસનો અને આત્મસાત્ કરવાનો વિષય છે. એમણે લગાવેલી આધ્યાત્મિક છલાંગ સહુ કોઈ સાધકને પ્રેરક બની રહે પરમનો સ્પર્શ પ૯ પરમના ઉપાસકને બીજો પડકાર ઝીલવાનો છે પોતાની આસપાસના સમાજના ઉપહાસનો. આસપાસના લોકો પરમના આ સાધકને ઓળખી
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy