SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ જ માનવી જીવનનું કુંદન પામે છે. એને પહેલો આંતરઅનુભવ એ થાય છે કે સુખ એ ક્ષણિક છે. સુખ આવે છે અને ચાલ્યું જાય છે. એ સુખ બાહ્યકેન્દ્રી હોવાથી ઘણી વાર દેહ, ઇન્દ્રિય, સંપત્તિ અને પદની આસપાસ વીંટળાયેલું હોય છે. જ્યાં સુધી એની પાસે એ સુખ હોય છે, ત્યાં સુધી વ્યક્તિ બીજો કશો વિચાર કરતી નથી. યુવાનીમાં દેહનું સુખ માણનાર માનવી ક્યારેક એ દેહ નિર્બળ થવાનો છે, અશક્ત થવાનો છે અને અંતે ખાખ થવાનો છે એવું વિચારતો નથી. ઇન્દ્રિયોનું સુખ ભોગવનારને એવી ઝાંખી પણ થતી નથી કે આજે જે ઇન્દ્રિયોમાંથી અપાર સુખ મેળવું છું, તે સુખ ઝાઝાં વર્ષ ટકનારું નથી. એ ઇન્દ્રિયોના સુખની પાછળ એટલો બધો ભમતો રહે છે કે પછી પલાંઠી વાળીને એ વિચારતો નથી કે આ ઇન્દ્રિયો જીર્ણ અને શિથિલ થવાની છે, દેહ વૃદ્ધ થવાનો છે અને પછી જીવનમાં એના આ સુખનો કશો અર્થ રહેવાનો નથી; બલ્ક એ બધું જીવનમાંથી વિદાય પામવાનું છે. સંપત્તિના સુખમાં ડૂબેલા માનવીને એના ઉપભોગમાં જ આનંદ આવતો હોય છે. પદ પર બેઠેલી વ્યક્તિ એટલો બધો અહંકાર સેવતો હોય છે કે એ ભૂલી જાય છે કે ક્યારેક નિવૃત્તિ પણ આવવાની છે! સુખ જેટલું આકર્ષક છે એટલું જ ક્ષણભંગુર છે અને તેથી સુખના સમયે ‘રામસ્મરણ” શક્ય બનતું નથી. સુખની છલના એવી છે કે એ | આવે ત્યારે વ્યક્તિ એનાથી પૂરેપૂરો છેતરાઈ અને ઘેરાઈ જાય છે. એમાં એટલો બધો ડૂબી જાય છે કે એ સુખ ચાલ્યું જશે એની કલ્પના સુધ્ધાં કરી શકતો નથી. આવું ક્ષણિક, લોભામણું સુખ ચાલ્યું જાય, ત્યારે માણસ કેવો મજબૂર અને લાચાર બની જાય છે ! હકીકત એ છે કે સુખને બદલે દુઃખ એના જીવનને વિશેષ ઘાટ આપી શકે તેવું હોય છે. ૧૯૫૩ની ૨૯મી મેએ સવારે ૧૦-૩૦ વાગ્યે શેરપા તેનસિંગે એવરેસ્ટના શિખર પર પગ મૂક્યો. છેક ૧૯૩પથી શેરપા તેનસિંગ હિમાલય પર સાહસિક પ્રવાસ ખેડતા હતા. એમણે કેદારનાથ શિખર પર આરોહણ કર્યું, નંદાદેવીનું પૂર્વશિખર સર કર્યું હતું, પણ છ-છ વખત પ્રયાસ કરવા છતાં એ એવરેસ્ટ સર કરી શક્યા નહોતા. આ સાતમાં પ્રયાસમાં વિશ્વનું સર્વોચ્ચ શિખર એવરેસ્ટ સર કરનાર પર્વતારોહક બન્યા. છેક ૧૯૩૫થી શરૂ થયેલી પર્વતારોહણની પ્રક્રિયાનું ૧૯૫૩માં પરિણામ જોવા મળ્યું, પણ પછી તેનસિંગ અને એના સાથી એડમન્ડ હિલેરી પરમનો સ્પર્શ ૨૦૧ . (
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy