SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ હકીકતમાં ધનપ્રાપ્તિ એ એક પુરુષાર્થ છે, તો ધનનો સદ્ભય એ મહાપુરુષાર્થ છે. અંતિમ સમયે માનવીએ બેંકની ડિપૉઝિટનો નહીં, પરંતુ આ ધરતી પરનાં સત્કાર્યોની ડિપૉઝિટનો વિચાર કરવો જોઈએ. એ વિચારે કે એણે એના જીવનને કેવી સરસ રીતે સાર્થક કર્યું ! એ ગણતરી કરે છે કે કેવાં કેવાં સત્કાર્યો એના હાથે થયાં ! આ બધાંનો સંતોષ અને પ્રસન્નતા એના ચહેરા પર હોય છે અને તેથી જ આ પૃથ્વી પર સત્કર્મોની એટલી થાપણ તો મૂકતા જવી જોઈએ કે જેથી વ્યક્તિની અનુપસ્થિતિ લોકોને દુઃખદાયી લાગતી હોય. આપણી હયાતી એ બીજાને માટે આનંદનો વિષય બનવી જોઈએ. આપણે હયાત ન હોઈએ ત્યારે આપણી ગેરહાજરીથી બીજા દુઃખ પામે તેમ થવું જોઈએ. પરમનો સ્પર્શ ૨૧૭ પરમનો સ્પર્શ ૨૧૭ જ |
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy