SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પડે છે અને તે માત્ર બે વર્ષની કુમળી વયે ! અને એ કામની સાથે શોષણખોરો તરફથી વીંઝાતા શાબ્દિક કે શારીરિક કોરડાઓનો સામનો તો ખરો જ ! એ દિવસથી રેની બાયેરની દૃષ્ટિ અને એના કૅમેરાની આંખ પલટાઈ ગઈ. એણે મનોમન નિર્ધાર કર્યો કે મારે સંવેદનહીન જગતને એની ખોવાઈ ગયેલી સંવેદનાનું સરનામું આપવું છે ! નિષ્ફર માનવહૃદયમાં ક્યાંક લપાઈછુપાઈને પડેલા કરુણાના સોતને સહેજ સ્પર્શવો છે. વૈભવની આંખોથી અંજાઈને અંધ બનેલા માનવીને એવી વેદનાનો અહેસાસ કરાવવો છે કે ગરીબાઈથી લાચાર બનેલા માનવીઓ કેવા દોજખમાં જીવે છે ! એવામાં કમ્બોડિયાની તસવીરકલાની એક વર્કશોપમાં રેની બાયરને વધુ એક હૃદયદ્રાવક અનુભવ થયો. આ વર્કશોપમાં આ વિખ્યાત તસવીરકલાવિદ્ વિનામૂલ્ય તાલીમાર્થીઓને શિક્ષણ આપતી હતી. આ સમયે એણે એક છોકરાને જોયો. એણો એક હાડપિંજર જેવું બાળક તેવું હતું. એ બાળકનું નિસ્તેજ માથું એ છોકરાના ખભા પર ઢળેલું હતું. એની મોટી આંખોમાં ગરીબાઈ થીજી ગઈ હતી. પેલા છોકરાએ એના ફાટેલા શર્ટમાંથી પાતળો હાથ હેજ લાંબો કર્યો અને રેની બાયર સામે જોઈને કહ્યું, ‘મૅડમ, એક ડૉલર આપો... પ્લીઝ, ફક્ત એક જ , મારા ભાઈ માટે. પ્લીઝ.... પ્લીઝ.' બાયરે એ તરફ જોયું. એના ચિત્તમાં ‘એક ડૉલર ' એ શબ્દો પડઘા પાડવા લાગ્યા. એણે વિચાર્યું કે એક ડૉલરમાં શું થાય ? એક ડૉલરમાં કઈ રીતે આ નાનો ભાઈ અને મોટો ભાઈ જીવી શકે ? હા, કદાચ એક ડૉલરમાંથી જે કંઈ મળે તે ખાઈને પોતાનું જીવન થોડું વધુ લંબાવી શકે, આખરી શ્વાસને થોડા આવે ઠેલી શકે. બાયરે એને એક ડૉલર આપ્યો અને એનાથી વ્યથિત બનેલી બાયેરે કમ્બોડિયામાં ચાલતા એક રાહત સંગઠનને આની વાત કરી. આ સમયે એણે કલ્પના પણ કરી નહોતી એવી હકીકત એની સામે આવી, કમ્બોડિયાના સાથીઓએ એને કહ્યું, કે શેરીમાં આપેલી ‘એક ડૉલર 'ની ભીખથી શોષિતના મુખમાં એનું ભોજન જવાને બદલે શોષણ કરનારનાં ખિસ્સાં ભરાય છે ! શોષિતોનું શોષણ કરનારા કેવા કહેવાય ? અહીં કોઈ કોઈની હત્યા કરતું નથી, પણ હકીકતમાં ગણતરીપૂર્વક માનવહત્યા કરે છે. શોષણ કરનારી 42 • માટીએ ઘડ્યાં માનવી વ્યક્તિઓ શોષિતોનું લોહી વહેવડાવ્યા વગર એમના જીવનને ફાંસી આપે છે. આવો શોષક ગમે તેટલો દૂર હોય, તોપણ સમાજમાં શેઠિયો’ કહેવાય છે. એની દુષ્ટતા જોવાને બદલે સમાજ એના દોરદમામને સાષ્ટાંગ દંડવત્ કરે છે. માલી શહેરની અને કમ્બોડિયા દેશની ઘટનાએ રેની સી. બાયરને એવી તો વ્યગ્ર બનાવી દીધી કે હવે એણે એના વિચારને આકાર આપવાનો પ્રયત્ન શરૂ કર્યો. રેની માને છે કે ભીતરમાંથી નાની બેન સાથે ગરીબ બાળક એક અવાજ આવે, પછી પારકા સાદની રાહ જોવાની ન હોય. એના અંતરમાંથી ઊઠેલી તીણી ચીસ એના અસ્તિત્વને કંપાવી દે છે. એ કોઈ પ્રોજેક્ટની રાહ જોવાને બદલે આ કામમાં ડૂબી ગઈ. મનમાં વિચાર આવ્યો કે ગરીબાઈ કોઈ દેશ કે ખંડમાં સીમિત નથી. એ તો આખી માનવજાતિને માથે તોળાયેલો અભિશાપ છે. આ માટે એણે જગતભ્રમણ કરવા વિચાર્યું. એક વિચાર શું પરિવર્તન સાધે છે, તે રેની બાયરના જીવનમાં જોવા મળ્યું, તે જ રીતે થોમસ એ, નઝરિયોને આવા જ એક વિચારે સંસ્થા સ્થાપવાની પ્રેરણા આપી. સાતેક વર્ષ પૂર્વે એણે “ધ ફરગોટન ઇન્ટરનેશનલ’ નામની સંસ્થાની રચના કરી. વાત એવી બની હતી કે મહાનગરોની શેરીમાં ઘૂમતાં ઘૂમતાં નઝરિયોને અત્યંત કંટાળો આવ્યો. બીજી બાજુ એને ગામડાંમાં વસતાં પોતાનાં કુટુંબીજનો યાદ આવતા હતા. એ ગામડાંમાં એવા પણ લોકો હતા કે કશું જ મેળવ્યા વિના એમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યા હતા. નઝરિયોને આવા વંચિત લોકોની ચિંતા જાગી. એમ થયું કે શહેરના સંપન્ન માનવીઓને તો ભરી ભરીને નીરખ્યા. એક સમયે આકર્ષક લાગતી એમની રોનક હવે સાવ ઝાંખી કોઈક દિવસ” • 43
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy