SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Jdh≥ [løkh gob ૨૦ અહીં મસ્તો તણો અડ્ડો કોઈ જ્ઞાની, સંત, સદ્ગુરુ કે અધ્યાત્મસાધક વ્યક્તિને ધ્યાનથી નિહાળજો. એમના ચહેરા પર, એમના કાર્યમાં, એમની ચાલવાની રીતમાં કે એમના વાણી-વિચારમાં ઉત્સાહનું પૂર ઊમટ્યું હોય તેમ લાગશે. વર્તમાનનો ભરપૂર આનંદ અને આવતીકાલને આશા અને ઉમંગથી જોતું તેજ એમની દૃષ્ટિમાં છલકાતું હશે, માત્ર એમનો બાહ્ય દેખાવ પણ જોનારમાં નવીન ચેતનાનો સંચાર કરે છે. એક સમયે આપણા દેશમાં સંતોના સંઘ સ્થળે સ્થળે ભ્રમણ કરતા હતા. એ સંઘમાં સંતો સૌથી મોખરે ઉત્સાહભેર આગળ ચાલતા હોય અને પાછળ ભક્તજનો એટલા જ ઉમંગ અને તરવરાટથી એમની સાથે પગપાળા ચાલતા હોય. કોઈ ગાતા હોય, કોઈ નાચતા હોય, કોઈ જયનાદ ગજવતા હોય, પણ આ બધી ક્રિયામાં એમના હૃદયનો ઉત્સાહ ચોપાસ છલકાતો હોય. કેટલાક સાધુઓ નિરુત્સાહના જીવંત દૃષ્ટાંત જેવા હોય છે. અધ્યાત્મને નામે ચલમ પીતાં પીતાં પડ્યા રહે છે. એમના ચહેરા પર ઉદાસીનતા હોય છે. નનમાં નિષ્ક્રિયતા હોય છે અને આથી જ સ્વામી વિવેકાનંદ આવી રીતે જીવનારા યોગીઓમાં ‘આધ્યાત્મિક આળસુવેડા' હોવાનું કહ્યું હતું. આમાં સાધુ કે સાધક નિષ્ક્રિયતાને પોતાની આધ્યાત્મિકતામાં ખપાવવાની કોશિશ કરે છે. આપણા દેશમાં કેટલાય સાધુઓ આવું નિષ્ક્રિય અને પરાવલંબી જીવન ગાળતા હોય છે. એમના જીવનમાં ન તો જાગૃતિ હોય છે કે ન કોઈ અભ્યાસ. ઉત્સાહના અભાવે એ આધ્યાત્મિકતાનો અંચળો ઓઢીને એદી અજગરની જેમ પડ્યા રહેતા હોય છે. આવી વ્યક્તિઓ રાષ્ટ્ર અને સમાજને ભારરૂપ બનતી હોય છે અને એથી જ આજે આપણા દેશમાં સાધુઓની જમાત જોઈએ, ત્યારે એમની સક્રિયતા, દાંભિક આધ્યાત્મિક્તા અને ઉત્સાહ સામે પ્રશ્નાર્થ ખડો થાપ છે. આની સામે કોઈ ધર્મના રંગે રંગાયેલી વ્યક્તિને જોજો. એના જીવનમાં |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy