SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અબોલ બાળકોનો અવાજ જૈફ વયે ચંદગી રામ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મહિલાઓ કુસ્તીમાં આગળ વધી શકે, તે માટે અખાડો સ્થાપવાની માસ્ટર ચંદગી રામે પહેલ કરી. ૨૦૧૦ની ૨૯મી જૂને હૃદયરોગના હુમલાને કારણે ચંદગી રામનું અવસાન થયું, પણ એમની પુત્રીઓ દીપિકા, સોનિકા અને પુત્ર જગદીશ દેશના ઉત્તમ કુસ્તીબાજોમાં ગણના પામ્યાં. ગઈકાલનો નિશાળનો માસ્તરે ચંદગી રામ પહેલવાનોમાં ‘માસ્તર' બન્યો. ગરીબ મા-બાપના એક દૂબળા-પાતળા પણ દૃઢનિશ્ચયી છોકરા ચંદગી રામે ભારતીય કુસ્તીમાં સર્વોત્તમ માન હાંસલ કર્યું છે. મન હોય તો માળવે જવાય, તે આનું નામ ! ગુલામીના દમનનો કોરડો વીંઝાતો હોય, યુદ્ધની ભયાવહ સંહારલીલા ચાલતી હોય, સરમુખત્યારની નિર્દયતા માનવીઓને વીંધતી હોય અને ભૂખમરાની ભભૂકતી વેદના ભેગી મળે, ત્યારે આ જગત પર અને ગરીબ પ્રજા પર મહાઅભિશાપ વરસે છે. ધરતીને સોનેરી બનાવવાનાં સ્વપ્નાં સેવનારી માનવજાતિએ વારંવાર આવી ભયાવહ પરિસ્થિતિનો સામનો કર્યો છે અને હજીયે કરી રહી છે. દ્વિતીય વિશ્વયુદ્ધનો એ સમય હતો. જ્યારે જર્મનીના સરમુખત્યાર હિટલરના બેફામ માનવસંહારથી બચવા માટે યુરોપના લોકો જીવ બચાવીને એક દેશમાંથી બીજા દેશમાં લપાતા-છુપાતા હતા. એમાંય યહૂદી પ્રજાને માથે તો મોતનો કોરડો વીંઝાતો હતો. યહુદીઓને ટ્રક અને ટ્રેનમાં ઠાંસી-ઠાંસીને પૂરવામાં આવતા હતા અને ગેસ ચેમ્બરમાં ઓડ્રી હેપબર્ન 68 * માટીએ ઘડ્યાં માનવી
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy