SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાલવીને રાખ બનાવી દેવામાં આવતા હતા. આવા વિષમ કાળમાં નાનકડી હેપબનેં ઘણી વખત રેલવે સ્ટેશન પર ઊભા રહીને યહૂદીઓને ટ્રેનમાં લાદીને લઈ જવાતા જોયા હતા. નાનાં બાળકથી માંડીને ઘરડાં વૃદ્ધોને ધક્કા મારીને એમાં ચડાવી દેવાતાં હતાં. દુર્ભાગ્યે હેપબર્નના પિતા જોસેફને નાઝીઓ પ્રત્યે સભાવ હતો અને એનાં માતાપિતાનું દામ્પત્યજીવન લાંબું ટક્યું નહીં. એના પિતા જોસેફ કુટુંબ છોડીને ઇંગ્લેન્ડમાં વસવા ચાલ્યા ગયા અને પછી એમના કોઈ ખેત કે ખબર નહોતા. યુદ્ધના ઓથારથી બચવા માટે હેપબર્ન ઇંગ્લેન્ડ ગઈ અને એલ્હામની એક નાનકડી શાળામાં અભ્યાસ શરૂ કર્યો. આ શાળામાં માત્ર ૧૪ બાળકો અભ્યાસ કરતાં હતાં. એવામાં વળી સમય પલટાયો. ૧૯૩૯ના સપ્ટેમ્બરમાં બ્રિટને જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. જર્મન તાબાના અનહેમમાંથી બ્રિટન આવેલી હેપબર્નની માતા પોતાની દીકરી સાથે અરનહેમમાં પાછી ફરી. એણે માન્યું હતું કે હવે બ્રિટન અને જર્મની વચ્ચે યુદ્ધ ખેલાશે. જો નેધરલૅન્ડ અગાઉની માફક તટસ્થ રહેશે. તો જર્મન આક્રમણખોરોથી બચી જશે. અરનહેમની કોન્ઝર્વેટરીમાં દાખલ થયેલી હેપબર્ન અભ્યાસની સાથોસાથ બૅલૅટની પણ તાલીમ લેતી હતી. ૧૯૪૦માં જર્મનીએ નેધરલૅન્ડ પર આક્રમણ કર્યું. ઓડ્રી હેમબર્નને લાગ્યું કે અંગ્રેજી ઉચ્ચારવાળું એનું નામ જર્મન સૈનિકોના કાને પડશે તો એનું જીવન ત્યાં જ પૂરું થઈ જશે. એના કાકા ઓટો વાનને તો જર્મનોએ ફાંસી આપી હતી અને એના એક સાવકા ભાઈને દેશનિકાલની સજા કરીને જર્મન લેબર કેમ્પમાં કાળી મજૂરી કરવા માટે ધકેલી દેવાયો હતો. એનો બીજો સાવકો ભાઈ આવા દેશનિકાલથી બચવા માટે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. હેપબનેં એનું નામ બદલીને ઇડા વાન હીમસ્ટ્રા એવું નામ ધારણ કર્યું. યુદ્ધ સમયની કઠોર પરિસ્થિતિ હતી અને એ સમયે નેધરલેન્ડ પર ભૂખમરાના ભયાનક ઓળા ઊતર્યા. આ ભૂખમરો ‘ધ હંગર વિન્ટર' તરીકે જાણીતો બન્યો. એના ખપ્પરમાં વીસ હજાર જેટલા ડચ લોકો હોમાઈ ગયા. ખુદ હેપબર્ન પણ કુપોષણનો ભોગ બની, શ્વાસની તકલીફ શરૂ થઈ. શરીર સાવ ફિક્કુ પડી ગયું અને તેના પર સોજા આવ્યા. સમય જતાં 70 + માટીએ ઘડ્યાં માનવી As you grow older, you જળોદરની બીમારી લાગુ will discover that you have two hands, one for પડી. બીજી બાજુ હેમબર્ન helping yourself the other for બૅલૅટ ડાન્સર તરીકે helping others. Retry om જાણીતી હોવાથી ડાન્સ કરીને પૈસા એકઠી કરતી હતી. એ પૈસાથી ભૂખમરામાં સપડાયેલાં લોકોને મદદ કરતી હતી. વળી ડચ પ્રજાના પ્રતિકાર માટે કેટલાંક મંડળોમાં જઈને નૃત્ય કરી પૈસા એકઠા કરતી હતી. ક્યારેક નાઝીઓના સામનાને માટે એ અપંગ અને કુપોષણનો શિકાર બાળકોની બેલી સંદેશાની આપલે કરવાનું કે કોઈ પેકેટ લેવાઆપવાનું કુરિયરનું કામ પણ કરતી હતી. મોતના મુખમાં એ વસતી હતી. એણે જોયું કે ભૂખમરાની ભૂતાવળ નગ્ન નાચ ખેલી રહી હતી. ૧૯૪૪ના શિયાળા દરમિયાન ભૂખમરાથી તરફડતી ડચ પ્રજાને રહેંસી નાખવા માટે જર્મનોએ જે માર્ગે અનાજ આવતું હતું, એ માર્ગ જ બંધ કરી દીધો. લોકો શેરીઓમાં ભૂખથી ટળવળવા લાગ્યાં. માણસો રિબાઈ રિબાઈને મરવા લાગ્યાં. બાળકો આ દુનિયા પર આંખ ખોલતાં અને થોડા સમયમાં જ સદાને માટે આંખ મીંચી દેતાં. ખુદ હેમબર્ન અને બીજા લોકોને જીવવા માટે ટ્યુલિપના કંદના લોટમાંથી બનાવેલાં કૅક અને બિસ્કિટ ખાવાં પડ્યાં. બાળપણના આ અનુભવોએ હેમબર્નને એક વાત સમજાવી કે માનવજાત પર આવતી ઘણી આફતો એ કુદરતી આફતો હોતી નથી, પરંતુ માનવસર્જિત આફતો હોય છે. જિંદગીની રાહ પર હેપબર્ન આગળ વધતી ગઈ. ૧૯૪૮માં એણે અબોલ બાળકોનો અવાજ • 71
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy