SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરી કરવા લાગે તો એ પણ ગરીબ બની જાય ! કારણ કે એ ચીજવસ્તુઓ મેળવતો જાય છે અને સાથોસાથ બીજી વધુ વસ્તુઓ મેળવવા માટે હાયવોય કરતો રહે છે. લોભમાં ડૂબેલો માણસ વિવેક ગુમાવીને ઘણી વાર હિંસા કે હત્યા કરતો હોય છે, આથી જ લોભ વિશે સરળ પરંતુ મર્મસ્પર્શી વાણીમાં કહ્યું છે : ત્તમ પાપ મૂત્ત હૈ, लोभ मिटावत मान; लोभ न कबहु कीजिये, यामे नरक निदान.” આ લોભ વર્તમાન સમયમાં મહાવિકરાળ બની ગયો છે. જૂવિનિલ નામના એક ચિંતકે કહ્યું છે, “જ્યારે જ્યારે ધનમાં વધારો થાય છે ત્યારે લોભ-લાલચ વધતાં જાય છે.” આજે માનવજીવન પર લોભનું કેટલું બિહામણું આધિપત્ય છે ! - લોભવૃત્તિ માનવીને ઇચ્છા, લાલસા, ધન અને પરિગ્રહમાં એવો ડુબાડી રાખે છે કે એ ક્યારેય પ્રાપ્તિનો આનંદ પામતો નથી અને અપ્રાપ્તિના અજંપાથી જીવતો હોય છે. આવી મહાનાશક લોભવૃત્તિ ધરાવનાર સોનાના પર્વતોથી પણ સંતુષ્ટ થતો નથી. વિશેષ પ્રાપ્તિની ઝંખનાનો અહર્નિશ વિચાર અને પ્રયત્ન કરતો રહે છે અને સમય જતાં એ જ એનું માનસબંધારણ અને માનસસૃષ્ટિ બની જાય છે. આવા સર્વ પાપના મૂળ સમાન લોભનો પ્રતિકાર કઈ રીતે થઈ શકે ? એના પ્રતિકારનો પ્રથમ ઉપાય એ અથાગ મહેનત પછી પ્રાપ્ત થયેલી વસ્તુઓથી મળેલા અજંપાને જોવાનો છે. એક વાર જેને પ્રાપ્ત કરવા માટે અહર્નિશ અગણિત સારા-નરસા પ્રયત્નો કર્યા, એ પ્રાપ્ત થયા પછી અંતરમાં કેટલો આનંદ થયો એ સવાલ પોતાની જાતને પૂછવાનો છે. ઉમેદવાર કોઈ પણ ભોગે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રયાસ કરે અને અંતે એ વિજય મેળવે પણ ખરો, પરંતુ જો એ લોભી હશે તો એ વિજયના આનંદ કરતાં પ્રધાનપદ કેમ પ્રાપ્ત થાય તે માટે સતત મથ્યા કરશે. લોભનું વરવું પ્રદર્શન રાજકારણમાં દેખાય છે; જ્યાં પ્રધાન, મુખ્ય પ્રધાન બનવા અને મુખ્ય પ્રધાન કેન્દ્રીય પ્રધાન થવા માટે અને કેન્દ્રીય પ્રધાન વડાપ્રધાન બનવા સતત આતુર હોય છે. પરમનો સ્પર્શ ૨૧૫
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy