SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 30 Jdhě [lo×ãh ૦૦૨ કહ્યું છે, “દુઃખ સબકો માંજતા હૈ “ જેમ કોઈ વાસણને માંજવામાં આવે અને એના પરથી કુળ, ચરો કે મેલ દૂર થાય અને એ વાસણ ચોખ્ખું અને ચકચક્તિ થઈ જાય, એ જ રીતે આવાં દુ:ખને કારણે વ્યક્તિના જીવન પર ચઢી ગયેલી પ્રમાદની બ, ભયનો કચરો, અહંકારનો મેલ અને વ્યર્થતાનો કાટ દૂર થાય છે. આ રીતે દુ:ખ માનવ-આત્મા પર લાગેલી મલિનતાને દૂર કરે છે. ભારતીય પરંપરામાં પ્રેમની કસોટી તરીકે દુ:ખનું મહત્ત્વ અને તેનો મહિમા સ્વીકારાયો છે. કવિ કાલિદાસના 'કુમારસંભવ'માં કામદેવની સહાય પામેલી યુવાન પાર્વતીને શંકર જાકારો આપે છે અને એ જ પાર્વતી જ્યારે તપથી પરિપૂત થાય છે, ત્યારે શંકર સામે ચાલીને એનો સ્વીકાર કરે છે. કાર્તિકેયના જન્મ પૂર્વેની ભૂમિકા ત્યારે જ રચાઈ કે જ્યારે પાર્વતીનો આ આકરી તાવણીમાંથી પસાર થઈ શક્યો. પ્રેમ કોઈ કવિને પૂછશો કે આ સુંદર કાવ્ય લખ્યું, ત્યારે તમને એનો સૌથી વધુ આનંદ ક્યારે આવ્યો ? ત્યારે એ કવિ કહેશે કે આ કાવ્યસર્જનની પ્રક્રિયા વખતે જે મથામણ અને પીડા અનુભવી હતી અને પછી કલમમાંથી એક એક શબ્દો નીકળતા ગયા, તેમાં અપાર આનંદ આવ્યો. આનું કારણ એ છે કે જેટલો આનંદ પ્રક્રિયામાં હોય છે, એટલો પરિણામમાં હોતો નથી. જેટલો આનંદ કઠિન અને અજાણ્યા રસ્તા પર સફર કરવામાં આવે છે, એટલો આનંદ મુકામે પહોંચી ગયા પછી આવતો નથી. જીવનમાં માર્ગનું મહત્ત્વ છે, પડાવનું નહીં; પરિશ્રમનું મહત્ત્વ છે, પૈસાનું નહીં અને આથી જ મિલનની મધુરતા કરતાં વિરહની તડપન વધુ ધ્યાન ખેંચનારી બને છે. કૃષ્ણની પ્રાપ્તિ કરતાં મીરાંનો સૂનો પ્રપાત વધુ મહિમાવાન છે. મહિમા પીડાનો છે, પ્રાપ્તિનો નહીં, ભૌતિક જગતમાં પણ આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ અમુક વસ્તુ મેળવવા ચાહતી હોય, ત્યારે એને માટે એ કેટલી બધી ગડમથો અને પ્રયાસો કરતી હોય છે ! કેટલાય પડકાર ઝીલતી હોય છે ! પરંતુ એની પ્રાપ્તિ થયા પછી એનામાં પૂર્વેનાં એ જોરા કે ઉત્સાહ રહેતાં નથી. અગાઉનો એ ભંગ નજરે પડતી નથી. એ ગ્લાસ જોવા મળતો નથી. યુદ્ધમાં યોદ્ધો લડતો હોય ત્યારે એનામાં જે પ્રચંડ ઉત્સાહ જોવા મળે છે, એ ઉત્સાહ વિજયપ્રાપ્તિ પછી ક્યાં જોવા મળે છે ? આમ દુઃખ એ હૃદયને પીડા આપનારું છે એ સાચું, પરંતુ દુઃખની ભઠ્ઠીમાં તપ્યા પછી |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy