________________ “તે ભલેને વેચાઈ જાય. મા જેવી મા ગઈ. હવે છાપરાંની શી કિંમત છે?” “પણ આટલું બધું કરજ પછી ભરશે કોણ ?" મયાએ હળવેથી કહ્યું, “તું છે ને. માની પાછળ આટલુંય નહીં કરે ?" આ પ્રસંગને સાઠ વર્ષ થઈ ગયાં, છતાં આજે દયાના છોકરાના છોકરા કરજના હપતા ભરતા જાય છે અને જૂનાં કરજ ચૂકવવા માટે નવાં કરજ કરતા જાય છે. મોતીની માળા 80