SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધન-વૈભવ છતાં ધન્યતા નથી ! કોઈ વ્યક્તિ જીવનમાં જે કંઈ ઇચ્છે, તે સઘળું અમેરિકાના ઉદ્યોગપતિ હેન્રી ફો (૧૮૯૩થી ૧૯૪૭) પ્રાપ્ત કર્યું હતું. કીર્તિ, કમાણી અને સેવાભાવનાની દૃષ્ટિએ હેન્રી ફોર્ડ લોકચાહનાના શિખર પર બિરાજતા હતા, ત્યારે એક પત્રકારે એમને પૂછવું, ‘તમારી પાસે અઢળક સંપત્તિ છે અને સખાવતની સુવાસ જોવા મળે છે. આખું વિશ્વ તમારી સિદ્ધિ, સંપત્તિ અને સફળતાથી પરિચિત છે. આવી પરિસ્થિતિમાં તમને ક્યારેય કોઈ અભાવનો અનુભવ થાય છે ખરો ?” માણસની દુઃખતી રગ દબાવી હોય તેમ હેન્રી ફોર્ડ તત્કાળ કહ્યું, “મારી જિંદગીમાં અઢળક ધનસંપત્તિ મેળવી, સઘળાં સુખો પામ્યો, સેવાકાર્યો પણ મારાથી શક્ય બન્યાં. આમ છતાં મને હંમેશાં સારા મિત્રની ખોટ રહી છે. જો મને ફરી જીવનનો પ્રારંભ કરવા મળે તો હું પહેલાં સાચા મિત્રોની શોધ કરું. ભલેને એને માટે મારે ઘણી સંપત્તિ વાપરવી પડે !' “જો તમે આવું જ કરશો તો તમને પાર વિનાના મિત્રો મળશે, પરંતુ ક્યારેય પણ એકેય સાચો મિત્ર નહીં મળે.” આ સાંભળીને ફોર્ડ પૂછ્યું, શા માટે ?” આનું કારણ એટલું જ કે તમે સંપત્તિથી આ જગતમાં ઘણું પ્રાપ્ત કરી શકો, પણ સાચો, હિતેચ્છુ અને કલ્યાણમિત્ર મેળવી શકતા નથી.” હેન્રી ફોડે એની વાતનો સ્વીકાર કરતાં કહ્યું, ‘તમે સાચું કહો છો. બાળપણમાં જે મિત્રો પાસેથી હું સ્નેહ અને મૈત્રી પામ્યો હતો, પણ મારા ધનવૈભવે મારી અને મારા બાળગોઠિયાઓ વચ્ચે એક દીવાલ ઊભી કરી દીધી છે. આનું પરિણામ એ આવ્યું કે આજે વૃદ્ધાવસ્થાએ કોઈ એવી વ્યક્તિ નથી કે જેને મારી મુશ્કેલીઓ કે મૂંઝવણો કહી શકું અને ઉજી) છે એની સાથે નિર્ચાજ મૈત્રીથી રહી શકું. આજે તો હું મારી જાતને અત્યંત દુર્ભાગી માનું છું, કારણ કે અપાર ધન છે, પરંતુ જીવનની ધન્યતા નથી.” SET 26
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy