SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કામનો ત્વરિત ઉકેલા અમેરિકાના વિખ્યાત મનોચિકિત્સક ડૉ. વિલિયમ એલ. ઍડગરની પાસે ‘નર્વસબ્રેકડાઉનથી પીડાતા શિકાગો શહેરમાં વ્યાપારી પેઢી ધરાવતા એક ધનવાન સારવાર માટે આવ્યા. તેઓ ગભરાયેલા, મૂંઝાયેલા, ચિંતાથી ઘેરાયેલા અને પુષ્કળ ટૅન્શન અનુભવતા હતા. એમણે આ મનોચિકિત્સકને પોતાની રામકહાણી કહેવાની શરૂ કરી, ત્યાં તો ઍડગર પર એક ફોન આવ્યો અને અંડગરે એનો ત્વરિત ઉત્તર આપી દીધો. ફોન પર એ પ્રશ્નને કઈ રીતે ઉકેલવો એનું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. એવામાં એક બીજો ફોન આવ્યો અને એણે ઍડગર સાથે ચર્ચા કરવાની વાત કરી, તો ઍડગરે પોતાનો નિરાંતનો સમય ફાળવી આપ્યો. પછી ઍડગર નિરાંતે ધનિક દર્દીની વ્યથાની કથા સાંભળવા લાગ્યા. શિકાગોમાં વ્યાપારી પેઢી ધરાવતા ધનાઢ્ય સજ્જન અત્યાર સુધી ઍડગરની કાર્યપદ્ધતિને નજીકથી નિહાળતા હતા અને ત્યાં જ એમના મનમાં ચમકારો થયો. એમણે ડૉ. અંડગરને કહ્યું, “મારે તમારા ટેબલનાં બધાં ખાનાં જોવાં છે? અને જોતાં ખ્યાલ આવ્યો કે એક માત્ર “સપ્લાયકરવાના ખાના સિવાય બીજાં બધાં ખાનાં ખાલી હતાં. ‘તમારા વ્યવસાયના બીજા કાગળો ક્યાં મૂક્યા છે ?” સઘળું કામ પૂરું થઈ ગયું છે. જરૂરી કાગળો ફાઈલ થઈ ગયા છે.” પણ જવાબ આપવાના પત્રો તો બાકી હશે ને ?' અંડગરે કહ્યું, “ના, હું કોઈ પણ પત્રનો જવાબ તરત મારી સેક્રેટરીને લખાવી નાખું છું. કોઈ કાગળ બાકી રહેવા દેતો નથી.' શિકાગોમાં વેપારી પેઢી ધરાવનાર ધનપતિ સમજી ગયા કે એમની સૌથી મોટી ભૂલ એ હતી કે એ કોઈ પણ કામનો ત્વરિત ઉત્તર કે ઉકેલ આપવાને બદલે એ કામને અધ્ધર લટકાવી દેતા હતા. આને પરિણામે બધાં કામ ભેગાં થતાં અને એ જ એમના ટૅન્શનનું કારણ બનતાં હતાં. 27
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy