SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ C Jdh≥ (loth ph ભક્તિ હોય છે. આથી વ્યવહારજગતમાં ગરીબો કે લાચારોનું ભરપૂર શોષણ કરનાર મંદિરમાં જઈને કાકલૂદીભર્યા સ્વરે ઈશ્વરને કહેતો હોય છું કે મારે કશું ન જોઈએ, મારું તો તું જ એક આધાર છે.” કિંમતી વસ્ત્રો પહેરીને અને અલંકારોનો ઠઠારો કરીને એ મંદિરમાં પ્રવેશતા હોય છે અને ત્યારે એમની દૃષ્ટિ ઈશ્વરને બદલે ચોપાસ ઊભેલા લોકોને શોધતી હોય છે. પોતાને કોણ જુએ છે એનું એમને વિશેષ મહત્ત્વ હોય છે. એની પાછળ એમનો હેતુ પોતાની ધાર્મિકતાની અસરકારક છાપ ઊભી કરવાનો હોય છે. ધર્મક્રિયા કરતી વખતે એક પ્રકારનો ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ જરૂરી છે. જો કીર્તિ, પ્રસિદ્ધિ, ધન કે સન્માનની આશાએ તમે ધાર્મિક સ્થળમાં કે ધાર્મિક કર્મકાંડો ધરાવતાં આયોજનોમાં પ્રાવેરા કરી, તો તમે ખોટી દિશામાં તીર ચલાવો છો. તમે આટલી બધી ધર્મક્રિયા કરી છે અને તમને માન-સન્માન કે લાભ પણ મળતા નથી એવું જો વિચારો તો ધર્મક્રિયા ફળવતી થતી નથી. તમારા ઉપવાસ ગુપ્ત કે પા હોવા જોઈએ. પોતાના ઉપવાસની વાત કરીને ઘણી વ્યક્તિઓ બીજા લોકો પાસેથી પોતાની ધાર્મિકતા માટેનો લાગો ઉઘરાવે છે. ઘણી વાર સાવ નામ ધર્મને પતિ ધર્મસ્થાનમાં આવતી હોય છે. એક પ્રકારના કંટાળા અને ઉદાસીનતા સાથે પ્રવેશની હોય છે. મનમાં વિચારતી હોય છે કે ઉપવાસ કરી-કરીને થાક્યો, પણ કશુંય ફળ મળ્યું નથી. મંદિરમાં જઈ-જઈને બૂટ ઘસાઈ ગયા, પણ આર્થિક સ્થિતિ સુધરી નથી. લાખો મંત્રો જપી-જપીને બેઠો છું, છતાં કરચોરીના કેસમાંથી મુક્તિ મળતી નથી. આ પ્રકારના ભાવથી જનાર પોતે ભીંત ભૂલે છે. આવી દંભી આસ્તિકતા કરતાં નાસ્તિક્તા વધુ સારી. આનું કારણ એ છે કે જેનામાં સરળતા છે એ જ પરમ તત્ત્વની સમીપ રહી શકે છે. માણસ જેટલો સરળતાથી દૂર સરકે છે એટલો એ પરમ તત્ત્વથી અળગો થતો જાય છે. આડંબર એક આવરણ રચે છે અને તે આવરણ વ્યક્તિ અને પરમ તત્ત્વ વચ્ચે અભેદ્ય દીવાલ સર્જે છે. આવરણની અવળી ગતિ એવી છે કે વ્યક્તિ દંભનું એક આવરણ ઓઢે એટલે એને બીજાં અનેક આવરણો અનિવાર્યપણે ઓઢવાં પડે છે. આડંબર અને ઈશ્વરને બારમો ચંદ્રમા છે. મન ભોજનમાં હોય અને હાથમાં મંજીરાં અને મુખમાં ભજનવાણી હોય, તેથી કશું ન વળે. ઉંમરના ગાનમાં નાચતા-ડોલતા હોઈએ કે પછી કૂદી-કૂદીને ચામર ઢોળતા હોઈએ અને મન દુવૃત્તિઓની |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy