SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ બગીચો બનાવજો ! સમર્થ રાજપુરુષ, સાહિત્યકાર, ચિત્રકાર અને કુશળ વક્તા એવા વિન્સ્ટન ચર્ચિલના નેતૃત્વ હેઠળ બ્રિટને સાથી રાજ્યો સાથે મળીને નાઝીવાદી હિટલરના આક્રમણનો સામનો કર્યો. રૂઢિચુસ્ત પક્ષના નેતા વિન્સ્ટન ચર્ચિલે હિટલરના ભયની સામે બ્રિટિશરોનું દેશાભિમાન જગાડ્યું અને પોતાના વક્તવ્યથી કપરા કાળમાં એમનું ખમીર ટકાવી રાખ્યું. ૧૯૪૦થી ૧૯૪૫ સુધી બ્રિટનના વડાપ્રધાન રહેલા ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધ સમયે ઇંગ્લેન્ડ અને મિત્ર રાજ્યને વિજય અપાવવામાં સિંહફાળો આપ્યો. એમણે આપેલો 'V'(‘વી” ફોર વિક્ટરી)નો સંકેત પ્રજાના સ્વાભિમાનનું પ્રતીક બની રહ્યો. નાઝી દળોના બૉમ્બમારા સામે એમણે દેશમાં લડાયક ખમીર જગાવ્યું અને ભવ્ય વિજય અપાવ્યો. આ સમયે મજૂર પક્ષના અગ્રણી નેતા, અધ્યાપક, શિક્ષણવિદ્ એવા બ્રિટિશ રાજ્યશાસ્ત્રી હેરોલ્ડ લાસ્કીએ એવું નિવેદન કર્યું કે “બ્રિટનની પ્રજાએ એને વિશ્વયુદ્ધમાં વિજય અપાવનારા વિન્સ્ટન ચર્ચિલ પ્રત્યે કૃતજ્ઞતા દાખવવા માટે મોટું ભંડોળ એકઠું કરવું જોઈએ અને એ ભંડોળ દ્વારા એમનું ચિરસ્થાયી બને તેવું અભિવાદન કરવું જોઈએ.” ચર્ચિલ રૂઢિચુસ્ત પક્ષના નેતા હતા છતાં તેઓ એમના વિરોધી પક્ષ એવા મજૂર પક્ષના પ્રમુખ હેરોલ્ડ લાસ્કી પાસે યુદ્ધકાળમાં સલાહ અને માર્ગદર્શન પણ લેતા હતા. ચર્ચિલે પ્રો. હેરોલ્ડ લાસ્કીનો આવા નિવેદન બદલ આભાર માન્યો, પણ સાથોસાથ કહ્યું, ‘વ્યક્તિ અવસાન પામે પછી જ એના પ્રત્યે કતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાનો વિચાર કરવો જોઈએ. હજી તો હું જીવંત છું, તેથી આવી આભારની લાગણી પ્રગટ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ મારા અવસાન બાદ જો બ્રિટિશ પ્રજા મારી સેવાઓને અંજલિ આપવા ઇચ્છતી હોય તો એ એટલું કરે કે લંડનની થેમ્સ નદીના દક્ષિણ કાંઠે વસતાં ગરીબ બાળકોએ નાઝી બૉમ્બમારા સમયે પારાવાર યાતના સહન કરી છે. હું ઇચ્છું કે મારી યાદમાં એ બાળકો માટે રમવા-કૂદવા અને આનંદ માણવા માટે બગીચો બનાવવામાં મંત્ર માનવતાનો. 104 આવે !”
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy