SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મોજથી માણો જિંદગીને જ્હૉન મફ અને એમની પત્નીને હાર્ટએટેક આવ્યો. એમણે નર્સિંગ હોમમાં સારવાર લીધી. સ્વસ્થ થયા બાદ એમણે હાર્ટએટેક આવ્યા પહેલાંની વ્યક્તિની સ્થિતિ અને હાર્ટએટેક આવ્યા પછીની વ્યક્તિની સ્થિતિમાં આવતાં - થતાં પરિવર્તનનો વિચાર કર્યો. પહેલાં એમના જીવનમાં છલોછલ હાસ્ય ભરેલું હતું. જીવનની નાની નાની બાબતોમાંથી પણ તેઓ ખૂબ હાસ્ય નિષ્પન કરતાં અને ખડખડાટ હસતાં હતાં. પરંતુ હાર્ટએટેક બાદ એમનું એ હાસ્ય, એમની એ ટીખળ, એમની એ મોજ જીવનમાંથી વિદાય પામી ગયાં. આ તારણમાંથી જહોન મર્સીના ચિત્તમાં એક વિચાર ચમક્યો. હૉન મફએ હાસ્ય જગાડે તેવી વિવિધ સામગ્રી જ્યાંથી મળે ત્યાંથી એકઠી કરવા માંડી. સામગ્રી એવી કે સાંભળનાર વ્યક્તિને હસવું આવે જ. એમણે પોસ્ટર્સ બનાવ્યાં અને તેમાં લખ્યું, “જીવન અત્યંત મૂલ્યવાન છે, એને ગંભીરતામાં ડુબાડીને વેડફી નાખશો નહિ.” બીજા પોસ્ટરમાં લખ્યું, “જિંદગીને મોજથી માણો. જિંદગી એ કોઈ રિહર્સલ નથી.” એ પછી તો જ્હૉન મફ હસાવે તેવાં કાર્ટુનો, વીડિયો અને ઑડિયો કૅસેટો શોધી શોધીને એકઠી કરવા લાગ્યો અને એની આસપાસના લોકોને એની જાણ થતાં જુદી જુદી વ્યક્તિઓ હાસ્ય જન્માવતાં મોટાં સ્ટિકર્સ, ચિત્રો, પુસ્તકો, કૉમિક્સ, પટ્ટીઓ અને મૅગેઝિન હૉન મર્ચીને આપવા લાગ્યા. આ બધું એકઠું કરીને જ્હૉન મફએ હાસ્યની બાસ્કેટ બનાવી અને એ ‘હાસ્ય બાસ્કેટ' હૉસ્પિટલમાં ફેરવવા માંડી. કોઈ દર્દી એમાંથી વીડિયો લઈને જુએ તો કોઈ રમૂજી ઑડિયો કૅસેટ સાંભળે. પછી તો જુદી જુદી હૉસ્પિટલોમાં આવી ‘હાસ્ય-બાસ્કેટની માંગ થવા માંડી. જ્હૉન મફએ પછીથી ‘હાસ્ય-કાર્ટ’ (ગાડું) પણ ચાલુ કર્યું, જેમાં હસતા ચહેરાવાળા સ્વયંસેવકો એ ગાડું લઈને હૉસ્પિટલોની લોબીમાં ઘૂમતા હોય અને દર્દીઓ પાસે જઈને એક તેમને હસાવતા હોય. કેટલીક હૉસ્પિટલે આ જોઈને હાસ્યખંડ બનાવવાની માગણી કરી, ORG કે જેમાં દર્દીઓને હાસ્ય જન્માવતી વીડિયો બતાવવામાં આવે. હૉન મર્કીના એક વિચારે મંત્ર માનવતાનો કેટલાય દર્દીઓને એમણે ગુમાવેલું હાસ્ય પાછું અપાવ્યું. 105
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy