SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભરાતો ઉત્સાહ જોજો. એની પાસે ધગશ હોય છે. કાર્ય કરવાની નિષ્ઠા અને ધગશ હોય છે. એનામાં હકીકતથી ભાગવાની કે કામ ટાળવાની ભાગેડુ વૃત્તિ હોતી નથી અને એના ઉત્સાહ પરથી તમે તારવી શકો કે એનો ઈશ્વર સાથે કેવો પ્રગાઢ નાતો છે. એના ચહેરા પર છલકાતા ઉલ્લાસના ભાવો એની ભીતરની પારાવાર પ્રસન્નતાનું ‘આઇડેન્ટિટી કાર્ડ’ (ઓળખપત્ર) હોય છે અને એના હૃદયમાં પ્રભુ પ્રત્યેની ભક્તિનો એવો રંગ જામ્યો હોય છે કે એ ભક્તિ પદે પદે પ્રગટ થાય છે. એ સાધક જોશ, ઉત્સાહ અને આવેગથી અધ્યાત્મજીવન જીવતો હોય છે. એનો અર્થ એ નથી કે એના જીવનમાં દુઃખો કે યાતનાઓ આવતાં નથી. એની સામે મુશ્કેલીનો ડુંગર ખડકાયેલો હોય તોપણ એનો ઉત્સાહ અને મુશ્કેલીઓની ચિતાને બદલે આધ્યાત્મિક મસ્તીમાં રંગાયેલો રાખે છે. એ જિંદગી જોશથી અને જુસ્સાથી જીવતો હોય છે અને આ ઉત્સાહના પરિણામે એની આંતરશક્તિઓનું પ્રાગટ્ય થતું હોય છે. ‘રામાયણ’ મહાકાવ્યના ઋષિ વાલ્મીકિએ ઉત્સાહનું માર્મિક અને પ્રભાવક વર્ણન કરતાં કહ્યું છે : “उत्साहो बलवानार्य नास्त्युत्साहात्परं बलम् । सोत्साहस्य हि लोकेषु न किंचिदपि दुर्लभम् ।।" ઉત્સાહ જ બળવાન હોય છે, ઉત્સાહથી વધુ મોટું બીજું કોઈ બળ નથી. ઉત્સાહી પુરુષને માટે જગતમાં કોઈ વસ્તુ દુર્લભ નથી.” આ ઉત્સાહ સહેજે ભારેખમ નથી. ઉત્સાહથી હસતાં હસતાં કામ થાય છે અને રમતાં રમતાં પ્રભુનામ લેવાય છે. બીજાઓને જે જીવન ભારરૂપ, કંટાળાજનક અને નિરાશામય લાગે છે તે જ જીવન ઉત્સાહી અધ્યાત્મપ્રિય વ્યક્તિને માટે આનંદ-વૃદ્ધિનો અવસર બને છે. એ સતત પુલકિત રહેતો હોય છે, કારણ કે એને સાચી દિશા મળી ગઈ હોય છે. એનામાં જગત-વ્યવહાર અને જીવન-સ્થિતિ વિશે સાક્ષીભાવ કેળવાયો હોય છે. પોતાના જીવનમાં આઘાત અને આનંદની, વિષાદ અને ઉલ્લાસની ઘટનાઓને બનતી એ જોતો હોય છે. જીવનની એ ઘટનાઓનો સાક્ષી. હોય, તે રીતે એમનાથી લિપ્ત થયા વિના દૂર રહીને એ સર્વને જોતો હોય છે. પરમનો સ્પર્શ ૧૦૫ ICC
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy