SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ હું તો સંપૂર્ણ સદ્ગુણી છું”, “મારે બદલાવાની કોઈ જરૂર નથી' એમ વિચારનાર માનવી જેવો ભ્રાંત માનવી બીજી એપ નથી. પરમના સ્પર્શ માટેનું આધ્યાત્મિક સાહસ પરિવર્તન માર્ગ છે. આવે સમર્થ એને પોતાના ઘરમાં જ મુશ્કેલીઓનો અનુભવ થશે. જો તમે પલાંઠી લગાવીને ઘરમાં ધ્યાન કરવા બેસી જશો તો આસપાસના લોકો આનંદિત થવાને બદલે અકળામણ અનુભવશે. તમે અધ્યાત્મમાર્ગે જવા માટે ધીરે ધીરે ભૌતિક ચીજવસ્તુઓનો ત્યાગ કરવા જશો ત્યારે તમારા જ સ્વજનો તમને અટકાવશે. જેઓ અત્યાર સુધી જીવનમાં ત્યાગ હોવો જોઈએ એવું કહેતા હતા, એ જ તમારા ત્યાગમય આચરણના વિરોધી બની જશે. આનું કારણ એ કે જ્યાં બીજા બધા અર્થાત હોય, ત્યાં તમે શાંત હો, તે એમને પસંદ નથી. આજુબાજુના લૌકિક જીવનમાં વેરઝેર, ટંટા-ફસાદ ચાલતા હોય ત્યારે તમે એ સઘળું ત્યજીને શાંત સાધના કરવા જાઓ તો તે તમારાં કુટુંબીજનોને જ પસંદ નહીં પડે. તેઓ જ તમારી સાધનામાં અવરોધરૂપ દીવાલ બનવાનો પ્રયાસ કરશે. જો એ વયમાં વૃદ્ધ હશે તો તમારા ત્યાગની હાંસી ઉડાવો અને વર્ષમાં નાના હશે તો તમારી ચોર ઉપેક્ષા કરશે. આખી દુનિયાના ભાવિકો ભક્તિનાં ભજન ગાય છે, પણ કોઈ વ્યક્તિ સાચેસાચ ભક્તિ કરે અને એ માર્ગ અપનાવે ત્યારે એ અકળાઈ ઊઠે છે. મીરાંની ભક્તિ સામે એનો સ્વજનોએ જે કેટલી બધી એકળામણ અનુભવી હતી ! નરસિંહની ભક્તિની એના જ્ઞાતિજનોએ જ ઠેકડી ઉડવી હતી. દુનિયા કાર્યો કે દુષ્કર્મોની આકરી ટીકા કરે છે, પરંતુ પરિસ્થિતિની વકતા એ છે કે જો કોઈ વ્યક્તિ પોતાના કાર્યો દૂર કરવા માટે પ્રયત્ન કરે, તો એ જ દુનિયા એની પણ હાંસી ઉડાવે છે. આત્માનો મજબૂત અંશ છે ભક્તિ. એ મજબૂત અંશને ઉજાગર કરીને માનવીનો આત્મા પરમાત્મા પ્રાપ્તિનો પ્રબળ પુરુષાર્થ કરે છે અને સફળતા મેળવે છે. પ્રભુભક્તિની આરત જાગે તો પ્રભુ આવ્યા વિના રહેતો નથી અથવા તો ભક્તના સાચા દિલના પોકારનો ઈશ્વર તરફથી પ્રત્યુત્તર મળતો જ હોય છે. આમ ઈયાર પ્રત્યેની તમારી ધ્યેયનિષ્ઠા પ્રભળ અને દૃઢ હશે, તો એમાં અવશ્ય સફળતા સાંપડે છે. પરમના સ્પર્શના માર્ગે જતી ઘણી વ્યક્તિઓ ક્યારેક એમ વિચારતી હોય છે કે હજી યુવાનીને આંગણે પગ મૂકીએ છીએ, ત્યાં વળી આવી | 66b]šh? [[lth so0
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy