SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ C Jdhà [lo×ãh 36b વાર ખૂબ જોરથી દોડ લગાવી અને હિંમત કરીને ખાબોચિયું કૂદવા પ્રયત્ન કર્યો અને કૂદી ગયો. આ સમયે મહાત્મા હસન તાળીઓ પાડી ઊઠ્યા. આખરે કુતરાએ હિંમત કરીને છલાંગ લગાવી ને સફળતા મેળવી. એમણે વિચાર્યું કે અધ્યાત્મ પણ આવું જ એક સાહસ છે. એ માર્ગે જતાં ક્યારેક થોડો વખત પાછા પડવું પડે છે, પરંતુ જે સાહસ કરે છે એ જ અંતે એમાં સફળ થાય છે. – સાહસ એ માટે છે કે આમાં વ્યક્તિએ પોતાની જાતને બદલવાની હોય છે. જીવનભર બીજાએ શું કરવું જોઈએ ? કેમ વર્તવું જોઈએ ? સમાજ કેવો હોવો જોઈએ ? દેશના રાજપુરુષોએ કેમ રાજ ચલાવવું જોઈએ? ઘરના લોકોએ કેમ વ્યવહાર કરવો જોઈએ ? – એ બધું સહુને શીખવવા એ કે સલાહ આપવા વ્યક્તિ આતુર હોય છે; પણ વાસ્તવમાં આમાં એ અન્યની વાત સતત કરતો હોય છે. એને બીજાને શીખવવાની, સુધારવાની કે વિના માગ્યે માર્ગદર્શન આપવાની આદત પડી ગઈ હોય છે. અહર્નિશ તે બીજાને, બાપને બદલવાનો વિચાર કરતો હોય છે. એની પરિવર્તનની વિચારધારાનું મુખ અન્ય વ્યક્તિઓ અને બાહ્ય પરિસ્થિતિઓ ભણી હોય છે. આને પરિણામે એને ક્યારેય સ્વયંનું પરિવર્તન કરવાનો વિચાર આવતો નથી. આખી દુનિયાની ચિંતા કરનારાને એને ઘણી વાર પોતાની જાતની ખબર હોતી નથી. એ વિચારે છે કે એ પોતે કરે છે તે પૂર્ણ રૂપે યોગ્ય છે. એની વિચારધારા થથાર્થ છે. એના વનમાં એની ષ્ટિએ બધું જ યોગ્ય ને ઉચિત છે. કશાય ફેરફારની જરૂર નથી. આમ એ મનથી ટેવાઈ જતો હોય છે કે જો કોઈને બદલવાની કે બદલાવવાની જરૂર હોય તો તે અન્યને છે. પોતાને નહીં ! જ્યારે અધ્યાત્મમાં વ્યક્તિએ સ્વયંને જોવાની હોય છે, પોતાની મર્યાદાઓ સમજવાની હોય છે. પોતાની ભીતરમાં પડેલાં કામ, કંધ, ભાષા, મોહના કષાયોને ઓળખવાના હોય છે. કેટલાક દુર્ગુણો એવા છે કે જે હૃદયમાં જોવાથી તત્કાળ મળતા નથી, પરંતુ એના પર સતત ચોકીપહેરો રાખવાથી પકડાય છે. કોઈ નાનકડો લોભ કે છૂપો અહંકાર ક્યાંક હૃદયના એવા અજાણ્યા ખૂણે વસતો હોય કે એ તરત જોઈ શકાતો નથી. અધ્યાત્મમાર્ગે વિકાસ સાધવા ઇચ્છનારે પહેલી તૈયારી પોતાની જાતને જોવાની અને બદલવાની રાખવી જોઈએ. ‘મારામાં તો બધું બરાબર છે', |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy